________________
૧૮
સુરતનાં જિનાલયો
કૃષ્ણ પક્ષે દ્વિતીયા તિથૌ સોમવારે શ્રી પાદ..પુર શ્રી શત્રુંજયતલહફ્રિકામાં શ્રીશોલત્કર્ણ સકલાંગયોપેત શ્રી વર્ધમાન જૈનાગમમંદિર શ્રી રાજનગર વાસ્તવ્ય શ્રીમાળી જ્ઞાતિય શ્રેષ્ઠિ પીતામ્બરદાસ સુત છોટાલાલ સુત મોહનલાલન સ્વપિતૃ સ્મરણાર્થે શ્રી મહાવીર પ્રભો મૂર્તિ કારિતા પ્રતિષ્ઠિતાં શ્વેતાંબર તપાગચ્છી આચાર્યાનન્દસાગરસૂરીશ્વરેણ ...........'
શ્રી મહાવીર સ્વામીના જિનાલયના રંગમંડપમાંથી નીચે ભોંયરામાં જવાનાં પગથિયાં છે. ચાર મોટા સ્થંભો તથા મોટી કમાનોયુક્ત ભોયરાનો રંગમંડપ પણ ઉપરના (શ્રી મહાવીરસ્વામીના) રંગમંડપ જેટલો વિશાળ છે.
લોખંડની જાળીવાળા કાષ્ઠના ત્રણ ગર્ભદ્વાર છે. આજુબાજુના ગર્ભદ્વારની વચ્ચે દીવાલે બે ગોખમાં ત્રણ-ત્રણ – એમ કુલ છ આરસપ્રતિમા છે. અહીં પણ આગમસૂત્રો તામ્રપત્ર ઉપર ઉપસાવીને કાચની ફ્રેમથી દીવાલે ફીટ કરવામાં આવ્યા છે. બે મોટા આરસના નવપદજી અને તેમાં મધ્યે ચૌમુખજી, તેની ચારેબાજુ સિદ્ધ ભગવાન, આચાર્ય, ઉપાધ્યાય, સાધુઓની રચના ઘણી સુંદર છે. ગર્ભદ્વારની ઉપરની દીવાલે ધ્યાનસ્થ પાર્શ્વનાથની પૂજા કરતા હાથી તથા કમઠનો પ્રસંગ કોતરેલ છે.
મૂળનાયક શ્રી પાર્શ્વનાથની ૨૧” ઊંચી પ્રતિમા છે. કુલ અગિયાર પ્રતિમા પૈકી પાંચ શ્યામરંગી છે. ડાબા ગભારે શ્રી આદેશ્વર તથા જમણા ગભારે શ્રી શાંતિનાથ છે. પ્રતિમાઓની પાછળની દીવાલે આરસમાં ચિત્તાકર્ષક કોતરણીમાં રંગ અને સોનાના વરખ પૂરવામાં આવ્યા છે જેમાં ઇન્દ્ર અને મોરની રચના સુંદર છે.
ભોયરામાં રંગમંડપ પૂરો થતાં મૂળનાયકની સામે એક ઓરડો છે જેમાં ફરતા ચક્ર સાથેનું આગમપુરુષનું ચિત્ર દોરેલું છે અને ૪૫ આગમોના નામ સુવર્ણાક્ષરે લખેલ છે. અહીં આગમરત્ન મંજૂષાની પેટીમાં ૪૫ આગમોની મૂળ હસ્તપ્રતો મૂકવામાં આવેલ છે.
ઉપર અગાશીમાં ચારેબાજુ કપચીકામ છે. મધ્ય ઘુમ્મટમાં અંબાડીયુક્ત હાથી પર મહાવત તથા નગરશેઠનું શિલ્પ છે જે કાચથી સુરક્ષિત કરેલ છે.
- પ્રવેશદ્વારની બન્ને બાજુ દ્વારપાળનાં શિલ્પો છે. બારસાખની ઉપરની દીવાલે મરુદેવા માતાને કેવળજ્ઞાનનો પ્રસંગ, સમવસરણ – ઉપસાવેલા છે.
રંગમંડપમાં ચિત્રકામયુક્ત બે સમવસરણમાં ચૌમુખી છે. રંગમંડપમાં મુખ્ય ગર્ભદ્વારની ઉપરની દીવાલે આદેશ્વરના નિર્વાણ કલ્યાણકનો પ્રસંગ, અષ્ટાપદ, ડાબી બાજુ ગર્ભદ્વારની ઉપરની દીવાલે સમવસરણ તથા કેવલજ્ઞાનનો પ્રસંગ તથા જમણી બાજુ ગર્ભદ્વારની ઉપરની દીવાલે નાભિકુલકર અને આદેશ્વરના રાજયાભિષેકનો પ્રસંગ – જેવા પ્રસંગો ચિત્રિત કરેલા છે. કુલ અઢાર આરસપ્રતિમા છે.
ગભારામાં ૧૯ઊંચી મૂળનાયક શ્રી આદેશ્વરની પ્રતિમા સહિત કુલ બાર આરસપ્રતિમા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org