________________
૩૦૨
સુરતનાં જિનાલયો ગામ - વાપી, તાલુકો - પારડી ૪૦. શ્રી મહાવીર સ્વામી (ઘરદેરાસર) (સં. ૨૦૪૨ આસપાસ) વાપી શહેરમાં મહાત્મા ગાંધી રોડ પર બજારમાં, વાપી ગેસ્ટ હાઉસની બાજુમાં શ્રી મોહનલાલ સાહેબચંદ સૂરજમલ શાહ પરિવારનું શ્રી મહાવીરસ્વામીનું ઘરદેરાસર આવેલું છે.
પ્રતિષ્ઠા સં. ૨૦૪૨ આસપાસ મહા સુદ તેરશના રોજ આ. શ્રી યશોવર્મસૂરિની નિશ્રામાં થયેલ છે. ૯” ઊંચી મૂળનાયક શ્રી મહાવીરસ્વામીની એક ધાતુપ્રતિમા છે.
ગામ - વાપી, તાલુકો - પારડી ૪૧. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ (ઘર દેરાસર) (સં. ૨૦૧૧) વાપી, નાઝાભાઈ રોડ પર શ્રી રમણભાઈ પૂનમચંદ શાહ પરિવારનું ઘરદેરાસર આવેલું છે. મૂળનાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ છે.
પ્રતિષ્ઠા સં૨૦૫૧માં ચૈત્ર વદ પાંચમના રોજ શ્રી હેમભૂષણસૂરિની નિશ્રામાં થયેલ છે. ૭” ઊંચી મૂળનાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથની એક ધાતુપ્રતિમા તથા એક રજતપ્રતિમા છે.
ગામ - વાપી, તાલુકો - પારડી - ૪૨. શ્રી મુનિસુવ્રતસ્વામી (ઘરદેરાસર) (સં. ૨૦૫૫)
વાપી, આઝાદનગરમાં ડૉ. મહેતાની ચાલમાં શ્રી કિરીટભાઈ નગીનચંદ શાહ પરિવારનું શ્રી મુનિસુવ્રતસ્વામીનું ઘરદેરાસર આવેલું છે.
પ્રતિષ્ઠા સં. ૨૦૧પમાં આસો સુદ દશમના રોજ મુનિ શ્રી આત્મરતિવિજયજી મ. સા.ની નિશ્રામાં થયેલ છે.
૯" ઊંચી મૂળનાયક શ્રી મુનિસુવ્રતસ્વામીની એક ધાતુપ્રતિમા શ્રી નયવર્ધન-વિજય મ. સા ના ઉપદેશથી પાલીતાણાથી લાવેલ છે. અંજનશલાકા રાધનપુરમાં થયેલ છે.
ગામ - વાપી, તાલુકો - પારડી ૪૩. શ્રી શીતલનાથ (ઘરદેરાસર) (સં. ૨૦૪૫ આસપાસ) વાપી, નવી પોસ્ટ ઑફિસની બાજુમાં, જોશી હૉસ્પિટલની બાજુમાં પૃથ્વી બંગલામાં શ્રી પૃથ્વીરાજ અમરચંદજી શાહ પરિવારનું શ્રી શીતલનાથનું ઘરદેરાસર આવેલું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org