________________
સુરતનાં જિનાલયો
ગામ - વાપી, ચણોદ કૉલોની તાલુકો - પારડી
૨૬. શ્રી શાંતિનાથ (ઘરદેરાસર) (સં. ૨૦૫૧)
1
વાપી, જી આઈ ડી સી ચણોદ કૉલોનીમાં પ્લોટ નં. ૩૦૧, ‘મુક્તિનિલય’માં શ્રી પ્રવીણભાઈ વીરચંદ શાહ પરિવારનું શ્રી શાંતિનાથનું ઘરદેરાસર આવેલું છે.
૨૯૭
પ્રતિષ્ઠા સં ૨૦૫૧માં જેઠ સુદ દશમને દિને પૂ. જયદર્શનવિજયજીની નિશ્રામાં થયેલ છે. ૭” ઊંચી મૂળનાયક શ્રી કુંથુનાથની ધાતુપ્રતિમા કમલાકાર આરસના આસન પર બિરાજે છે. પ્રતિમા પાલીતાણાથી લાવેલ છે.
ગામ - વાપી, ચણોદ કૉલોની, તાલુકો - પારડી
૨૭. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ (સં. ૨૦૫૨)
વાપી, જી આઈ ડી સી ચણોદ કૉલોનીમાં સાદા પથ્થર તથા આરસનું બનેલું શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનું શિખરબંધી જિનાલય આવેલું છે.
પ્રતિષ્ઠા સં. ૨૦૫૨માં જેઠ સુદ છઠને દિને આ શ્રી યશોવર્મસૂરિ મ૰ સાની નિશ્રામાં શ્રી કાંતિલાલ રામસુખદાસ શાહ દાદરાવાળા પરિવાર દ્વારા થયેલ છે.
૨૫” ઊંચી મૂળનાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથની ડાબી બાજુ વિમલનાથ તથા જમણી બાજુ મુનિસુવ્રતસ્વામી બિરાજે છે. કુલ ત્રણ આરસપ્રતિમા તથા ત્રણ ધાતુપ્રતિમા છે. યક્ષયક્ષિણીની આરસમૂર્તિઓ છે. જિનાલયની ડાબી બાજુ પદ્માવતીદેવી તથા જમણી બાજુ માણિભદ્રવીરની દેરી છે.
જેઠ સુદ છઠની વર્ષગાંઠના દિવસે જમણવાર થાય છે તથા કાંતિલાલ રામસુખદાસ દાદરાવાળા પરિવાર દ્વારા કાયમી ધજા છે. વહીવટ શ્રી દાદરાવાળા રીલીજીયસ ટ્રસ્ટ – શ્રી કાંતિલાલ રામસુખદાસ દાદરાવાળા હસ્તક છે.
ગામ - વાપી, ચણોદ કૉલોની, તાલુકો - પારડી
૨૮. શ્રી મહાવીરસ્વામી (સં. ૨૦૫૩)
વાપી, જી આઈ ડી સી, ચણોદ કૉલોનીમાં આરસનું બનેલું શ્રી મહાવીરસ્વામીનું શિખરબંધી જિનાલય આવેલું છે. નીચે ઉપાશ્રય તથા ઉપર જિનાલય છે.
Jain Education International
પ્રતિષ્ઠા સં. ૨૦૫૩ મહા સુદ તેરશને દિને પૂ રત્નભૂષણવિજયજી મ. સા૰ની નિશ્રામાં શ્રી હીરજી તેજસી શાહ પરિવાર દ્વારા પ્રતિષ્ઠા થયેલ છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org