________________
૨૯૪
બંધાવ્યું હતું. જિનાલયની સ્થિતિ સાધારણ હતી.
સં ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં ઉદવાડાથી અઢી માઇલ દૂર બગવાડા ગામમાં અજિતનાથના શિખરબંધી જિનાલયનો ઉલ્લેખ છે. કુલ છ આરસપ્રતિમા તથા સાત ધાતુપ્રતિમા હતી. સં. ૧૯૬૮માં શ્રી સંઘે જિનાલય બંધાવ્યું હતું. વહીવટ અમરચંદ રાજાજી હસ્તક હતો અને સ્થિતિ સારી હતી. ગામમાં કુલ ૭૫ જૈન કુટુંબો વસતાં હતાં. એક ઉપાશ્રય, એક ધર્મશાળા તથા એક લાઇબ્રેરી હતી.
જેઠ સુદ ત્રીજની વર્ષગાંઠને દિને જમણવાર થાય છે તથા ધજા ચડે છે. વહીવટ શ્રી બગવાડા પરગણા જૈન શ્વે. મૂ સંઘના ટ્રસ્ટીઓ – શ્રી પ્રવીણભાઈ વી શાહ, શ્રી શાંતિલાલ ગુલાબચંદ શાહ, શ્રી પ્રવીણભાઈ રાયચંદ શાહ, શ્રી જવાહરલાલ છગનલાલ શાહ તથા શ્રી ભરતકુમાર શાંતિલાલ શાહ હસ્તક છે.
સુરતનાં જિનાલયો
સં. ૧૯૬૩માં જિનાલય શિખર વિનાનું દર્શાવ્યું છે તથા સં ૨૦૧૦માં શિખરબંધી તરીકે જિનાલયનો ઉલ્લેખ થયો છે. એટલે કે સં ૧૯૬૩ થી સં ૨૦૧૦ દરમ્યાન જિનાલયનો જીર્ણોદ્ધાર થયો છે. સં. ૧૯૬૮માં જિનાલય બંધાયું હોવાની નોંધ સં. ૨૦૧૦માં મળે છે. તે પૂર્વે સં. ૧૯૬૩માં આ જિનાલયનો ઉલ્લેખ થયો છે. તેથી સં. ૧૯૬૮માં જિનાલયનો જીર્ણોદ્ધાર તથા પુનઃ પ્રતિષ્ઠા થયો હોવાનો સંભવ છે. સં. ૧૯૬૩માં જિનાલય બંધાયાનો સમય સં. ૧૯૨૭ દર્શાવેલ છે. તે સંદર્ભમાં જિનાલયનો સમય સં ૧૯૨૭નો છે.
ગામ - ડુંગરા, તાલુકો - પારડી
૨૦. શ્રી મુનિસુવ્રતસ્વામી (ઘરદેરાસર) (સં૰ ૨૦૪૨)
વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં વાપીથી ૬ કિ મીના અંતરે ડુંગરા ગામ આવેલું છે. અહીં સેલવાસ રોડ પર હરીયાપાર્કમાં ‘હર્ષદીપ' બંગલામાં શ્રી ચંપકલાલ રામસુખજી દાદરાવાલા પરિવારનું શ્રી મુનિસુવ્રતસ્વામીનું ઘરદેરાસર આવેલું છે.
સં. ૨૦૪૨માં બીજા ચૈત્ર વદ પાંચમને દિને આ શ્રી રામચંદ્રસૂરિની નિશ્રામાં અંજનશલાકા થયેલ છે. ૯” ઊંચી મૂળનાયક શ્રી મુનિસુવ્રતસ્વામીની ધાતુપ્રતિમા તથા ધાતુની એક ચૌમુખી પ્રતિમા મળીને કુલ બે ધાતુપ્રતિમા છે.
Jain Education International
ગામ - બલીઠા, તાલુકો - પારડી
૨૧. શ્રી વાસુપૂજ્યસ્વામી (ઘરદેરાસર) (સં. ૨૦૪૩ આસપાસ)
વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં વાયા વાપી જતાં બલીઠા ગામ છે. અહીં નેશનલ હાઇવે નં. ૮ પર દમણગંગા કૉલોનીની બાજુમાં પ્રભુજી રાઇસ એન્ડ પલ્સ મિલ્સમાં શ્રી
For Personal & Private Use Only
www.jainelibrary.org