________________
૨૯૨
સુરતનાં જિનાલયો
કુલ પાંચ આરસપ્રતિમા તથા નવ ધાતુપ્રતિમા છે. યક્ષ-યક્ષિણીની આરસમૂર્તિઓ છે.
મહા સુદ છઠની વર્ષગાંઠના દિવસે જમણવાર થાય છે. શ્રી કેસરીચંદ મોતીજી ઓસવાલ પરિવાર દ્વારા કાયમી ધજા ચડે છે. વહીવટ શ્રી કેસરીચંદ મોતીજી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન દેરાસર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ – શ્રી અશોકભાઈ કેસરીચંદ શાહ તથા શ્રી સુરેશભાઈ કેસરીચંદ શાહ દ્વારા થાય
ગામ - ઉદવાડા, તાલુકો - પારડી
૧૭. શ્રી કુંથુનાથ (ઘરદેરાસર) (સં. ૨૦૨૫) ઉદવાડા રેલવે સ્ટેશનથી નજીક (વેસ્ટમાં) રેલવે કોલોની પાસે ભગવતી કૉલોની છે. અહીં શ્રી કુંથુનાથનું ઘરદેરાસર આવેલું છે.
સં. ૨૦૨૫માં માગશર સુદ દશમને દિને આ. શ્રી અશોકચંદ્રસૂરિ મ. સા.ની નિશ્રામાં પ્રતિષ્ઠા થયેલ છે. ત્યારબાદ સં. ૨૦૫રમાં આ સ્થળે ઘરદેરાસરનું સ્થળાંતર થયેલ છે.
૭” ઊંચી મૂળનાયક શ્રી કુંથુનાથની ધાતુપ્રતિમા સહિત કુલ બે ધાતુપ્રતિમા છે.
માગશર સુદ પાંચમની વર્ષગાંઠના દિવસે જમણવાર થાય છે અને ધજાનો ચડાવો બોલાય છે. વહીવટ શ્રી ઉદવાડા જૈન શ્વે, મૂળ પૂ. સંઘના ટ્રસ્ટીઓ – શ્રી જયંતિલાલ જગજીવનદાસ દોશી, શ્રી રસીકલાલ મગનલાલ ધામી તથા શ્રી નવનીતલાલ પોપટલાલ શાહ હસ્તક છે.
ગામ - ટુંકવાડા, તાલુકો - પારડી
૧૮. શ્રી મુનિસુવ્રતસ્વામી (સં. ૨૦૫૨) વલસાડ જિલ્લાના પારડી તાલુકાના મુખ્ય મથકથી ૧૦ કિ. મી.ના અંતરે અને બગવાડાથી એક કિ. મી. દૂર નેશનલ હાઇવે નં. ૮ ઉપર, મુંબઈ તરફ જતાં ડાબી બાજુ કોલક નદીના કિનારે શ્રી ઓસવાલ ચેરીટેબલ ફાઉન્ડેશન સંચાલિત હાલારી વીસા ઓસવાલ શાંતિધામ આવેલું છે. સં. ૨૦૪પમાં હીરજી પેથરાજ શાહે જમીન દાન આપી હતી. આજે આ સાડા ચાર એકર જમીનમાં દવાખાનું, સ્ટાફ ક્વાટર્સ, ધર્મશાળા, ભોજનશાળા તથા સાધુ-સાધ્વી ઉપાશ્રય છે. અહીં શ્રી મુનિસુવ્રતસ્વામીનું શિખરબંધી જિનાલય આવેલું છે.
પ્રતિષ્ઠા સં૨૦૫રમાં ચૈત્ર વદ છઠને દિને પૂ. શ્રી જિનેન્દ્રસૂરિ મ. સા.ની નિશ્રામાં મુલુન્ડનિવાસી શ્રી નેમચંદ રાયસી શાહ (ડબાસંગવાલા) પરિવાર દ્વારા થયેલ છે.
૨૧” ઊંચી મૂળનાયક શ્રી મુનિસુવ્રતસ્વામીની પ્રતિમા પર સં. ૨૦૪૮નો લેખ છે. ડાબી બાજુ શ્રેયાંસનાથ તથા જમણી બાજુ પાર્શ્વનાથ બિરાજે છે. કુલ ત્રણ આરસપ્રતિમા તથા બે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org