________________
સુરતનાં જિનાલયો
૨૯૧
શ્રી વિવેકચંદ નવલચંદ શ્રોફ તથા શ્રી નવીનચંદ્ર પ્રેમચંદ શાહ હસ્તક છે.
જિનાલય હીરાચંદ રાયકરણ દમણવાળાએ બંધાવ્યું હતું. સં. ૨૦૧૦માં જિનાલય બંધાયા સંવત ૧૮૦૦ લગભગ દર્શાવેલ છે. સં. ૧૯૬૩માં આ જિનાલયનો ઉલ્લેખ થયો છે. અમારી માન્યતા પ્રમાણે આ જિનાલયનો સમય સં. ૧૯૬૩ પૂર્વેનો છે. તેથી વધુ પ્રાચીનતા નક્કી કરવા વધુ પુરાવા તથા સંશોધનની જરૂર છે.
ગામ - ધરમપુર, તાલુકો - ધરમપુર
૧૫. શ્રી શીતલનાથ (ઘરદેરાસર) (સં. ૨૦૫૨) વલસાડ જિલ્લામાં ઉદવાડાથી ૪૦-૫૦ કિ. મી.ના અંતરે અંતરિયાળ જંગલ વિસ્તારમાં સ્ટેટ હાઇવે પર ધરમપુર ગામ આવેલું છે. હાલ તે વલસાડ જિલ્લાનું તાલુકા મથક છે. ગામમાં ૧૧ જૈન કુટુંબો વસે છે. છેલ્લાં ૫૦ વર્ષમાં ગામમાં એક વ્યક્તિએ દીક્ષા લીધેલ છે.
અહીં જેલ રોડ, સ્ટેટ બેંક સામે શ્રી શીતલનાથનું ઘરદેરાસર આવેલું છે. પ્રતિષ્ઠા સં. ૨૦૫રમાં માગશર સુદ બીજને દિને પૂમોક્ષરતિવિજયજી તથા તત્ત્વદર્શનવિજયજી મ. સા.ની નિશ્રામાં ભરતભાઈ કે. શાહ પરિવાર દ્વારા થયેલ છે.
૩” ઊંચી મૂળનાયક શ્રી શીતલનાથની પંચધાતુપ્રતિમા સહિત કુલ ત્રણ ધાતુપ્રતિમા છે.
વહીવટ ધરમપુર જૈન છે. મૂ. સંઘના ટ્રસ્ટીઓ – શ્રી પરમાણંદ બાબુલાલ શાહ, શ્રી ભરતભાઈ કે. શાહ, શ્રી ઝવેરચંદ મોતીચંદ શાહ તથા શ્રી ધીરજલાલ કુંવરજી ગાંધી હસ્તક છે.
ગામ - ઉદવાડા, તાલુકો - પારડી
૧૬. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ (સં. ૨૦૩૫) વલસાડ જિલ્લાના પારડી તાલુકા મથકથી ૬ કિ.મીના અંતરે ઉદવાડા ગામ છે. અહીં ૫૦ જૈન કુટુંબો વસે છે. શ્રાવક-શ્રાવિકાનો ઉપાશ્રય, પાઠશાળા તથા ધર્મશાળા છે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનું જિનાલય તથા શ્રી કુંથુનાથનું ઘરદેરાસર – એમ બે જિનાલય છે.
ઉદવાડા રેલવે સ્ટેશન પાસે નેશનલ હાઇવે નં. ૮ ઉપર આરસનું શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનું શિખરબંધી જિનાલય આવેલું છે. જિનાલય વિશિષ્ટ બાંધણીવાળું છે.
પ્રતિષ્ઠા સં. ૨૦૩૫માં મહા સુદ છઠને દિને આ. શ્રી મુક્તિચંદ્રસૂરિ મ. સા.ની નિશ્રામાં શ્રી અશોકભાઈ કેસરીચંદ મોતીજી ઓસવાલ પરિવાર દ્વારા થયેલ છે.
- ૧૦” ઊંચી મૂળનાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથની પ્રતિમા પર સં. ૨૦૩૫નો લેખ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org