________________
૨૮૮
સુરતનાં જિનાલયો ગીરીશભાઈ કાંતિલાલ શાહ, શ્રી ધનસુખભાઈ શાહ, શ્રી હસમુખભાઈ શાહ તથા શ્રી રજનીભાઈ શાહ હસ્તક છે.
ગામ - સોળસુંબા, તાલુકો - ઉમરગામ
૧૧. શ્રી આદેશ્વર (સં. ૨૦૧૬ આસપાસ) ઉમરગામ રેલવે સ્ટેશનથી વેસ્ટમાં ઉમરગામ સોળસુંબા મેઈન રોડ પર શ્રી આદેશ્વરનું ઘરદેરાસર આવેલું છે. અહીં ૭૦ જૈન કુટુંબો વસે છે. છેલ્લાં ૫૦ વર્ષ દરમ્યાન ૫ વ્યક્તિઓએ દીક્ષા લીધેલ છે. જિનાલયના પાછળના ભાગમાં બે માળનો ઉપાશ્રય છે.
સ્થાનિક માહિતી પ્રમાણે સં. ૨૦૧૬ આસપાસ આ. શ્રી ધર્મસૂરિ મ. સા.ની નિશ્રામાં પ્રતિષ્ઠા થઈ હતી. આ. શ્રી યશોવર્મસૂરિના ઉપદેશથી હાલ શિખરબંધી નૂતન જિનાલયનું કાર્ય ચાલી રહ્યું છે. વહીવટ શ્રી સોળસુંબા જૈન શ્વેટ મૂડ સંઘ હસ્તક છે.
૧૭” ઊંચી મૂળનાયક શ્રી આદેશ્વરની આરસપ્રતિમાની ડાબી બાજુ મહાવીરસ્વામી તથા જમણી બાજુ શાંતિનાથની પ્રતિમા મળીને કુલ ત્રણ આરસપ્રતિમા તથા ચાર ધાતુપ્રતિમા છે.
આ જિનાલયનો સમય સં. ૨૦૧૬ આસપાસનો છે. હાલ શિખરબંધી જિનાલયના નિર્માણનું કાર્ય ચાલી રહ્યું છે.
ગામ - સંજાણ, તાલુકો - ઉમરગામ
૧૨. શ્રી કુંથુનાથ (ચૌમુખી) (સં. ૨૦૧૬) વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાથી ૯ કિ. મી.ના અંતરે આવેલ સંજાણ ગામમાં રેલવે સ્ટેશન છે. અહીં ૪૦ જૈન કુટુંબો વસે છે. શ્રી અભેચંદ ગુલાબચંદ ઝવેરી શ્રાવક ઉપાશ્રય તથા શ્રીમતી લીલાદેવી માણેકરાજ પગારીયા શ્રાવિકા ઉપાશ્રય – એમ ઉપર-નીચે ઉપાશ્રય છે.
ગામમાં શ્રી સંજાણ જૈન છે. મૂ. સંઘે બંધાવેલું શ્રી આદેશ્વરનું ઘરદેરાસર હતું. શ્રી આદેશ્વરની ૨૧" ઊંચી એક આરસપ્રતિમા તથા બે ધાતુપ્રતિમા હતી. હાલ આ ઘરદેરાસર નારગોલ રોડ પર આવેલ શ્રી કુંથુનાથ ચૌમુખજીના શિખરબંધી જિનાલયના રંગમંડપમાં એક ગોખમાં પધરાવવામાં આવેલું છે.
કુંથુનાથના જિનાલયની પ્રતિષ્ઠા સં. ૨૦૧૬માં ફાગણ સુદ ૩ને તા. ૯-૩-૨૦OOના રોજ આઠ શ્રી ચંદ્રોદયસૂરિ મ. સા.ની નિશ્રામાં થયેલ છે.
જિનાલયમાં માણિભદ્રવીર, નાકોડા ભૈરવ, ઘંટાકર્ણ મહાવીર, ચક્રેશ્વરીદેવી તથા પદ્માવતીદેવીની મૂર્તિઓ છે. શત્રુંજય તીર્થનો પટ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org