________________
સુરતનાં જિનાલયો
૨૭૧
ગામ - બીલીમોરા, તાલુકો - ગણદેવી
૨૫. શ્રી નેમિનાથ (સં. ૨૦૫૭) બીલીમોરા (ઈસ્ટ), સોમનાથ રોડ પર નેમનગરમાં સાદા પથ્થર તથા આરસનું બનેલું શ્રી નેમિનાથનું શિખરબંધી જિનાલય આવેલું છે. શ્રાવક-શ્રાવિકાનો ઉપાશ્રય છે. પાઠશાળા ચાલે છે. ૬૦ બાળકો ધાર્મિક અભ્યાસ કરે છે. અહીં ૪૦ જૈન કુટુંબો વસે છે. આયંબિલશાળા છે.
પૂર્વે બીલીમોરા ગૌહરબાગમાં સ્વ. સુમનભાઈને ત્યાં ઘરદેરાસર હતું. શાંતિનાથની ધાતુપ્રતિમા હતી. જૈનોની સંખ્યા વધતા તેમનગર ગૌહરબાગમાં શા. નેમચંદ કેસરીચંદ શ્રોફ પરિવારે ફ્લેટમાં નાનું જિનાલય બનાવી સંઘને અર્પણ કર્યું જેમાં આઠ વર્ષ પૂર્વે પં. શ્રી ચંદ્રશેખરવિજયજી મ. સા.ના શિષ્ય મુનિ શ્રી કીર્તિદર્શનવિજયજીની નિશ્રામાં પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ત્યારબાદ શા. નેમચંદ કેસરીચંદ શ્રોફના પુત્રો શ્રી જિતેન્દ્રભાઈ, શ્રી પરેશભાઈ, શ્રી મહેશભાઈએ નૂતન શિખરબંધી જિનાલય બંધાવ્યું. સં. ૨૦૫૩ વૈશાખ વદ ૭ને બુધવારે તા. ૨૮-પ-૯૭ના રોજ પૂ. પં. શ્રી ચંદ્રશેખરવિજયના શિષ્ય પૂ. પહ્મદર્શનવિજયજી મ. સા.ની નિશ્રામાં શિલાસ્થાપન વિધિ થઈ. ત્યારબાદ સં૨૦૫૭માં માગશર સુદ પાંચમને તા. ૧-૧૨૨૦૦૦ના રોજ આઠ શ્રી ફૂલચંદ્રસૂરિ મ. સા.ની નિશ્રામાં શ્રી નેમચંદ કેસરીચંદ શ્રોફ પરિવાર દ્વારા પ્રતિષ્ઠા કરવામાં આવી છે. - ૧૭” ઊંચી મૂળનાયક શ્રી નેમિનાથની પ્રતિમા પર સં. ૨૦૪૩નો લેખ છે. ડાબી બાજુ વાસુપૂજયસ્વામી તથા જમણી બાજુ ચિંતામણિ પાર્શ્વનાથ છે. કુલ પાંચ આરસપ્રતિમા તથા એક ધાતુપ્રતિમા છે. માણિભદ્રવીર તથા પદ્માવતીદેવીની દેરી છે. શત્રુંજય, ગિરનાર, સમેતશિખર તથા નવપદજી પટ છે. પુંડરીકસ્વામી તથા ગૌતમસ્વામીની આરસમૂર્તિઓ છે.
આ વર્ષગાંઠને દિને નેમચંદ કેસરીચંદ શ્રોફ પરિવાર દ્વારા કાયમી ધજા ચડે છે. વહીવટ શ્રી ગૌહરબાગ જૈન શ્વે. મૂ. સંઘના ટ્રસ્ટીઓ – શ્રી અરવિંદભાઈ છોટાલાલ ચોકસી, શ્રી શાંતિભાઈ પરીખ, શ્રી ધનસુખભાઈ ફૂલચંદ શાહ તથા શ્રી સતીષભાઈ સી. શાહ હસ્તક છે.
ગામ - બીલીમોરા, તાલુકો - ગણદેવી
૨૬. શ્રી ચંદ્રપ્રભુસ્વામી (ઘરદેરાસર) (સં. ૨૦૨૫) બીલીમોરા (વેસ્ટ) બજારમાં શ્રી શાંતિલાલ ભાઈલાલ શાહ પરિવારનું શ્રી ચંદ્રપ્રભુસ્વામીનું ઘરદેરાસર આવેલું છે.
પ્રતિષ્ઠા સં. ૨૦૨૫માં મહા સુદ પાંચમને દિને શ્રી ચંદ્રોદયવિજયજી(ડહેલાવાળા)ના ઉપદેશથી થયેલ છે. ૫” ઊંચી મૂળનાયક શ્રી ચંદ્રપ્રભુસ્વામીની એક માત્ર ધાતુપ્રતિમા છે જે સુરતના ગોપીપુરામાંથી લાવેલ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org