________________
૨૭)
સુરતનાં જિનાલયો સાગરાનંદસૂરીશ્વરજી મ. સા.ના શિષ્ય અનુયોગાચાર્ય શ્રી ક્ષમાસાગરગણિના પ્રતિષ્ઠિતા
જિનાલયના રંગમંડપમાં ચક્રેશ્વરીદેવીની આરસમૂર્તિ છે. પાવાપુરી, સમેતશિખર, આબુ, તારંગા, શત્રુંજય, અષ્ટાપદ, સિદ્ધચક્ર તથા ગિરનાર જેવા પટ તથા મહાવીરસ્વામીને ગોશાળાનો ઉપસર્ગ, શાંતિનાથનો ભવ તથા ધરણેન્દ્ર પદ્માવતીદેવી બચાવ જેવા પ્રસંગોનું ચિત્રકામ છે. અહીં કુલ ચાર આરસપ્રતિમા છે તે પૈકી બે કાઉસ્સગ્ગ છે.
ગભારામાં ૨૫” ઊંચી મૂળનાયક શ્રી શાંતિનાથની મનોહર આરસપ્રતિમા છે. કુલ તેરા આરસપ્રતિમા છે તથા તેવીસ ધાતુપ્રતિમા પૈકી એક ચૌમુખજી છે. ડાબા ગભારે ચિંતામણિ પાર્શ્વનાથ તથા જમણા ગભારે સુમતિનાથ છે. આરસનાં પગલાંની બે જોડ છે.
ઉપરના માળે શિખરમાં ૨૭” ઊંચી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથની આરસપ્રતિમા મૂળનાયક તરીકે બિરાજે છે. કુલ પાંચ આરસપ્રતિમા તથા પાંચ ધાતુપ્રતિમા છે. ડાબા ગભારે ગૌતમસ્વામી તથા જમણા ગભારે પુંડરીકસ્વામી છે. મૂળનાયકની ડાબી બાજુ વાસુપૂજ્યસ્વામી તથા જમણી બાજુ સીમંધરસ્વામી બિરાજે છે. પ્રતિષ્ઠા સં. ૨૦૩૩માં માગશર સુદ દશમને બુધવારે તા. ૧૧૨-૭૬ના દિને થઈ હતી.
ઐતિહાસિક સંદર્ભ સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં બીલીમોરામાં એક જિનાલયનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. ઉપરાંત એક ઉપાશ્રય તથા એક ધર્મશાળા પણ વિદ્યમાન હતી.
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં બીલીમોરા નવાપરામાં શાંતિનાથના શિખરબંધી જિનાલયનો ઉલ્લેખ થયો છે. કુલ સોળ આરસપ્રતિમા, તેત્રીસ ધાતુપ્રતિમા તથા પાંચ રજત ચોવીસી પટ હતા. ગામમાં ૩૫૦ જૈન કુટુંબો વસતાં હતાં. બે ઉપાશ્રય, એક ધર્મશાળા, એક લાઇબ્રેરી તથા ક્ષમાસાગર જ્ઞાનભંડાર હતો. સં. ૧૮૯૫ લગભગમાં શ્રી સંઘે જિનાલય બંધાવ્યું હતું. વહીવટ શ્રી શાંતિનાથજી ભગવાનની પેઢીના ટ્રસ્ટી – શેઠ છગનલાલ ભાણાભાઈ હસ્તક હતો અને જિનાલયની સ્થિતિ સાધારણ હતી.
આજે જિનાલયમાં કુલ ચોવીસ આરસપ્રતિમા, અઠ્યાવીસ ધાતુપ્રતિમા તથા આરસનાં પગલાંની ત્રણ જોડ છે. ફાગણ સુદ સાતમને વર્ષગાંઠના દિવસે જમણવાર થાય છે તથા કેસરીચંદ ભાણાભાઈ શ્રોફ પરિવાર દ્વારા કાયમી ધજા ચડે છે. વહીવટ શ્રી શાંતિનાથ ભગવાન જૈન દેરાસર પેઢીના ટ્રસ્ટીઓ – શ્રી પ્રકાશભાઈ હેમચંદ શ્રોફ, શ્રી કિશોરલાલ મગનલાલ શાહ, શ્રી નરેન્દ્રભાઈ ભાઈલાલ શાહ તથા શ્રી જશવંતલાલ મૂલચંદ શાહ હસ્તક છે.
ટૂંકમાં આ જિનાલયનો સમય સં૧૮૯૯નો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org