________________
૨૬૪
સુરતનાં જિનાલયો
પ્રતિષ્ઠા સં. ૧૯૯૮માં ફાગણ સુદ ત્રીજને દિને આ. શ્રી કસ્તુરસૂરિ મ. સા.ની નિશ્રામાં શ્રી રાયચંદ નેમચંદ શાહે કરેલ છે.
રંગમંડપમાં સિદ્ધગિરિ, ગિરનાર, સમેતશિખર, અષ્ટાપદ, નંદીશ્વર દ્વીપ, તારંગા, આબુ, ચંપાપુરી, પાવાપુરી, કેસરિયાજી, રાજગૃહી, વૈભારગીરી, મેરુશિખર, સમવસરણ, કલીકુંડ પાર્શ્વનાથ, નવપદજી તથા ચોવીસ તીર્થકરોનું ચિત્રકામ છે. પાર્શ્વયક્ષ તથા પદ્માવતીદેવીની આરસમૂર્તિઓ છે.
ભોંયતળિયે ૭” ઊંચી મૂળનાયક શ્રી ચિંતામણિ પાર્શ્વનાથની ધાતુપ્રતિમા છે. કુલ સોળ આરસપ્રતિમા છે.
ઉપરના માળે ૫” ઊંચી શ્રી પાર્શ્વનાથની ધાતુપ્રતિમા મૂળનાયક તરીકે બિરાજે છે. અહીં કુલ ત્રણ આરસપ્રતિમા તથા ચૌદ ધાતુપ્રતિમા છે.
ઐતિહાસિક સંદર્ભ સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં નવસારી સ્ટેશન, રાયચંદ રોડ પર શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના શિખરબંધી જિનાલયનો ઉલ્લેખ છે. કુલ ત્રણ આરસપ્રતિમા તથા છ ધાતુપ્રતિમા હતી. શ્રી સંઘે સં. ૧૯૯૭માં જિનાલય બંધાવ્યું હતું. વહીવટ શેઠ વીરચંદ નાગજીભાઈ હસ્તક હતો. જિનાલયની સ્થિતિ સાધારણ હતી. સં. ૨૦૧૦માં આ વિસ્તારમાં ૧૫૦ જૈન કુટુંબો વસતાં હતાં અને એક સહાયક મંડળ હતું.
આજે જિનાલયમાં કુલ ઓગણીસ આરસપ્રતિમા છે. ફાગણ સુદ ત્રીજની વર્ષગાંઠના દિવસે જમણવાર થાય છે અને ધજાનો ચડાવો બોલાય છે. વહીવટ શ્રી જૈન શ્વે. મૂ. સંઘ જૈન દેરાસર પેઢી, રાયચંદ રોડના ટ્રસ્ટીઓ – શ્રી અતુલભાઈ હસમુખભાઈ શાહ, શ્રી મનહરભાઈ કોઠારી તથા શ્રી તેજસભાઈ શાહ હસ્તક છે.
ટૂંકમાં જિનાલયનો સમય સં. ૧૯૯૮નો છે.
ગામ - વિજલપોર, તાલુકો - જલાલપોર
૧૯. શ્રી સંભવનાથ (ઘરદેરાસર) (સં. ૨૦૩૫) વિજલપોર, દાંડી રોડ પર સંભવનાથ કોમ્લેક્ષ, તેલીયા મિલ કંપાઉંડમાં શ્રી વસંતલાલ મગનલાલ દાવડા પરિવારનું શ્રી સંભવનાથનું ઘરદેરાસર આવેલું છે.
પ્રતિષ્ઠા સં. ૨૦૩૫માં મહા સુદ તેરશને દિને આ. શ્રી ચંદ્રોદયસૂરિ મ. સા.ની નિશ્રામાં શ્રી વસંતભાઈ મગનલાલ દાવડા પરિવાર દ્વારા થયેલ છે.
૨૩” ઊંચી મૂળનાયક શ્રી સંભવનાથની આરસપ્રતિમા પર સં. ૨૦૩પનો લેખ છે. ડાબી બાજુ મહાવીરસ્વામી તથા જમણી બાજુ આદેશ્વર સહિત કુલ ત્રણ આરસપ્રતિમા તથા છ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org