________________
સુરતનાં જિનાલયો
ગામ - નવસારી, તાલુકો - નવસારી
૧૬. શ્રી સુમતિનાથ (ઘરદેરાસર) (સં. ૨૦૫૫) નવસારીમાં માણેકલાલ રોડ પર રિદ્ધિ સિદ્ધિ એપાર્ટમેન્ટમાં આરસનું શ્રી સુમતિનાથનું ઘુમ્મટબંધી ઘરદેરાસર આવેલું છે.
પ્રતિષ્ઠા સં. ૨૦૫૫માં જેઠ સુદ અગિયારશને દિને આ. શ્રી હેમપ્રભસૂરિ મ. સારની નિશ્રામાં થયેલ છે. જિનાલયમાં એક શિલાલેખ છે જે નીચે મુજબ છે :
| ‘શ્રી સંપ્રતિ મહારાજાના કાળનું શ્રી સુમતિનાથજીનું પ્રાચીન બિબ શ્રી કડવા ગચ્છ જૈન સંઘ રાધનપુર (બનાસકાંઠા) તરફથી પ્રાપ્ત થયેલ છે. પૂ. આ. ભ. શ્રીમદ્ નીતિસૂરિ મ. સા.ના સમુદાયના પૂ. આ. ભ. શ્રીમદ્ હેમપ્રભસૂરીશ્વરજી મ. સા. આદિ પરિવાર
પ્રતિષ્ઠા દિન : સં. ૨૦૫૫ જેઠ સુદ ૧૧ તા. ૨૪-૬-૯૯ ગુરુવાર ૯" ઊંચી મૂળનાયક શ્રી સુમતિનાથની એક પ્રાચીન આરસપ્રતિમા તથા બે ધાતુપ્રતિમા છે.
વહીવટ શ્રી સુમતિનાથ જૈન મિત્રમંડળના ટ્રસ્ટીઓ – શ્રી હસમુખભાઈ શાહ, શ્રી નીતિનભાઈ શાહ, શ્રી મિલનભાઈ શાહ તથા શ્રી અનિલભાઈ જયંતિલાલ શાહ દ્વારા થાય છે.
ગામ - નવસારી, તાલુકો - નવસારી
૧૭. શ્રી આદેશ્વર (સં. ૨૦૨૩) નવસારીમાં શાંતાદેવી રોડ પર કે. જી હૉસ્પિટલ સામે જૈન વિદ્યાલય છે. અહીં શ્રી આદેશ્વરનું શિખરબંધી જિનાલય આવેલું છે.
સ્થાનિક માહિતી પ્રમાણે શ્રી છોટાલાલ જગજીવનદાસ, શ્રી ચુનીલાલ જગજીવનદાસ તથા શ્રી બાબુલાલ જગજીવનદાસે સં૨૦૦૫માં મહા વદ દશમને તા. ૨૨-૨-૪૯માં આ ભૂમિ અર્પણ કરેલ. અહીં શા. દેવચંદ મોતીચંદ તથા શાનટવરલાલ ફૂલચંદ જૈન વિદ્યાર્થીગૃહ બંધાવવામાં આવ્યું. હાલ આ બોર્ડિંગ બંધ છે.
પૂર્વે બોર્ડિંગમાં ઘરદેરાસર સ્વરૂપે ત્રણ પ્રતિમા હતી. સં. ૨૦૨૩માં શિખરબંધી જિનાલય બાંધવામાં આવ્યું. આ વિસ્તારમાં જૈનોની સંખ્યા વધતાં સં. ૨૦૪૪માં વિશાળ રંગમંડપવાળું ભવ્ય શિખરબંધી જિનાલય શ્રી જૈન સહાયક મંડળ તથા શ્રી સંઘના સહયોગથી નિર્માણ થયું. મધુમતી, મોટા બજારમાં ખોદકામ કરતાં મળી આવેલ પ્રતિમાઓ પૈકીની કેટલીક પ્રતિમા અહીં પ્રતિષ્ઠિત કરેલ છે. પ્રતિષ્ઠા આ. શ્રી સુબોધસાગરસૂરિ મ. સા.ની નિશ્રામાં મહા વદ એકમને દિને થયેલ છે.
રંગમંડપમાં ગિરનાર, નવપદજી, સમેતશિખર તથા અષ્ટાપદના પટ છે. ગૌતમસ્વામી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org