________________
૨૬૦
સુરતનાં જિનાલયો
શાહ તથા શ્રી રણજીતભાઈ ટી. શાહ હસ્તક છે.
ટૂંકમાં આ જિનાલય ઘણું પ્રાચીન છે.
ગામ - નવસારી, તાલુકો - નવસારી
૧૧. શ્રી શ્રેયાંસનાથ (ઘરદેરાસર) (સં. ૨૦૫૨) નવસારીમાં વૈધ મહોલ્લામાં, કન્યાશાળા નં. ૧ની પાછળ, અંકિતા એપાર્ટમેન્ટમાં ૩૦૧ નંબરમાં શ્રી લલિતભાઈ સ્વરૂપચંદ શાહ પરિવારનું શ્રી શ્રેયાંસનાથનું ઘરદેરાસર આવેલું છે.
પ્રતિષ્ઠા સં. ૨૦૫રમાં કારતક વદ બીજને તા. ૯-૧૧-૯૫ને ગુરુવારના રોજ સવારે ૮૪૫ કલાકે પં. શ્રી ચંદ્રશેખરવિજયજી મ. સા.ની નિશ્રામાં શ્રી લલિતભાઈ સ્વરૂપચંદ શાહ દ્વારા થયેલ છે. ૯" ઊંચી મૂળનાયક શ્રી શ્રેયાંસનાથની પ્રતિમા સહિત કુલ બે ધાતુપ્રતિમા છે.
ગામ - નવસારી, તાલુકો - નવસારી
૧૨. શ્રી વાસુપૂજ્ય સ્વામી (સં. ૨૦૩૯) નવસારીમાં છાપરા રોડ પર આવેલ અલકા સોસાયટીમાં સંગમ એપાર્ટમેન્ટમાં સ્વ. લીલાવતીબહેન પોપટલાલ કોઠારી પરિવારનું શ્રી વાસુપૂજયસ્વામીનું ઘેરદેરાસર આવેલું છે.
પ્રતિષ્ઠા સં૨૦૩૯માં વૈશાખ વદ અગિયારશને દિને આ. શ્રી પ્રબોધચંદ્રસૂરિ મ. સા.ની નિશ્રામાં થઈ છે. જિનાલયનું નિર્માણ લીલાવતીબહેન પોપટલાલ કોઠારીએ કર્યું છે.
૨૧” ઊંચી મૂળનાયક શ્રી વાસુપૂજયસ્વામીની આરસપ્રતિમાની ડાબી બાજુ મહાવીરસ્વામી તથા જમણી બાજુ પાર્શ્વનાથની પ્રતિમા બિરાજે છે. કુલ ત્રણ આરસપ્રતિમા તથા બે ધાતુપ્રતિમા છે. શત્રુંજય તથા નવપદજીનો પટ છે.
વૈશાખ વદ અગિયારશની વર્ષગાંઠને દિને સ્વ. લીલાવતીબહેન પોપટલાલ કોઠારી પરિવાર દ્વારા ધજા ચડે છે.
ગામ - નવસારી, તાલુકો - નવસારી
૧૩. શ્રી સીમંધરસ્વામી (ઘરદેરાસર) (સં. ૨૦૪૩) નવસારી, સયાજી રોડ પર ગોલવાડ ગેટ પાસે, રણછોડજી મહોલ્લા સામે “કાંતિકુંજમાં શ્રી કાંતિલાલ લલ્લુભાઈ શાહ પરિવારનું શ્રી સીમંધરસ્વામીનું ઘરદેરાસર આવેલું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org