________________
સુરતનાં જિનાલયો
૨૫૭.
શ્રી જયંતિભાઈ હેમચંદ જોગાણી તથા શ્રી ધીરુભાઈ હઠીચંદ શાહ હસ્તક છે.
જિનાલયની સામે હીરાભાઈ કચરાભાઈ શ્રાવક ઉપાશ્રય તથા ભુદરમલ નાગરદાસ દોશી શ્રાવિકા ઉપાશ્રય છે. સ્વ. કુસુમ પુષ્પા જૈન પાઠશાળા છે જેમાં ૧૦૦ બાળકો ધાર્મિક અભ્યાસ કરે છે.
ગામ - નવસારી, તાલુકો - નવસારી
૧૦. શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ (પ્રાચીન) નવસારીમાં મધુમતી વિસ્તારમાં આરસ તથા સાદા પથ્થરનું બનેલું શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું શિખરબંધી જિનાલય આવેલું છે. જિનાલયના કંપાઉંડમાં બે માળનો શ્રાવક-શ્રાવિકાનો ઉપાશ્રય છે તથા શેઠ નગીનદાસ જીવણચંદ જૈન પાઠશાળા છે જ્યાં ૨૫૦ બાળકો ધાર્મિક શિક્ષણ લે છે. અહીં જ્ઞાનભંડારમાં ૩૦૦૦ પ્રિન્ટેડ પુસ્તકો તથા ૭૫૦ હસ્તપ્રતો છે. આયંબિલશાળા તથા ભોજનશાળા છે.
સં. ૧૯૮૮ના મહા સુદ છઠને શુક્રવાર તા. ૧૨-૨-૩૨ના ૧૨ : ૩૯ મિનિટે શ્રી સંઘ તરફથી શ્રી મોહનલાલજી મહારાજની નિશ્રામાં જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે.
જિનાલયમાં પાવાપુરી, ચંપાપુરી, સમેતશિખર, મહાવીરસ્વામીનો ઉપસર્ગ, સિદ્ધગિરિ, ચંદનબાળાનો પ્રસંગ, તારંગા, કેસરિયાજી, મહાવીર સ્વામી જન્મોત્સવ, દીક્ષા મહોત્સવ, આબુ, ગિરનાર, અચલગઢ, અષ્ટાપદ, કેસરિયાજી, ચૌદ સ્વો, નંદીશ્વર દ્વીપ, નવપદજી, તારંગા, સમવસરણ આદિ પટ-પ્રસંગોનું ચિત્રકામ તથા કાચકામ છે. ઘુમ્મટમાં પાર્શ્વનાથ ચ્યવન કલ્યાણક, જન્મ કલ્યાણક, મોક્ષ કલ્યાણક તથા દીક્ષા કલ્યાણક તથા પાર્શ્વનાથના દસ ભવોનું કાચકામ છે. રંગમંડપ હાંડી ઝુમ્મરોથી શોભે છે. યક્ષ-યક્ષિણી, નાકોડા ભૈરવ, ચક્રેશ્વરીદેવી તથા પદ્માવતીદેવીની મૂર્તિઓ છે. શ્રી કુમુદચંદ્રસૂરિ મ. સા.ની આરસની ગુરુમૂર્તિ છે.
૨૧” ઊંચી મૂળનાયક શ્રી ચિંતામણિ પાર્શ્વનાથની નયનરમ્ય પ્રતિમા છે. અહીં કુલ સોળ આરસપ્રતિમા છે તથા પચીસ ધાતુપ્રતિમા પૈકી એક ચૌમુખી છે.
ઉપરના માળે ૨૧” ઊંચી મૂળનાયક શ્રી ગોડી પાર્શ્વનાથની આરસપ્રતિમા છે. કુલ સોળ આરસપ્રતિમા છે. મૂળનાયકની જમણી બાજુ શ્રી નેમિનાથની પ્રતિમા પર ફણા છે. સુધર્માસ્વામી તથા ગૌતમસ્વામીની આરસમૂર્તિઓ છે. આરસનાં પગલાંની એક જોડ છે. ડાબી બાજુ એક દેવકુલિકામાં મધ્યે આદેશ્વર, શીતલનાથ, શાંતિનાથ તથા સુપાર્શ્વનાથની આરસની ચૌમુખજી પ્રતિમા બિરાજે છે. દરેક પ્રતિમા ૧૧” ઊંચી છે. જમણી બાજુ અન્ય એક દેવકુલિકામાં ૨૧” ઊંચી શ્રી આદેશ્વરની પ્રતિમા મધ્યે બિરાજે છે. અહીં કુલ ત્રણ આરસપ્રતિમા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org