________________
સુરતનાં જિનાલયો
૨૫૩
૩૧” ઊંચી મૂળનાયક શ્રી શાંતિનાથની પ્રતિમા પર સં. ૨૦૪૩નો લેખ છે. કુલ દસ આરસપ્રતિમા તથા ચોર્યાસી ધાતુપ્રતિમા છે. ગૌતમસ્વામીની આરસમૂર્તિ છે. ચક્રેશ્વરીદેવી તથા પદ્માવતીદેવીની આરસમૂર્તિઓના ગોખ છે.
ભોંયરામાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથની પ્રતિમા મૂળનાયક તરીકે બિરાજે છે. કુલ છ આરસપ્રતિમા છે. ઉપરાંત પદ્મનાભસ્વામી તથા સીમંધરસ્વામીની આરસપ્રતિમા છે.
જિનાલયમાં કુલ સોળ આરસપ્રતિમા છે. મહા સુદ ચોથના દિને મણીબહેન ત્રિકમલાલ મહમા પરિવાર દ્વારા કાયમી ધજા ચડે છે. વહીવટ વર્ધમાન જૈન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ – શ્રી હિંમતભાઈ રૂગનાથજી બેડાવાળા, શ્રી મનુભાઈ ત્રિકમલાલ મહેતા, શ્રી અતુલભાઈ હસમુખલાલ શાહ, શ્રી અશોકભાઈ હસમુખલાલ શાહ, શ્રી રસિકભાઈ મગનલાલ શાહ, શ્રી મહેન્દ્રભાઈ દેવચંદ શાહ તથા શ્રી ચંદ્રકાન્તભાઈ જીવતલાલ દલાલ હસ્તક છે.
ટૂંકમાં જિનાલય સં ૨૦૪૩ના સમયનું છે.
ગામ
ગણેશ સીસોદરા, તાલુકો - નવસારી
નવસારી રેલવે સ્ટેશનથી ૮ કિ મી દૂર, નવસારી ગ્રીડ હાઈવે નં. ૮, મુંબઈઅમદાવાદ અડીને ગણેશ સીસોદરા ગામ આવેલું છે. નવસારીથી અહીં આવવા સીટી બસની સગવડ છે. ગામમાં ૩૫ જૈન કુટુંબો વસે છે. છેલ્લાં ૫૦ વર્ષમાં પાંચ વ્યક્તિઓએ દીક્ષા લીધેલ છે. અહીં શ્રી કુંથુનાથનું શિખરબંધી જિનાલય તથા શ્રી ખૂમચંદ ગુલાબચંદ શાહ પરિવારનું શ્રી પાર્શ્વનાથનું ઘરદેરાસર – એમ બે જિનાલયો આવેલાં છે. શ્રી કુંથુનાથના જિનાલયની પાછળ બે માળનો વ્હાલાજી દલાજી શાહ ઉપાશ્રય તથા નયન તારા આરાધના ભવન – એમ બે ઉપાશ્રય છે. પૂર્વે અહીં જ્ઞાનભંડાર હતો જે તપોવન સંસ્કાર ધામ, ધારાગીરીમાં આપી દીધો છે. અહીં પાઠશાળા ચાલે છે જેમાં ૪૫ બાળકો ધાર્મિક અભ્યાસ કરે છે.
-
Jain Education International
ગામ - ગણેશ સીસોદરા, તાલુકો - નવસારી
૫. શ્રી કુંથુનાથ (સં. ૧૯૯૩)
ગણેશ સીસોદરા ગામ મધ્યે બસ સ્ટેન્ડ સામે, ગણેશવડમાં આરસ તથા સાદા પથ્થરનું બનેલું શ્રી કુંથુનાથનું શિખરબંધી જિનાલય આવેલું છે.
પુનઃ પ્રતિષ્ઠા સં. ૨૦૦૮માં મહા સુદ છઠના દિને શ્રી લાવણ્યસૂરિની નિશ્રામાં થયેલ છે.
રંગમંડપમાં દીવાલો કચ્છ, ભદ્રેશ્વર, રાણકપુર, ગિરનાર, પાવાપુરી, આબુ, અચલગઢ, કલીકુંડ પાર્શ્વનાથ, અષ્ટાપદ, નવપદજી, ચંપાનગરીમાં શ્રીપાલરાજાનો પ્રવેશ, અજિતસેનની ધર્મદેશના, સમેતશિખર, કેસરિયાજી, નંદીશ્વર દ્વીપ, સમવસરણ, શત્રુંજય, શંખેશ્વર, નેમનાથની જાન વગેરે કાચકામયુક્ત પટ-પ્રસંગોથી ખચિત છે. ઘુમ્મટમાં આદેશ્વરના ૧૩ ભવ તથા
For Personal & Private Use Only
www.jainelibrary.org