________________
૨૫૨
સુરતનાં જિનાલયો ફળિયામાં શ્રી શીતલનાથનું શિખરબંધી જિનાલય આવેલું છે. અહીં જ શ્રાવક-શ્રાવિકાનો બે માળનો ઉપાશ્રય છે.
સ્થાનિક માહિતી પ્રમાણે પૂર્વે અહીં શ્રી શાંતિનાથનું ઘરદેરાસર હતું. શિખરબંધી જિનાલયનું નિર્માણ થતાં સં. ૨૦૩૨માં આ શ્રી કુમુદચંદ્રસૂરિની નિશ્રામાં પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. હાલ મૂળનાયક શ્રી શીતલનાથ છે.
૧૭” ઊંચી મૂળનાયક શ્રી શીતલનાથની પ્રતિમાની ડાબી બાજુ વાસુપૂજ્ય સ્વામી તથા મહાવીરસ્વામી અને જમણી બાજુ આદેશ્વર તથા શંખેશ્વર પાર્શ્વનાથ – એમ કુલ પાંચ આરસપ્રતિમા તથા પાંચ ધાતુપ્રતિમા છે. શત્રુંજયનો પટ છે.
ઐતિહાસિક સંદર્ભ સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં નવસારીથી ૧૧ માઈલ દૂર સાતમ ગામમાં ૧૦૦ જૈન કુટુંબો હોવાની તથા શાંતિનાથનું ઘરદેરાસર હોવાની નોંધ છે. ઘરદેરાસરમાં માત્ર એક ધાતુપ્રતિમા હતી. સં૧૯૮૦માં શ્રી સંઘે ઘરદેરાસર બંધાવ્યું હતું. શાંતિનાથની પ્રતિમા પર સં ૧૮૩૩નો લેખ હતો. વહીવટ શ્રી ખીમચંદ ભીલાજી હસ્તક હતો અને જિનાલયની સ્થિતિ સારી હતી. હાલ અહીં શીતલનાથની આરસપ્રતિમા મૂળનાયક તરીકે બિરાજે છે.
આ જિનાલયની વર્ષગાંઠ – મહા વદ એકમના દિને જમણવાર થાય છે અને ધજાનો ચડાવો બોલાય છે. વહીવટ શ્રી જૈન શ્વે, મૂક સંઘના ટ્રસ્ટીઓ – શ્રી મનસુખલાલ પાનાચંદ શાહ તથા શ્રી મહેન્દ્રભાઈ છગનલાલ રામાજી શાહ હસ્તક છે.
ટૂંકમાં શીતલનાથના જિનાલયનો સમય સં. ૨૦૩૨નો છે.
તપોવન સંસ્કાર ધામ
૪. શ્રી શાંતિનાથ (સં. ૨૦૪૩) નવસારી જિલ્લામાં કબીલપોર પાસે ધારાગીરી ગામ છે. અહીં તપોવન સંસ્કારધામમાં શ્રી શાંતિનાથનું ત્રણ શિખરવાળું ભોંયરાયુક્ત જિનાલય આવેલું છે.
આશરે ૫૫ એકર જમીનમાં તપોવનની નિશાળ છે. ૨૫૦ બાળકો માટેની બોર્ડિંગ છે. અહીં રહીને બાળકો અભ્યાસ કરે છે. ધર્મશાળા, પાઠશાળા, ઉપાશ્રય, ફૂલવાડી, યોગસાધના સ્વાધ્યાય કુટિર, ભોજનશાળા, વ્યાખ્યાન હોલ, લાઇબ્રેરી તથા ગૌશાળા છે. જ્ઞાનભંડારમાં ૫૦,૦૦૦ પ્રિન્ટેડ પુસ્તકો છે.
તપોવનની સ્થાપના સં૨૦૩૯માં જેઠ વદ પને ગુરુવારે થયેલ છે. જિનાલયની પ્રતિષ્ઠા સં. ૨૦૪૩માં મહા સુદ ચોથને દિને આ. શ્રી ભુવનભાનુસૂરિની નિશ્રામાં થયેલ છે. જિનાલય પાસે માણિભદ્રવીરની દેરી છે.
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org