________________
સુરતનાં જિનાલયો
૨૪૫
આ ઘરદેરાસરનો સમય સં. ૧૯૯૫ આસપાસનો છે.
ગામ - મોટામિયા માંગરોલ, તાલુકો - માંગરોલ
૪૫. શ્રી શાંતિનાથ (સં. ૧૯૭૮ આસપાસ) મોટામિયા માંગરોલ ગામમાં મેઇન રોડ પાસે આરસનું બનેલું શ્રી શાંતિનાથનું ધાબાબંધી જિનાલય આવેલું છે. નીચે ઉપાશ્રય અને ઉપરના માળે આ જિનાલય છે.
ઉપાશ્રયમાં જ પાઠશાળા ચાલે છે. ગામનાં લોકો રોજીરોટી માટે સુરત શહેર તરફ સ્થળાંતર કરે છે માટે પૂજા કરનારની સંખ્યા ઓછી છે. સ્થિતિ જીર્ણ છે.
જિનાલયમાં શત્રુંજય, આબુ, સમેતશિખર, ગિરનાર તથા નવપદજીના ચિત્રિત કરેલા પટ છે. ભોમતીમાં ૨૪ તીર્થકરોની મંગલમૂર્તિઓ છે.
એક ગર્ભદ્વાર છે. આજુબાજુ બારી છે. ૧૩” ઊંચી મૂળનાયક શ્રી શાંતિનાથેની પ્રતિમા પર લેપ કરેલ છે. કુલ ત્રણ આરસપ્રતિમા તથા ત્રણ ધાતુપ્રતિમા છે. મૂળનાયક સપરિવાર રજતછત્રીમાં બિરાજે છે. તેમની પાછળની દીવાલે મીના જડતર કારીગરી સુંદર છે. અહીં મુનિ શ્રી નરેન્દ્રવિજયજી મ. સા.ની પાદુકા છે.
સ્થાનિક માહિતી પ્રમાણે સં. ૧૯૮૧માં પં. હિંમતવિજયગણિની નિશ્રામાં જિનાલયની પ્રતિષ્ઠા થયેલ છે.
ઐતિહાસિક સંદર્ભ સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં મોટામીયા માંગરોળ ગામમાં શાંતિનાથના આ જિનાલયનો ઉલ્લેખ ધાબાબંધી જિનાલય તરીકે થયો છે. તે સમયે કુલ ત્રણ આરસપ્રતિમા તથા ત્રણ ધાતુપ્રતિમા હતી. સં૧૯૭૮માં સંઘ દ્વારા જિનાલય બંધાયું હતું. વહીવટ શેઠ ખુશાલચંદ ઓપાજી હસ્તક હતો. જિનાલયની સ્થિતિ સારી હતી. ગામમાં એક ઉપાશ્રય તથા એક ધર્મશાળા હતી.
જેઠ સુદ ત્રીજની વર્ષગાંઠના દિવસે જમણવાર થાય છે. શામોહનલાલ લાલચંદ પરિવાર દ્વારા કાયમી ધજા ચડે છે. શ્રી શ્વેમૂપૂજૈન સંઘ-માંગરોલના ટ્રસ્ટીઓ – શ્રી મોહનલાલ ચુનીલાલ શાહ, શ્રી મોહનલાલ લાલચંદ શાહ તથા શ્રી પ્રવીણચંદ્ર અમરચંદ શાહ વહીવટ કરે છે. શત્રુંજયનો કાપડનો પટ દેવ-દિવાળીએ દર્શનાર્થે મુકાય છે.
આ જિનાલયનો સમય સં૧૯૭૮ આસપાસનો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org