________________
૨૪૨
ગામ - બુહારી, તાલુકો - વાલોડ ૪૦. શ્રી શાંતિનાથ (ઘરદેરાસર) (સં. ૨૦૪૦)
ગામ બુહારીમાં વાણિયાવાડમાં શ્રી દીપકભાઈ બાલુભાઈ શાહ પરિવારનું ઘરદેરાસર આવેલું છે. ૧૩” ઊંચી મૂળનાયક શ્રી શાંતિનાથની ધાતુપ્રતિમા છે.
પ્રતિષ્ઠા સં ૨૦૪૦માં કારતક વદ ૧૧ના રોજ શ્રી નિરંજનાશ્રીજી મ સા, શ્રી દિવ્યદયાશ્રીજી મ. સા. તથા શ્રી અમિતજ્ઞાશ્રીજી મ૰ સા.ની નિશ્રામાં થયેલ છે. ધાતુપ્રતિમા એક છે.
ગામ - ઝંખવાવ, તાલુકો - માંગરોલ ૪૧. શ્રી મહાવીરસ્વામી (સં. ૨૦૫૦)
સુરતનાં જિનાલયો
માંગરોલ તાલુકાથી ૨૦ કિમી.ના અંતરે આવેલ ઝંખવાવ ગામ સુરત જિલ્લાની હદનું છેલ્લું ગામ છે. મુખ્યત્વે આદિવાસી વસ્તી ધરાવતાં આ નાના ગામમાં શ્વેતાંબર, દિગંબર, સ્થાનકવાસી, તેરાપંથી બધાં હળીમળીને રહે છે. કુલ બાર જૈન કુટુંબો છે.
મુખ્ય બજારમાં આરસ તથા પથ્થરનું બનેલું શ્રી મહાવીરસ્વામીનું શિખરબંધી જિનાલય આવેલું છે. પૂર્વે ઘરદેરાસર હતું. પ્રતિષ્ઠા સં ૨૦૫૦માં વૈશાખ સુદ પના રોજ શ્રી ફૂલચંદ્ર
વિજયજીની નિશ્રામાં થયેલ છે.
કંપાઉંડમાં ડાબી બાજુ બે માળનો શ્રાવક-શ્રાવિકાનો ઉપાશ્રય છે. ત્યાં પાઠશાળા ચાલે છે. રંગમંડપમાં જમણી બાજુ ગૌતમસ્વામી તથા ડાબી બાજુ માણિભદ્રવીરનો ગોખ છે. ગભારાને ફરતે પ્રદક્ષિણા થઈ શકે તેવી રચના છે.
૨૧' ઊંચી મૂળનાયક શ્રી મહાવીરસ્વામીની પ્રતિમા પર સં ૨૦૫૦ વૈશાખ સુદ ૫ને તા. ૧૬-૫-૯૬ સોમવારના રોજ પ્રતિષ્ઠા થયાનો લેખ છે. કુલ ત્રણ આરસપ્રતિમા તથા બે ધાતુપ્રતિમા છે.
વર્ષગાંઠના દિવસે જમણવાર થાય છે. પરસનબહેન છતુલાલ શાહ પરિવાર દ્વારા કાયમી ધજા ચડે છે. વહીવટ જૈન સંઘ-ઝંખવાવના ટ્રસ્ટીઓ – શ્રી પ્રવીણચંદ્ર છતુલાલ શાહ, શ્રી પૂનમચંદ શાહ તથા શ્રી પારસમલ અમરચંદ શાહ હસ્તક છે.
Jain Education International
ગામ - વાંકલ, તાલુકો - માંગરોલ
૪૨. શ્રી ચંદ્રપ્રભુસ્વામી (સં. ૨૦૨૮)
"
સુરત જિલ્લાનું વાંકલ ગામ સુરત શહેરથી ૬૫ કિ. મી.ના અંતરે તથા માંગરોલથી ૧૧ કિમીના અંતરે આવેલું છે. સયાજીરાવ ગાયકવાડના વખતનું આ રજવાડી સ્ટેટનું ગામ છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org