________________
૨૨૮
સુરતનાં જિનાલયો સમયે વિશાળ સમુદાય સાથે અત્રે પધારેલ, તેઓશ્રીની નિશ્રામાં શ્રી શાંતિનાથના ગૃહજિનાલયની ચલ પ્રતિષ્ઠા કરેલ. તે સમયે ત્રણ ધાતુપ્રતિમા પધરાવેલ તથા નૂતન જિનાલયની ખનનવિધિ, શિલાન્યાસ વિધિ પણ કરવામાં આવેલ.
આરસના બનેલા શિખરબંધી જિનાલયના નિર્માણનું કાર્ય પૂર્ણ થતાં સં. ૨૦૫રના જેઠ સુદ બારશના રોજ આ. શ્રી પ્રદ્યુમ્નસૂરિ મસા.ની નિશ્રામાં પ્રતિષ્ઠા થયેલ છે. શ્રી શાંતિનાથના ઘરદેરાસરની ત્રણેય ધાતુપ્રતિમા અત્રે નૂતન જિનાલયમાં પ્રતિષ્ઠિત કરેલ છે.
પ્રવેશદ્વારે દ્વારપાલ તથા કમાનો પર નારીશિલ્પો છે. રંગમંડપમાં પ્રવેશતાં જમણી બાજુ ગૌતમસ્વામી તથા ડાબી બાજુ પદ્માવતીદેવીનો ગોખ છે. સમેતશિખર, શત્રુંજયના આરસમાં ઉપસાવી રંગકામ કરેલા પટ છે. માણિભદ્રવીરનો ગોખ છે. ગર્ભદ્વાર પાસે સામ-સામે ગોખમાં કુમારયક્ષ તથા ચંદ્રાયક્ષિણીનો ગોખ છે. ગભારાને ફરતે પ્રદક્ષિણા થઈ શકે તેવી રચના છે.
મૂળનાયક શ્રી વાસુપૂજ્ય સ્વામીની ૨૧” ઊંચી પ્રતિમા પર સં. ૨૦૫રનો લેખ છે. કુલ ત્રણ આરસપ્રતિમા તથા ત્રણ ધાતુપતિમા છે.
આજે જેઠ સુદ બારશની વર્ષગાંઠના દિવસે જમણવાર થાય છે. શાહ કાંતિલાલ ભીખાભાઈ પરિવાર દ્વારા કાયમી ધજા ચડે છે. વહીવટ શ્રી શ્વેમૂ. પૂ. જૈન સંઘ-અનાવલના ટ્રસ્ટીઓ – શ્રી કેસરીચંદ લલ્લુભાઈ શાહ, શ્રી દીલીપભાઈ કાંતિલાલ શાહ તથા શ્રી રસિકલાલ કાંતિલાલ શાહ હસ્તક છે.
ઐતિહાસિક સંદર્ભ સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં બિલીમોરા સ્ટેશનથી ૭ માઈલના અંતરે આવેલ અનાવડ ગામમાં શ્રી પાર્શ્વનાથના શિખર વિનાના જિનાલયમાં ત્રણ આરસપ્રતિમા હોવાની નોંધ છે. તે સમયે જિનાલયની સ્થિતિ જીર્ણ હતી.
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં અનાવલ ગામમાં કોઈ જિનાલયનો ઉલ્લેખ નથી.
અનાવલ નગરનો સંક્ષિપ્ત પરિચય નામની પત્રિકા અનાવલ ગામના જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘના ટ્રસ્ટ તરફથી પ્રસિદ્ધ કરવામાં આવી છે. તેમાં પ્રમુખ તરીકે કાંતિલાલ ભીખાભાઈ શાહનો ઉલ્લેખ છે. આ પત્રિકામાં નીચે મુજબની નોંધ છે :
આજથી આશરે ૨૦૦ વર્ષ પૂર્વે અનાવલ ગામે શિખરબંધી જિનાલય હતું. જે વખતે આજુબાજુના ગામો કોસ, ધોલીકુવા, ખરોલી, કુકેરી વિ.માં જૈનોની વસ્તીનું પ્રમાણ વધુ હતું. પરંતુ સંજોગોના વહેણથી તેમાં કાળક્રમે ઘટાડો થતો રહ્યો જેને લીધે જિનાલયની અપૂરતી દેખભાળ થઈ હોવાને કારણે ભગવાનની પ્રતિમા અત્રેથી સ્થળાંતર થયેલ હોય એનાં પ્રમાણો આજે પણ અસ્તિત્ત્વ ધરાવે છે. જિનાલયની મૂળ જગ્યા આજે સરકારી દફતરે “વાણિયા લોકોનું મંદિર' એવી નોંધ સાથે થયેલ છે. જિનાલયનું ક્ષેત્રફળ પણ તેમાં વિદિત છે. જીર્ણ જિનલાય આજે પણ કાળની કરામત સામે ટકી રહ્યું છે. જેમાં જૈન દેરાસરની પ્રાચીન સ્થાપત્યના નમૂનારૂપ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org