________________
સુરતનાં જિનાલયો
હાલ ગામમાં તળાવળિયામાં શ્રી ઈશ્વરભાઈ નાથુભાઈ શાહ પરિવારનું શ્રી કુંથુનાથનું ઘરદેરાસર આવેલું છે. ઉપરના માળે ઘરદેરાસર અને નીચે ઉપાશ્રય છે.
૨૨૬
મૂળનાયક શ્રી કુંથુનાથની ધાતુપ્રતિમા ૯” ઊંચાઈ ધરાવે છે. કુલ છ ધાતુપ્રતિમા છે. સ્થાનિક માહિતી પ્રમાણે પ્રતિષ્ઠા સં ૧૯૯૧માં શ્રી વિનયચંદ્રવિજય તથા શ્રી પાર્શ્વચંદ્રવિજયની નિશ્રામાં થયેલ છે.
ઐતિહાસિક સંદર્ભ
સં ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં બારડોલીથી ૬ માઈલ દૂર આવેલ વાંકાનેર ગામમાં જૈન મહોલ્લામાં શ્રી પાર્શ્વનાથનું ઘરદેરાસર વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે. તે સમયે ઘરદેરાસર બીજે માળ હતું. કુલ પાંચ ધાતુપ્રતિમા હતી. વહીવટ શેઠ ગાંડાભાઈ તલકચંદ હસ્તક હતો. સ્થિતિ સાધારણ હતી. ગામમાં ૧૦૦ જૈન કુટુંબોની વસ્તી હતી અને ઉપાશ્રય હતો. આ ઘરદેરાસરનો સમય સં. ૧૯૯૧નો છે.
ગામ - કરચેલીયા, તાલુકો - મહુવા ૨૭. શ્રી સંભવનાથ (સં. ૧૯૬૩ પૂર્વે)
મહુવા તાલુકાથી ૭ કિ. મી.ના અંતરે આવેલા કરચેલીયા ગામમાં હાલ ૫૦ જૈન કુટુંબો વસે છે. છેલ્લાં ૫૦ વર્ષ દરમ્યાન ચાર શ્રાવક તથા બે શ્રાવિકાઓએ દીક્ષા લીધેલ. શ્રાવકશ્રાવિકાના એકેક ઉપાશ્રય છે જે પૈકી શ્રાવિકાના ઉપાશ્રયમાંનું કામ ચાલે છે. ઉપાશ્રયમાં જ પાઠશાળા ચાલે છે. એક મંગલભવન (આયંબિલશાળા) તથા જ્ઞાનભંડાર છે.
વાણિયાવાડમાં આરસ તથા સાદા પથ્થરનું બનેલું શ્રી સંભવનાથનું શિખરબંધી જિનાલય આવેલું છે. સં. ૧૯૮૫માં મહા સુદ ૧૩ના રોજ શ્રી વલ્લભવિજયજી મ. સાની નિશ્રામાં પુનઃ પ્રતિષ્ઠા થયેલ છે.
કંપાઉંડમાં જમણી બાજુ માણિભદ્રવીરની દેરી છે. બાજુમાં ગુરુમંદિર છે. તેમાં શ્રી આત્માનંદવિજયજીના શિષ્ય શ્રી વલ્લભવિજયજી મ. સાની ગુરુમૂર્તિ બિરાજિત છે. પ્રતિષ્ઠા સં ૨૦૨૩માં જેઠ સુદ ત્રીજ તા. ૧૧-૬-૧૯૬૭ના રોજ થયેલ છે. પાસે પૂજારીનું ઘર, વાડી છે.
કૂવો તથા
રંગમંડપમાં ઘુમ્મટમાં ૨૪ તીર્થંકર, શાસનદેવી, યક્ષ-યક્ષિણી, નવગ્રહ તથા ચૌદ સ્વપ્નોનું ચિત્રકામ તથા મીનાકારીગરીનું કામ સુંદર છે. દીવાલો નંદીશ્વરદ્વીપ, આબુ, પાવાપુરી, અષ્ટાપદ, ગિરનાર, સમેતશિખર, કેસરિયાજી, શત્રુંજય, નવપદજી તથા તારંગાજી જેવા પટથી શોભે છે. સ્થંભો ૫૨ અષ્ટમંગલ તથા શિલ્પો છે. ગૌતમસ્વામીની આરસમૂર્તિ તથા શ્રી આત્માનંદસૂરીશ્વર મ૰ સાની આરસની ગુરુમૂર્તિના ગોખ ઉપરાંત ત્રિમુખયક્ષ તથા દુરિતાદેવી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org