________________
સુરતનાં જિનાલયો કલ્યાણસાગરને આચાર્યપદવી, સં. ૧૭૯૭માં ઉદયસાગરસૂરિને ગચ્છનાયકપદ, સં. ૧૮૨૩માં શ્રી ઉદયસાગરસૂરિના પટ્ટધર પુણ્યસાગરસૂરિને આચાર્ય તથા ગચ્છશપદ, સં૧૮૫૬માં શ્રી જિનહર્ષને સૂરિપદ તથા સં. ૧૯૭૪માં શ્રી આનંદસાગરસૂરિને આચાર્યપદ અર્પવામાં આવ્યું. ત્યારબાદ પણ આચાર્યપદના ઉત્સવો સુરતમાં થતા જ રહ્યા છે.
જૈન શાસનના મુખ્ય કેન્દ્ર સમાન સુરત અને રાજનગર વચ્ચે એક અનેરો સંબંધ પણ જોવા મળે છે. રાજનગરના નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીએ સરસપુરમાં સં. ૧૬૮૨માં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું જિનાલય બંધાવ્યું તે સમયે અંજનશલાકા થયેલી પ્રતિમાઓ સુરતનાં જિનાલયોમાં પણ બિરાજમાન છે. ઉદાહરણ તરીકે શાંતિનાથ (વખારનો ખાંચો, ગોપીપુરા) તથા અનંતનાથ (નેમુભાઈની વાડી, ગોપીપુરા)ની પ્રતિમા. તે જ પ્રમાણે સં. ૧૯૦૩માં રાજનગરના શ્રી હઠીસિંહના જિનાલયની પ્રતિષ્ઠા થઈ તે સમયે અંજનશલાકા થયેલ પ્રતિમાઓ સુરતમાં – મનમોહન પાર્શ્વનાથ (હાથીવાળા દેરાસરની ગલી, સુભાષચોક), શાંતિનાથ(લક્ષ્મીબાઈના મનમોહન પાર્શ્વનાથના જિનાલયમાં ઉપરના માળે, હાથીવાળા દેરાસરની ગલી, સુભાષચોક), કલ્યાણ પાર્શ્વનાથ (કબૂતરખાના, વડાચૌટા), પોસાયા પાર્શ્વનાથ (શીતલનાથના જિનાલયમાં ઉપરના માળે, પ્રેમચંદ રાયચંદની ધર્મશાળા પાસે, સુભાષચોક) પણ બિરાજમાન છે. આમ, રાજનગર અને સુરતની નગરશેઠ પરંપરા વચ્ચેનો સંબંધ દીર્ઘકાળ સુધી જળવાઈ રહ્યો છે.
ગોપીપુરામાં ઓસવાલ મહોલ્લા મધ્યે શ્રી ઉમરવાડી પાર્શ્વનાથનું જિનાલય આવેલું છે. આ જિનાલયનો ઉલ્લેખ ચારસો વર્ષ પૂર્વે મળે છે. સં. ૧૬પ૬માં શ્રી નયસુંદરકૃત શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ છંદમાં ઉમરવાડી પાર્શ્વનાથના આ જિનાલયના નામનો ઉલ્લેખ છે.
ગોપીપુરામાં શ્રી ધર્મનાથ તથા શ્રી સૂરજમંડન પાર્શ્વનાથનું શિખરબંધી સંયુક્ત જિનાલય આવેલું છે. ધર્મનાથની પ્રતિષ્ઠા અકબર બાદશાહના સમયમાં સં. ૧૬૬૪માં તથા સૂરજમંડન પાર્શ્વનાથની પ્રતિષ્ઠા સલીમ બાદશાહના વખતમાં સં. ૧૬૮૭માં થઈ હતી.
શાહપુર વિસ્તારમાં આવેલું શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું જિનાલય સં. ૧૬૮૯ પૂર્વેના સમયનું છે. આ જિનાલય સુરતનાં જિનાલયોમાં મુખ્ય છે. કાષ્ટકોતરણીના ઉત્તમ નમૂનારૂપ આ જિનાલય સુરતમાં પ્રથમ ક્રમે આવે છે.
સૈયદપુરા વિસ્તારમાં શ્રાવકશેરી મધ્યે શ્રી ચંદ્રપ્રભુસ્વામીનું ભોંયરાયુક્ત જિનાલય છે. ભોંયરામાં શ્રી અરનાથ છે, કાષ્ઠના ભવ્ય નંદીશ્વર દ્વીપની રચના હોવાથી નંદીશ્વર દ્વીપના જિનાલય તરીકે પ્રચલિત છે. અહીં ઊંચું, કાષ્ઠનું સમવસરણ છે. સંવત્સરીના દિવસે અહીં મેરુ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org