________________
સુરતનાં જિનાલયો
ગણાવેલ છે. એટલું જ નહિ પરંતુ તે દરેક દેરાસર કયા કયા પરામાં આવેલ છે, દરેક પરામાં કેટલાં નાનાં ઘરદેરાસરો છે તે, દરેક દેરાસરમાં કેટલી આરસની અને ધાતુની મૂર્તિઓ છે વગેરે ગણનાપૂર્વક જણાવેલ છે.
સં. ૧૮૭૭માં દીપવિજયકૃત સુરત કી ગઝલમાં સુરતમાં ૪૨ જિનાલયો વિદ્યમાન હોવાની નોંધ છે. સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં સુરતમાં ૪૪ જિનાલયો તથા સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં ૭૪ જિનાલયો હોવાનો નિર્દેશ છે. આજે સુરતમાં ૧૩૬ જિનાલયો વિદ્યમાન છે
- સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં સુરતમાં ઘરદેરાસરોની સંખ્યા ૨૭ હતી, સં. ૧૯૮૯માં સુરત ચૈત્યપરિપાટીમાં જણાવ્યા મુજબ સુરતમાં ૨૪ ઘરદેરાસરો હતાં. આજે સુરતમાં ૪૦ ઘરદેરાસરો વિદ્યમાન છે.
સુરતના શ્રેષ્ઠીઓએ શત્રુંજય, સમેતશિખર તથા અન્ય વિવિધ તીર્થોના સંઘો કાઢી જૈન શાસનની પ્રભાવનામાં અનેકગણો વધારો કર્યો છે. સં. ૧૭૬૯માં સુરતમાંથી પ્રથમ સંઘ કાઢનાર પરીખ પ્રેમજી સવજી હતા, તે સંઘના તત્કાલીન રચાયેલા શલોકાનાં વર્ણનો પરથી જણાય છે કે તેને ઘણી મુશ્કેલીઓ પડી હતી, છતાં તે દૂર કરી શત્રુંજયની યાત્રાનો સંઘ કાઢી શક્યો હતો પણ ગિરનારની યાત્રા કરવા ધારી હતી તે કરવા અશક્ત બન્યો હતો. ત્યારબાદ સં૧૭૮૮ (૯૪?) દરમ્યાન સંઘવી કચરા કીકા પટણીએ અધ્યાત્મયોગી શ્રી દેવચંદ્રજી મહારાજના ઉપદેશથી સમેતશિખર મહાતીર્થની યાત્રાસંઘ કાઢ્યો હતો. સં. ૧૭૯૮માં શ્રી ઉદયસાગરસૂરિની નિશ્રામાં ખુશાલશાહે શત્રુંજયનો સંઘ કાઢ્યો. મંત્રી ગોડીદાસ, બંધુ જીવણદાસ, ધર્મચંદ શાહ વગેરે શ્રાવક-શ્રાવિકા સંઘમાં જોડાયા હતા. સં. ૧૮૦૪માં સંઘપતિ કચરા તથા રૂપચંદ શેઠનો શ્રી સિદ્ધાચલનો છ'રી પાળતો સંઘ સુરત ડુમસ)થી નીકળી ભાવનગર દરિયાઈ માર્ગે આવ્યો હતો. સં. ૧૮૨૧માં સંઘવી કચરા કીકાના પુત્ર સંય તારાચંદનો સંઘ માગશર વદ બીજના દિને નીકળ્યો હતો. આ સંઘે વિવિધ જૈન તીર્થો અને મોટા નગરોની યાત્રા કરી હતી. સં. ૧૮૪૦ આસપાસ પ્રેમચંદ લવજી મોદી સિદ્ધાચલજીનો સંઘ કાઢી સંઘપતિ થયા હતા. સં. ૧૮૬૨માં સુરતના શેઠ ડાહ્યાભાઈ નવલખાએ મારવાડનો સંઘ કાઢઢ્યો હતો ત્યારે સંઘ સહિત મારવાડમાં ગોડી પાર્શ્વનાથને ભેટ્યા હતા. ત્યારબાદ સં. ૧૯૪પમાં શેઠ ધરમચંદ ઉદયચંદ તરફથી શ્રી સિદ્ધાચલનો છરી પાળતો સંઘ તથા શ્રી કેસરિયાજીનો પગ રસ્તે સંઘ શ્રી મોહનલાલજી મહારાજની સાથે નીકળ્યો હતો. સં. ૧૯૬૪માં શેઠ અભેચંદ સરૂપચંદે શ્રી આનંદસાગરસૂરિ મ. સા.ની નિશ્રામાં અંતરીક્ષજીનો સંઘ કાઢ્યો અને સં. ૧૯૭૬માં શેઠ જીવણચંદ નવલચંદે શ્રીમદ્ સાગરાનંદસૂરિની નિશ્રામાં સિદ્ધાચલજીનો સંઘ કાઢ્યો હતો. આ પરંપરા આજ દિન પર્યંત ચાલુ જ રહી છે.
' સુરતમાં આચાર્યપદવીના ઉત્સવો પણ અનેક થયા છે. સં૧૭૬૩માં ખરતરગચ્છના શ્રી જિનચંદ્રસૂરિ(સાતમા)ના પટ્ટધર જિનસૌખ્યસૂરિને સૂરિપદ, સં. ૧૭૮૮(૯૪?)માં શ્રી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org