SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ સુરતનાં જિનાલયો ૧૭૩ ઘરદેરાસર આવેલું છે. ગૃહમંદિર નાનું, સુંદર છે. મકરાણાથી લાવેલ શ્રી સિદ્ધચક્ર મહામંત્રનો આરસનો પટ છે. આજુબાજુ ઘુમ્મટ અને મધ્યે શિખરની રચનાવાળી આરસની છત્રીમાં સિંહાસન પર મૂળનાયક શ્રી શીતલનાથની ૭” ઊંચી સપરિકર ધાતુપ્રતિમા બિરાજે છે. અન્ય એક ધાતુપ્રતિમા છે. ગૌતમસ્વામીની નાની આરસમૂર્તિ છે. મૂળનાયક શ્રી શીતલનાથની પ્રતિમા રાધનપુરની કડવામતીની શેરીના જિનાલયમાંથી લાવીને અત્રે પ્રતિષ્ઠિત કરેલ છે. તેના પર ‘સં. ૧૭૬૯ ......... રાધનપુર નગરે ........ જ્ઞાનવિમલસૂરિ ......... મુજબનું લખાણ વાંચી શકાય છે. આ ઘરદેરાસરની પ્રતિષ્ઠા સં. ૨૦૫૨માં જેઠ સુદ ૧૨ ગુરુવારના દિને શ્રી અશોકસાગર મહારાજની (હાલ આચાર્ય) નિશ્રામાં શ્રી પપ્પભાઈ (પ્રવીણભાઈ) મહાસુખલાલ વડેચા તથા તેમના ધર્મપત્ની શ્રીમતી દીપ્તીબહેન પ્રવીણભાઈ વડેચા દ્વારા કરવામાં આવી છે. ગેલેક્ષી એપાર્ટમેન્ટ, ઘોડદોડ રોડ • ૫. મહાવીર સ્વામી (સં. ૨૦૧૩) ઘોડદોડ રોડ પર આવેલ ઇન્ડોર સ્ટેડિયમની સામે ગેલેક્ષી એપાર્ટમેન્ટની ગગનચુંબી ઇમારતોની વચ્ચે આરસનું બનેલું શ્રી મહાવીરસ્વામીનું ધાબાબંધી નૂતન જિનાલય આવેલું છે. સં. ૨૦૧૪માં પ્રકટ થયેલ સુરત તીર્થ વંદુ કર જોડમાં આ જિનાલય વિશે નીચે મુજબની નોંધ છે : ‘૨000 વર્ષ પ્રાચીન સંપ્રતિકાલીન શ્રી મહાવીરસ્વામીજી આદિ ત્રણ જિનબિંબો તથા સિદ્ધાયિકામાતાની મૂર્તિ શ્રી શંખેશ્વર તીર્થથી ૨૫ કિ. મી. દૂર આવેલા કુંવર ગામમાંથી શ્રી સંઘના સૌભાગ્યથી મળ્યા છે.” - એક પ્રવેશદ્વાર છે. તેની બારસાખની ઉપરની દીવાલે દેવી, હાથીનાં શિલ્પો તથા કોતરણીયુક્ત કમાનો છે. બન્ને બાજુ ઘુમ્મટયુક્ત ઝરૂખાવાળી બારીઓ છે. તેની નીચેની દીવાલે હાથીનાં નાનાં શિલ્પો ઉપસાવેલાં છે. મધ્યમ કદનો, સાદો રંગમંડપ છે. સિદ્ધાયિકાદેવીનો ગોખ છે. જિનાલયમાં એક લેખ છે જે નીચે મુજબ છે : ' અખંડ ભારત વર્ષે પ્રજાસત્તાક ગણતંત્રે ગુજરાત દેશે સુરત નગરે શ્રી વીરશાસન મળે ૭૩મી શ્રી સુધર્માસ્વામીજીની અવિચ્છન પાટપરંપરામાં સૂર્યસમાન તેજસ્વી કેસરી વિજયાનંદસૂરીશ્વરના શિષ્ય વાદવિજેતા શ્રી કમલપ્રભસૂરીશ્વરજી મ. સા.ના પટ્ટધર લબ્ધિસૂરીશ્વર મસા.ના શિષ્યરત્ન ગીતાર્થશિરોમણિ વિક્રમસૂરીશ્વરજીના શિષ્યરત્ન આગમજ્ઞાતા જિનભદ્રસૂરીશ્વર મઠના ત્થા અમારા ઉપકારી આભ. શ્રી યશોવર્મસૂરીશ્વરજી પુનિત પ્રભાવક નિશ્રામાં કુંવર ગામથી પ્રાપ્ત અતિવ સુંદર સમ્રાટ સંપ્રતિકાલીન ૨000 વર્ષ પ્રાચીન મૂળનાયક શ્રી મહાવીરસ્વામી ભગવંત તથા ચંદ્રપ્રભુ, ધર્મનાથ પ્રભુ જિનબિંબોની તથા પ્રાચીન સિદ્ધાયિકામાતા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005594
Book TitleSuratna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2001
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy