________________
સુરતનાં જિનાલયો
૧૩૯
પાર્શ્વનાથની આરસપ્રતિમાની મહોત્સવપૂર્વક પ્રતિષ્ઠા કરી ટ્રસ્ટ બનાવી વહીવટ ટ્રસ્ટીઓને સોંપ્યો હતો.
સં. ૨૦૨૩માં જમનાદાસ લાલભાઈ ટ્રસ્ટના ટ્રસ્ટીઓની દેખરેખ હેઠળ ગભારાના જીર્ણોદ્ધારનું કાર્ય કરવામાં આવ્યું હતું. જિનાલય જીર્ણ થવાથી મૂળ ગભારા સિવાય જિનાલયનો જીર્ણોદ્ધારનું કાર્ય કરવાની જરૂર પડતાં હાલ પથ્થર તથા આરસનું નવું જિનાલય બાંધવાનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે.
૧૩" ઊંચી મૂળનાયક શ્રી કલ્યાણ પાર્શ્વનાથની કથ્થાઈ રંગની આરસપ્રતિમા પર સં. ૧૯૦૩નો લેખ છે. કુલ સોળ આરસપ્રતિમા, એક સ્ફટિકપ્રતિમા, ગૌતમસ્વામીની એક રજતપ્રતિમા છે તથા પંચાવન ધાતુપ્રતિમા પૈકી તેર રજતપ્રતિમા છે. યક્ષ-યક્ષિણીની મૂર્તિઓ છે.
ઐતિહાસિક સંદર્ભ સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં વડાચૌટામાં આવેલ આ જિનાલયનો ઉલ્લેખ ધાબાબંધી જિનાલય તરીકે થયેલો છે. કુલ પાંચ આરસપ્રતિમા તથા પંદર ધાતુપ્રતિમા હતી. જિનાલયની સ્થિતિ સારી હતી. સં૧૯૩૯માં શેઠ જમનાદાસ લાલભાઈ દ્વારા જિનાલય બંધાવ્યાની નોંધ છે.
સં. ૧૯૬૮માં તીર્થગાઇડ(ભાગ-૧)માં કબૂતરખાના વિસ્તારમાં તથા સં. ૧૯૮૪માં સુરતની જૈન ડિરેક્ટરીમાં વડાચૌટામાં આ જિનાલયનો ઉલ્લેખ છે.
સં. ૧૯૮૯માં સુરત ચૈત્યપરિપાટીમાં વડાચૌટા, કબૂતરખાના પાસે આવેલ આ - જિનાલયની પુન:પ્રતિષ્ઠા અમીચંદ ખૂબચંદ દ્વારા સં. ૧૯૭૫માં શ્રી રતનવિજયજી મ. સા.ની નિશ્રામાં થઈ હોવાની નોંધ છે. ઉપરાંત કાંકરિયાનું જિનાલય અહીં લાવવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ છે. તથા બોધલશાવાળા બોધલદાસ વીરદાસના વારસ મગનભાઈ કસ્તુરચંદનું ઘરદેરાસર સં. ૧૯૭૫ના વૈશાખ સુદ ૬ને સોમવારે અહીં પધરાવ્યાની નોંધ છે.
- સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલયનો ઉલ્લેખ ધાબાબંધી જિનાલય તરીકે થયેલો છે. કુલ બાર આરસપ્રતિમા, ઓગણચાળીસ ધાતુપ્રતિમા અને ત્રણ રજતચોવીસી પટ હતા. વહીવટ શ્રી ડાહ્યાભાઈ મોતીચંદ માડવાવાળા હસ્તક હતો. જિનાલયની સ્થિતિ સારી હતી. ઉપરાંત સં૧૯૪૧માં શેઠ જમનાદાસ લાલભાઈએ જિનાલય બંધાવ્યું હોવાની નોંધ છે.
" સં. ૨૦૨૩માં સુરતનાં જિનાલયોની સવિસ્તાર યાદીમાં આ જિનાલયના મૂળનાયક પર સં. ૧૯૦૩ ફાગણ સુદ ૩ ગુરુવાર” – મુજબનો લેખ હોવાની તથા જીર્ણોદ્ધાર સં૧૯૪૧માં થયો હોવાની નોંધ છે. જિનાલય બંધાવનારના નામ તરીકે તથા વહીવટદાર તરીકે શેઠ જમનાદાસ લાલભાઈનો ઉલ્લેખ છે.
આજે જિનાલયનો વહીવટ શ્રી નવીનચંદ મોતીચંદ શાહ, શ્રી ચંદ્રકાન્તભાઈ ખૂબચંદ કાપડિયા, શ્રી પ્રવીણભાઈ સુંદરલાલ ઝવેરી તથા શ્રી વિનયભાઈ માણેકચંદ કાપડિયા હસ્તક છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org