SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ સુરતનાં જિનાલયો ૧૧૯ સંવત યુગ મુનિમુનિ વિધુ વર્ષ નામથી રે સૂરતિ બિંદર પાસ રે, સૈદપૂર બંદિર તિલકને સારિખું રે, તિહાં રહી ચોમાસ રે. ધન ૧૦ વિમલ શાંતિ જિન ચરણ સેવા સુપસાયથી રે, સંપૂરણ એ કીધ રે, આજે નવાપુરા વિસ્તારમાં શાંતિનાથનું જિનાલય વિદ્યમાન છે. સંભવ છે કે ઉપર્યુક્ત શાંતિનાથ તે આ જ હોય ! સં. ૧૭૯૩માં લાધાશાહકૃત સુરત ચૈત્યપરિપાટીમાં સુરત શહેરના જિનાલયોના વર્ણન પછી પૂરાની યાત્રા કરતાં કવિ સૈયદપુરમાં એક દેરાસર હોવાની નોંધ કરે છે : સૈયદપુરાને દેહરે ભ૦ હિદરપુરામાહે જે; ભ. એકાદસ દેરાસરે ભ૦ જિનપ્રતિમા ગુણ ગેહ. ભ. ૧૦ ઉપર્યુક્ત પંક્તિમાં તીર્થંકર નામ દર્શાવેલ નથી. સં. ૧૭૯૯માં ઉત્તમવિજયકૃત જિનવિજય નિર્વાણરાસમાં સઈદપુરામાં નંદીશ્વર જિનાલયમાં અઠ્ઠાઈ મહાત્સવ થયો હોવાની નોંધ નીચેની પંક્તિઓમાં મળે છે. સઈદપુર માંહે દિન કેતા, રાખે સંઘ સુજાણજી નંદીશ્વર અટ્ટાઇ મહોત્સવ, કીધો બહુ મંડાણજી સં. ૧૮૨૮માં પદ્મવિજયકૃત ઉત્તમવિજય નિર્વાણરાસમાં નંદીશ્વરદ્વીપના જિનાલયમાં મહોત્સવ થયાની નોંધ છે : નંદીશ્વર દ્વીપે થયો મહોત્સવ તિણે સમે, કહે ભટ્ટારક તુમ્હો, આદેશ કોણે ગમે. સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં સૈયદપુરા વિસ્તારમાં ૧. ચંદ્રપ્રભુ અને ૨. ગોડી પાર્શ્વનાથ – એમ કુલ બે જિનાલયો વિદ્યમાન હોવાની નોંધ છે. બન્ને જિનાલયોનો ઉલ્લેખ ધાબાબંધી જિનાલય તરીકે થયો છે. ચંદ્રપ્રભુના જિનાલયમાં કુલ એકવીસ આરસપ્રતિમા, એકસો પચીસ ધાતુપ્રતિમા તથા એક રત્નપ્રતિમા હતી. જિનાલયની સ્થિતિ સારી હતી. ગોડી પાર્શ્વનાથના જિનાલયમાં કુલ પાંચ આરસપ્રતિમા તથા ચાર ધાતુપ્રતિમા હતી. જિનાલયની સ્થિતિ જીર્ણ હતી. સં. ૧૯૬૮માં તીર્થગાઈડ(ભાગ-૧)માં સુરતનાં જિનાલયોની યાદીમાં આ જિનાલયનો ઉલ્લેખ શ્રાવકપોળ વિસ્તારમાં થયો છે. તથા આજે શાહપોર વિસ્તારમાં વિદ્યમાન ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ સૈયદપુરામાં થયો છે. સં. ૧૯૮૪માં સુરતની જૈન ડિરેક્ટરીમાં સુરતનાં જિનાલયોની યાદીમાં સૈયદપરામાં ચંદ્રપ્રભુનું જિનાલય હોવાની નોંધ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005594
Book TitleSuratna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2001
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy