________________
ખંભાતનાં જિનાલયો
૭૯
વાસુપૂજયસ્વામીના જિનાલયને ધાબાબંધી દર્શાવવામાં આવ્યું છે. તે સમયે જિનાલયમાં પાષાણની ત્રીસ પ્રતિમાજીઓ વિદ્યમાન હતી અને જિનાલયના મકાનની સ્થિતિ સારી દર્શાવવામાં આવી હતી.
સં. ૧૯૦૦માં નાળિયેર પાડાના વાસુપૂજ્યના દેહરાનાં ઉલ્લેખ પછી જીરાળાપાડાનાં જિનાલયોની વિગતો આપવામાં આવેલી છે. સં. ૧૯૬૩માં પણ નાગરવાડાના વાસુપૂજયસ્વામીના જિનાલય પછી જીરાળાપાડાનાં જિનાલયોની વિગતો આપવામાં આવી છે.
સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં નાગરવાડામાં વાસુપૂજયસ્વામીના જિનાલયનો ઉલ્લેખ થયેલો છે. તે સમયે પાષાણની અઠ્ઠાવીસ પ્રતિમાજીઓ આ જિનાલયમાં વિદ્યમાન હતી. પૃ. ૪૩ ઉપર આ જિનાલયની નીચે મુજબ નોંધ મળે છે :
‘નાગરવાડાના મોટા લતામાં એ એક જ દહેરું હોવાથી એની ઉજળામણ ઊડીને આંખે વળગે તેવી છે. ત્યાં બહારના તાકામાં સ્ફટિક-રજતના નાનાં બિંબો છે. વળી દીવાલ પર નવગ્રહના ચિત્રો છે. ખડકીવાળાઓની દેખરેખ સંબંધી ગોઠવણ સારી છે અને જેનું અનુકરણ બીજા લતાવાળાઓએ કરવા જેવું છે. વહીવટ ઘીયા ઠાકરશી છોટાલાલ કરે છે. કેસર તેમજ વસ્ત્ર-પરિધાન માટે અલગ ઓરડી છે. આ લતામાં દહેરાં નજીક જૈનોની જ વસ્તી છે. બાજુમાં ગુલાબવિજયજીના ઉપાશ્રય તરીકે ઓળખાતા મોટા ઉપાશ્રયનું દ્વાર પડે છે.'
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં નાગરવાડામાં આવેલા વાસુપૂજ્ય સ્વામીના જિનાલયનો ઉલ્લેખ ધાબાબંધી તરીકે થયેલો છે. તે સમયે પાષાણની બત્રીસ પ્રતિમાજીઓ આ જિનાલયમાં બિરાજમાન હતી અને વહીવટ શ્રી ભીખાભાઈ કસ્તુરચંદ ગાંધી હસ્તક હતો. હાલ જિનાલયનો વહીવટ શ્રી જખુભાઈ સુંદરલાલ મીઠાવાલા, શ્રી દિનેશભાઈ સંદરલાલ ઝવેરી, શ્રી રમેશભાઈ જશુભાઈ સાડીવાલા તથા શ્રી ઇન્દ્રવદનભાઈ કાંતિલાલ શાહ કરે છે જેઓ સૌ નાગરવાડામાં જ રહે છે.
જિનાલય આરસ તથા કાષ્ઠનું બનેલું છે. રંગમંડપમાં પ્રવેશતાં સન્મુખ મૂળનાયક શ્રી વાસુપૂજય સ્વામીની પ્રતિમાજીના દર્શન થાય છે. અહીં પ્રસંગો તથા પટની સુંદર રચના જોવા મળે છે. અહીં વનમાળા તથા રાજાનો પ્રસંગ, મહાવીર સ્વામીના કાનમાં ખીલા ઠોકવા તથા કાઢવાનો પ્રસંગ, ચંડકૌશીયનાગના ડંસનો પ્રસંગ, શૂલપાણી યક્ષનો ઉપસર્ગ, સંગમદેવે કરેલો ઉપસર્ગ, સાગર દત્ત અને જનધર્મ શેઠના પ્રસંગો, શ્રીપાલ રાજા-મણા સુંદરીને પૂર્વ ભવ સંભળાવતા અજિતસેનમુનિનો પ્રસંગ, શ્રીકાંતરાજાનો પ્રસંગ, ત્રિશલા માતાને આવેલા ચૌદ સ્વપ્નો – જેવા અનેક પ્રસંગોનું ચિત્રકામ થયું છે. તથા કેટલાક પથ્થર પર ઉપસાવેલ છે. આ ઉપરાંત કદમ્બગીરી, કુંડલપુર, સિદ્ધાચલ, મક્ષીતીર્થ, ભોંયણી, સિદ્ધચક્ર મહામંત્ર વગેરેના સુંદર પટ છે. અહીં દીવાલો પર ફરતે નૃત્ય કરતાં નરનારીઓનું ચિત્રકામ છે. છત ઉપર પણ સુંદર ચિત્રાંકન છે.
જિનાલયમાં ડાબી બાજુ કેસરસુખડની ઓરડી છે. તેના ગભારામાં પાષાણની એકત્રીસ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org