________________
ખંભાતનાં જિનાલયો
નાગરવાડો
વાસુપૂજ્ય સ્વામી (સં. ૧૯૦૦ પહેલાં) નાગરવાડા વિસ્તારમાં શ્રી વાસુપૂજ્ય સ્વામીનું ઘુમ્મટબંધી જિનાલય આવેલું છે.
મૂળનાયક શ્રી વાસુપૂજ્ય સ્વામીની પ્રતિમા અષ્ટપ્રતિહાર્ય પરિકરયુક્ત છે. પરિકરમાં બે ધાતુની પ્રતિમા છે. મૂળનાયક પ્રતિમા પર ‘સં. ૧૫૨૦.... જેઠ સુદી ૧૦.... મુજબનું લખાણ વંચાય છે :
સં. ૧૭૦૧માં મતિસાગર રચિત ખંભાછતિ તીર્થમાલામાં નાગરવાડા નામના વિસ્તારમાં શ્રી ગૌતમસ્વામી બિરાજમાન હોવાનો ઉલ્લેખ છે જે નીચે મુજબની પંક્તિઓમાં પ્રાપ્ત થાય છે ?
સહસદ્ધ પોલિ આદીશર પાંસઠ જિન શ્રીકાર રે
નાગરવાડઈ ગૌતમસ્વામી વાંદી નગર મઝારિ રે ૨૫ જિ. આજે ખંભાતમાં ચોકસીની પોળ-મહાલક્ષ્મીની પોળમાં શ્રી મહાલક્ષ્મી માતાના મંદિરની બાજુમાં શ્રી મહાવીર સ્વામી-શ્રી ગોતમસ્વામીનું જિનાલય આવેલું છે. બંને મૂળનાયક તરીકે બિરાજમાન છે. ચોકસીની પોળનો વિસ્તાર નાગરવાડા સમીપ જ છે. સંભવ છે કે સં. ૧૭૦૧માં નાગરવાડા વિસ્તારમાં દર્શાવવામાં આવેલા શ્રી ગૌતમસ્વામી અને આજે ચોકસીની પોળમહાલક્ષ્મીની પોળમાંના મહાવીર સ્વામી ગૌતમસ્વામીના જિનાલયમાં બિરાજમાન ગૌતમસ્વામી એક જ હોવાનો સંભવ છે. જો કે આ અંગે વધુ સંશોધન કરવાની જરૂર છે અને વધુ આધારભૂત પુરાવાઓની જરૂર છે.
સંક- ૧૯૦૦ ખંભાતનાં જિનાલયોની સૂચિમાં નાગરવાડા વિસ્તારને નાળિયેર પાડો તરીકે દર્શાવવામાં આવ્યો છે. આ વિસ્તારમાં વાસુપૂજ્ય સ્વામીનું જિનાલય વિદ્યમાન હોવાનો ઉલ્લેખ સૌ પ્રથમ પ્રાપ્ત થાય છે.
અથ નાળિયેરે પાડે દેહરું ૧ ૨૩.શ્રી વાસુપૂજ્યનું દેરું
સં. ૧૯૪૭માં પ્રગટ થયેલ જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં આ જિનાલયનો ઉલ્લેખ નાગરવાડા વિસ્તારમાં ક્રમાંક ૫૦માં કરવામાં આવ્યો છે. આ વિસ્તારના ઉલ્લેખ પહેલાં જીરાળા પાડાના જિનાલયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને નાગરવાડા વિસ્તારના વાસુપૂજય સ્વામીના જિનાલયના ઉલ્લેખ પછી ચોકસીની પોળના જિનાલયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
નાગરવાડામાં ૫૦.વાસુપૂજ્ય સ્વામીનું સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં નાગરવાડા વિસ્તારમાં આવેલા શ્રી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org