________________
ખંભાતનાં જિનાલયો
થંભણ પ્રણમું જીરાઉલો, નારંગો ભીડભંજન શામળો;
નવપલ્લવ જગવલ્લભ દેવ, સુખસાગરની કીજે સેવ. સં. ૧૯૦૦માં મહાલક્ષ્મીની પોળમાં ત્રણ જિનાલયો વિદ્યમાન હતાં. તે પૈકી ક્રમાંક૨૦માં સુખસાગર પાર્શ્વનાથજીના આ જિનાલયનો ઉલ્લેખ થયેલો છે.
અથ માહાલક્ષ્મીની પોલ દેહરાં ૩ વિગત૨૦.શ્રી સુખસાગર પાર્શ્વનાથનું દેહરું ૨૧.શ્રી મહાવીર સ્વામી- ગૌતમ સ્વામીનું દેહરું ૨૨.શ્રી જગવલ્લભ પાર્શ્વનાથનું દેહ.
સં. ૧૯૪૭માં પ્રગટ થયેલ જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં દર્શાવવામાં આવેલાં ખંભાતનાં જિનાલયોમાં સુખસાગર પાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ ક્યાંય પણ જોવા મળતો નથી.
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં સુખસાગરના જિનાલયનો ઉલ્લેખ ક્યાંય મળતો નથી. કદાચ સરતચૂક થવાનો પણ સંભવ છે.
સં૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં સુખસાગર પાર્શ્વનાથજીનું જિનાલય ખારવાડામાં દર્શાવવામાં આવેલું છે અને તે સમયે પાષાણની દસ પ્રતિમાજીઓ બિરાજમાન હતી. પૃ૦ ૪૩ પર આ જિનાલય વિશે નીચે મુજબની નોંધ મળે છે :
. નાગરવાડામાં જવાના માર્ગે શ્રી સુખસાગર પાર્થનાથજીનું દેહરું છે. ત્યાં દર્શન કરવા. તેની દેખરેખ શા મનસુખભાઈ લાલચંદ રાખે છે.”
ટૂંકમાં સં૧૯૦૦માં સુખસાગર પાર્શ્વનાથજીનું જિનાલય મહાલક્ષ્મીની પોળમાં દર્શાવવામાં આવેલું. ત્યારબાદ સં. ૧૯૪૭માં તથા સં૧૯૬૩માં આ જિનાલયનો ઉલ્લેખ કોઈ કારણસર થયેલો નથી અને ત્યારબાદ આ જિનાલય મહાલક્ષ્મીની પોળ ચોકસીની પોળમાંથી ખસેડી લેવામાં આવ્યું છે અને ખારવાડામાં પધરાવવામાં આવેલું છે. ખારવાડામાં આ જિનાલય અમારી માન્યતા પ્રમાણે સં. ૧૯૦૦ થી સં. ૧૯૮૪ના સમયગાળા દરમ્યાન ખસેડવામાં આવ્યું હશે. જો કે આ અંગે વધુ સંશોધન કરવાની જરૂર છે.
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં ખારવાડામાં આવેલા આ સુખસાગર પાર્શ્વનાથજીના જિનાલયને ધાબાબંધી તરીકે દર્શાવવામાં આવ્યું છે. તે સમયે પાષાણની નવ પ્રતિમાજીઓ બિરાજમાન હતી. તેનો વહીવટ શેઠ અંબાલાલ બાપુલાલ હસ્તક હતો. જિનાલયમાં તે સમયે સુંદર ચિત્રકામનો પણ ઉલ્લેખ થયેલો છે. આજે આ જિનાલયનો વહીવટ શ્રી કેશવલાલ તારાચંદ કરે છે જેઓ ખારવાડામાં જ રહે છે.
જિનાલય બહારથી ઘણું જ સુંદર લાગે છે. જિનાલયમાં પ્રવેશતાં જ સન્મુખ શ્રી સુખસાગર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org