________________
ખંભાતનાં જિનાલયો
સં. ૧૮૧૧માં નેમવિજયે ‘થંભણા પારસનાથ, શેરીષા પારસનાથ તથા શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન' રચ્યું છે.
૬૮
સં. ૧૮૪૩માં શ્રી વિજય લક્ષ્મીસૂરિએ ‘ઉપદેશ પ્રાસાદ’ ગ્રંથમાં આ તીર્થના ઇતિહાસને આલેખ્યો છે.
સં. ૧૮૮૧માં શ્રી ‘ઉત્તમ વિજયે’ શ્રી પાર્શ્વપ્રભુના ૧૦૮ નામના છંદમાં આ તીર્થનો પણ નામનિર્દેશ કરેલો છે.
તદુપરાંત શ્રી સ્તંભન પાર્શ્વનાથના અનેક સ્તવનો ઉપલબ્ધ થાય છે.
સં. ૧૭૦૧માં મતિ સાગર રચિત ખંભાઇતિ તીર્થમાલા'નો પ્રારંભ થંભણ પાર્શ્વનાથના જિનાલયથી થાય છે.
‘‘શ્રી સદ્ગુરૂ ચરણે નમી સરસતિ કરીય પ્રણામ ખંભાઇતિની હું કહું તીરથમાલ અભિરામ ૧ ॥
પાટિક જીરાઉલઈ થંભણું ભેટિ ભલઈ પંચ્યાસીય મૂરતિ પ્રણમશું એ
સં. ૧૯૦૦માં સ્તંભતીર્થનાં જિનાલયોની સૂચિમાં સૌ પ્રથમ ક્રમમાં સ્થંભણ પાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ થયો છે અને તે સમયે આ જિનાલય ખારવાવાડામાં વિદ્યમાન હતું. ખારવાવાડામાં આ જિનાલયનો ઉલ્લેખ સૌ પ્રથમવાર અહીં મળે છે. તે અગાઉ આ જિનાલયનો ઉલ્લેખ ઉપર જણાવ્યા મુજબ જીરાઉલાની પોળમાં મળે છે. આ ઉલ્લેખ નીચે મુજબ છે-:
પ્રથમ ખારવાવાડામાં દેહરાં ૧૨ તેહની વિગત
૧. શ્રી સ્થંભણ પાર્શ્વનાથનું દેહરું
૨. શ્રી સીમંધર સ્વામીનું દેરું
૧૨. શ્રી મુનિસુવ્રતસ્વામીનું દેરું
સં. ૧૯૪૭માં પ્રગટ થયેલ જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં ખંભાતનાં જિનાલયોની નોંધ કરવામાં આવી છે જેની શરૂઆત ખારવાડાના વિસ્તારથી થાય છે.
ખારવાડામાં
૧. શ્રી સ્થંભન પાર્શ્વનાથજીનું
Jain Education International
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં સ્થંભન પાર્શ્વનાથજીના જિનાલયનો ઉલ્લેખ ખારવાડામાં ધાબાબંધી જિનાલય તરીકે થયેલો છે. તે સમયે જિનાલયમાં પાષાણની આઠ
For Personal & Private Use Only
www.jainelibrary.org