________________
ખંભાતનાં જિનાલયો
યોગીએ કપટપૂર્વક આ પ્રતિમાનું હરણ કર્યું. શ્રી પાદલિપ્તસૂરિના શિષ્ય બનેલા આ નાગાર્જુને આ પ્રતિમાના પ્રભાવથી કોટીવેધ રસની સિદ્ધિ કરી. વિદ્યાસિદ્ધિનું કાર્ય પૂર્ણ થતાં આ બિંબને તેણે સેઢી નદીના કિનારે ખાખરના વૃક્ષતળે જમીનમાં ભંડારી દીધી. ત્યાં પણ આ પ્રતિમાજી દેવોથી પૂજાતી હતી.
શ્રી જિનેશ્વરસૂરિના શિષ્ય શ્રી અભયદેવ મુનિ ૧૬ વર્ષની કુમારવયે સૂરિપદે પ્રતિષ્ઠિત થયા. કર્મસંયોગે આ સૂરિદેવ કુષ્ટરોગના ભોગ બન્યા. આ રોગ ધર્મનિંદાનું કારણ બનતા વ્યથિત બનેલા સૂરિદેવને શાસનદેવીએ પ્રત્યક્ષ થઈ સાંત્વન આપ્યું. સેઢી નદીના તટે ખાખરના વૃક્ષ તળે ગુપ્ત શ્રી સ્તંભન પાર્શ્વનાથના પ્રતિમાજીનો પ્રભાવ પૂર્ણ ઇતિહાસ જણાવીને દેવીએ તે પ્રતિમાજી પ્રગટ કરવા પૂ॰ સૂરિદેવને સૂચન કર્યું અને નવ અંગોની ટીકા રચવા પૂ॰ સૂરિદેવને દેવીએ વિનંતી કરી.
૬૫
દેવીસૂચિતસ્થાને સંઘ સહિત જઈને પૂ અભયદેવસૂરિ મહારાજે ૩૨ શ્લોક પ્રમાણે જયતિહુઅણુ સ્તોત્રની રચના કરીને શ્રી સ્તંભન પાર્શ્વનાથના પ્રતાપી બિંબને પ્રગટ કર્યું. આ પ્રતિમાજીના સ્નાત્ર જળથી પૂ॰ સૂરિદેવનો કુષ્ટ રોગ ક્ષણમાં નષ્ટ થયો. ધરણેન્દ્રના સૂચનથી પૂ સૂરિદેવે સ્તોત્રની છેલ્લી બે ગાથા ગોપવી દીધી. શ્રી સંઘે સેઢી નદીના તટે સ્તંભનપુરમાં નૂતન જિનાલય બંધાવીને પૂ. સૂરિદેવના પુનિત હસ્તે શ્રી સ્તંભન પાર્શ્વનાથ પ્રભુની પ્રતિષ્ઠા કરાવી. શ્રી અભયદેવસૂરિ દ્વારા શ્રી સ્તંભન પાર્શ્વનાથ પ્રભુના પ્રગટીકરણની ઘટના ૧૧મા સૈકામાં બની. પ્રતિમાના પ્રભાવથી પૂ॰ સૂરિદેવે નવ અંગોની વૃત્તિઓ રચી.”
આ પછીના ઇતિહાસની વિગતો હવે ‘શાસન સમ્રાટ’ ગ્રંથને આધારે આપવામાં આવી છે.
અલાઉદ્દીન ખીલજીએ ગુજરાત પર ચડાઈ કરી ત્યારે શ્રી સ્થંભન પાર્શ્વનાથ પ્રભુજીનું બિંબ વિ. સં. ૧૩૬૮માં સ્તંભતીર્થ(ખંભાત)માં લાવવામાં આવ્યું. ખંભાતનો સંઘ આ પ્રતિમાની ભક્તિપૂર્વક અર્ચના કરવા લાગ્યો. ત્યારબાદ વિ. સં. ૧૯૫૨માં તારાપુરના સોનીએ પ્રભુજીના નીલમના બિંબનું હરણ કર્યું. જાણ થતાં શ્રી સંઘ શોકથી ઘેરાઈ ગયો. તે અવસરે આવી પડેલા વિઘ્નના નિવારણ માટે ધર્મચુસ્ત શેઠ અમરચંદભાઈ પ્રેમચંદભાઈ તેમજ ઘણા ભાઈઓએ વિવિધ તપનો આરંભ કર્યો, તેમજ તેમના સુપુત્ર અને પ્રપૌત્ર ધર્મવીર શેઠ પોપટભાઈ તથા શેઠ પુરુષોત્તમભાઈ વગેરે ધર્મપ્રેમી ભાઈઓના સતત પ્રયાસથી સોનીને પકડવામાં આવ્યો અને તેણે નારેશ્વર તળાવ પાસેથી પ્રતિમાજી કાઢીને શ્રીસંઘને અર્પણ કર્યાં. આથી સહુ દર્શન કરી હર્ષિત થયા અને વિ સં. ૧૯૫૫માં વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબના પુનિત હસ્તે પ્રતિષ્ઠા કરાવી કૃતાર્થ થયા.
સમયના વહેણની સાથે શ્રી સ્તંભન પાર્શ્વનાથનું ખારવાડાનું મંદિર જીર્ણ થયું. ખંભાતના શ્રી સંઘે એ જ સ્થાને ત્રણ શિખરનું નવીન વિશાળમંદિર બંધાવવાનું શરૂ કર્યું અને લાખોના ખર્ચે ભવ્ય મંદિર તૈયાર થયું. હવે એક બાજુ મંદિર તૈયાર થયું અને બીજી બાજુ શ્રીસંઘે તપાગચ્છગગનાં-ગણનભોમણિ તીર્થોદ્ધારક પ્રૌઢ પ્રતાપી બાલ બ્રહ્મચારી શાસન સમ્રાટ પૂજ્યપાદ જગત્ આચાર્ય દેવ શ્રીમાન વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબને પ્રતિષ્ઠાને માટે
ખંભા ૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org