________________
६४
ખંભાતનાં જિનાલયો
પ્રતિમાનો ઉજ્જવલ ઇતિહાસ આ બંધુબેલડીને કહી સંભળાવ્યો.
ભાવવિભોર બનીને પરમાત્માને પૂજ્યા બાદ આ બન્ને બંધુ જિનાલયની બહાર નીકળ્યા. સમુદ્રજલ તંભિત થયાની તેમને વધામણી મળી. પરમાત્માના આ પ્રત્યક્ષ પ્રભાવથી ઓવારી ગયેલા રામચંદ્રજીએ “શ્રી સ્તંભન પાર્શ્વનાથ” નામથી પરમાત્માને બિરદાવ્યા, હર્ષાન્વિત બનીને સહુએ ત્યાં ભવ્ય જિનેન્દ્રભક્તિ મહોત્સવ ઊજવ્યો.
કાળની કિતાબનાં પાનાં ફરતાં ગયાં. નવમા વાસુદેવ શ્રી કૃષ્ણ મહારાજા સમુદ્રકિનારે છાવણી નાખીને રહ્યા હતા. તેમણે ત્યાં એક મનોહર જિનમંદિરમાં નીલમરત્નના અલૌકિક જિનબિંબને નિહાળ્યું. આ પ્રતિમાજી સમક્ષ ભક્તિઘેલા બનીને નૃત્ય કરતા નાગકુમાર દેવોને કૃષ્ણ મહારાજે નિહાળ્યા. પાતાલપતિ નાગરાજથી પૂજાતી આ અલૌકિક પ્રતિમાનો સમગ્ર વૃત્તાંત દેવોએ તેમને કહી સંભળાવ્યો.
આ અદ્ભુત પ્રભાવશાળી બિંબને પોતાના પાટનગર દ્વારિકામાં લઈ જવાના શ્રી કૃષ્ણવાસુદેવને મનોરથ થયા. તેની વિનંતીને માન્ય કરી નાગરાજે આ પ્રતિમાજી દ્વારિકા લઈ જવા અનુજ્ઞા આપી. દ્વારિકામાં લઈ જઈને કૃષ્ણ વાસુદેવે આ પ્રભાવક પ્રતિમાને માણેક અને સુવર્ણ જડિત જિનપ્રાસાદમાં બિરાજમાન કર્યા.
કાળક્રમે દ્વારિકા નગરી દેવી પ્રકોપનો ભોગ બની. પણ અધિષ્ઠાયક દેવની પૂર્વ સૂચનાથી એક ભક્ત શ્રાવકે આ પ્રતિમાજીને સમુદ્રમાં પધરાવ્યાં. દ્વારિકા નગરી ભયાનક દાહમાં નાશ પામી અને પ્રતિમાજી સમુદ્રમાં સુરક્ષિત રહ્યાં. સમુદ્રમાં તક્ષક નામના નાગેન્દ્ર આ પ્રતિમાજીની ૮૦,000 વર્ષ સુધી પૂજા કરી. ત્યારબાદ વરુણદેવ આ પ્રતિમાને પૂજવા લાગ્યો.
000 વર્ષ સુધી આ રીતે વરુણદેવ દ્વારા આ પ્રતિમા પૂજાયા બાદ અજબ ઘટના બની. કાંતિપુરના ધનસાર્થવાહનાં વહાણો સમુદ્રનાં ઊંડા નીરમાં તંભિત થયાં. આવી પડેલી આપત્તિમાંથી બચવાના સઘળા પ્રયત્નો નિષ્ફળ જતાં અત્યંત હતાશ બનેલો સાર્થવાહ સમુદ્રમાં પડીને આત્મહત્યા કરવા તત્પર થયો. ત્યારે એક દિવ્ય વાણીએ આ સાર્થવાહને આત્મહત્યા કરતો રોક્યો અને સમુદ્રના પેટાળમાં રહેલા શ્રી પાર્શ્વપ્રભુના બિંબના પ્રભાવથી આપત્તિનું નિવારણ થશે તેમ સૂચવ્યું. દેવતાએ નીલમરત્નના આ પ્રભાવક બિંબનો પ્રતાપી ઇતિહાસ આ સાર્થવાહને કહી સંભળાવ્યો.
દેવી સહાયથી સાર્થવાહે આ પ્રતિમાજીને સમુદ્રમાંથી બહાર આણ્યાં. કાંતિપુરીમાં આ પ્રતિમાનો ભવ્ય ઠાઠથી પ્રવેશ કરાવીને સાર્થવાહે તેને એક મનોહર જિનપ્રાસાદમાં બિરાજમાન કર્યા. આ પ્રતિમાની સાથે જ સમુદ્રમાંથી બીજા બે પ્રતિમાજી પ્રાપ્ત થયા હતાં. તેમાંના એક શ્રી પાર્શ્વપ્રભુનાં પ્રતિમાજી ચારૂપ ગામમાં અને શ્રી નેમિનાથના પ્રતિમાજી શ્રીપત્તનમાં આજે બિરાજમાન છે.
કાંતિપુરીના શ્રદ્ધાવંત શ્રાવકો આ પ્રભાવક પ્રતિમાજીને ભક્તિપૂર્વક નિત્ય પૂજતા. આ રીતે ૨000 વર્ષો પસાર થતાં વિક્રમના પહેલા સૈકામાં વિદ્યાસાધના માટે નાગાર્જુન નામના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org