________________
ખંભાતનાં જિનાલયો
ખારવાડામાં મુનિસુવ્રતસ્વામીના જિનાલયનો ઉલ્લેખ સં ૧૬૭૩માં તથા સં. ૧૭૦૧માં મળે છે. જ્યારે મૂળનાયક મુનિસુવ્રતસ્વામીની પ્રતિમા પરનો લેખ સં ૧૬૭૭નો છે. ઉપરાંત મૂળનાયકની જમણી બાજુ બિરાજમાન પ્રતિમાના લેખ પર સં૰ ૧૬૪૪ અને વિજયસેનસૂરિનું નામ સ્પષ્ટ વંચાય છે. એટલે કે, આ જિનાલય સં. ૧૬૭૩ પહેલાંનું નક્કી કરવા માટે વધુ ચકાસણીની જરૂર રહે છે.
ટૂંકમાં, આ જિનાલય સં ૧૭૦૧ પહેલાના સમયનું છે.
૬૨
ખારવાડો સ્થંભન પાર્શ્વનાથ
ખારવાડામાં અનંતનાથ અને કંસારી પાર્શ્વનાથના જિનાલયની હરોળમાં તથા સીમંધર સ્વામીના જિનાલયની સામેની બાજુએ શ્રી સ્થંભણ પાર્શ્વનાથનું શિખરબંધી જિનાલય આવેલું છે. મુખ્ય ત્રણ શિખરો અને બીજા બે નાના મળી આ જિનાલયને કુલ પાંચ શિખરો છે.
સ્થંભણ પાર્શ્વનાથના પ્રતિમાજીની પ્રાચીનતા નક્કી પણ થઈ શકતી નથી. તે અંગે અનેક ગ્રંથોમાં તેની પ્રાચીનતા અને માહાત્મ્ય વર્ણવવામાં આવેલાં છે.
કવિ ડુંગર ૧૬મા સૈકામાં ખંભાયત ચૈત્યપરિપાટીમાં અનાદિકાળની આ પ્રતિમા અંગે નીચે મુજબ પ્રશસ્તિ કરે છે :
સરસતિ સામિણિ કરઉ પસાઉ મઝ એ કરહાડે, ખંભનય૨િ જિનભવન અછઈ તિહાં ચૈત્ય પ્રવાડે,
થંભણપુરનઉ પાસ આસ ભવિયણ જિણ પૂરઈ, સેવક જન આધાર સાર, સંકટ વિ ચૂરઈ
Jain Education International
જસ લંછણિં ધરણિંદ ઈંદ પુમાવઈ સહીઅ, તિહાં મૂરતિ અનાદિ આદિ તે કુહિ ન કહીઅ.
અજીતનાથ ભગવાનના જિનાલયનો ઉલ્લેખ કરતો સં ૧૩૬૬નો લેખ આ જિનાલયમાં છે. જેનો મુખ્ય સાર એ છે કે જિનપ્રબોધસૂરિના શિષ્ય જિનચંદ્રસૂરિના ઉપદેશથી ઉકેશવંશવાળા સા૰ જેસલ નામના શ્રાવકે અજીતદેવ તીર્થંકરનું ભવ્ય મંદિર બંધાવ્યું.
સં ૧૬૭૩માં કવિ શ્રી ઋષભદાસ રચિત ત્રંબાવતી તીર્થમાળામાં સ્થંભન પાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ જીરાઉલાની પોળ વિસ્તારમાં થયેલો છે :
આએ જીરાઉલાની પોલ્યમાં, પંચ ભુવન વષાણું ।
આએ શ્રી થંભણ ચઉ થંબશું, તીહાં બઈઠા એ જાણઉં ॥ ૧૭
For Personal & Private Use Only
www.jainelibrary.org