________________
ખંભાતનાં જિનાલયો
૫૭
ભદ્રેશ્વર, નંદીશ્વરદ્વીપ, જેસલમેર, રાણકપુર, તાલધ્વજ (તળાજા) તથા હસ્તગિરિના પટ તેમજ સિદ્ધચક્ર મહામંત્ર, સકલતીર્થના ૧૦૮ મૂળનાયક ભગવાનના ચિત્રાંકનોથી દીવાલો ભરચક છે. ભોમતીની દીવાલો ઉપર પણ શ્રી પાર્શ્વનાથ ભગવાનના દસ ભવો, નાગેશ્વર પાર્શ્વનાથ, શાંતિનાથજીના ચિત્રો ઉપરાંત ૧૭૦ ભગવાનનો તથા સહગ્નકુટનો વિશાળ પટ, વીસ સ્થાનકનો પટ અને છપ્પન દિકુમારીઓના ચિત્રો ચિત્રાંકન પામ્યા છે. તદુપરાંત, શ્રી આદેશ્વર ભગવાનનું વરસીતપનું પારણું અને સતી સીતાના જીવનપ્રસંગો પણ ચિત્રિત થયા છે. પટ અને જીવનપ્રસંગોના આ બહુવિધ ચિત્રાંકનો જિનાલયની ઇંચ જેટલી જગ્યા પર કોરી રાખતા નથી. જિનાલયના દર્શન કરતી વખતે આ બધાં ચિત્રાંકનો આપણને ભક્તિ અને વૈરાગ્યના ભાવમાં લઈ જાય છે. વળી, એકસાથે અહીં જૈન કથા પ્રસંગોની વિપુલતાને ચિત્રો દ્વારા માણી શકાય છે. જૈન સંસ્કૃતિના નજારાને એક જ ઝલકમાં પામવા માટે આ જિનાલયની મુલાકાત અવશ્ય લેવી ઘટે.
ગભારામાં મૂળનાયક શ્રી કંસારી પાર્શ્વનાથજીના પ્રતિમાજીના સિંહાસનની કોતરણી કલાત્મક છે. સિંહાસનની નીચે પણ કોતરણીના ત્રણ સુંદર નમૂના છે. (જૂઓ ફોટોગ્રાફ નં. ૫, ૬, ૭) મૂળનાયક શ્રી કંસારી પાર્શ્વનાથની પ્રતિમાજી પર લેપ થયેલ છે તેથી મૂર્તિલેખ અંગેની માહિતી પ્રાપ્ત થતી નથી. અહીં પાષાણની કુલ પાંચ પ્રતિમાજીઓ છે.
ટૂંકમાં, ખારવાડાનું આ જિનાલય સં. ૧૯૦૦ પહેલાના સમયનું છે અને મૂળનાયક પ્રતિમાજી ૧૬મા સૈકાના સમયની હોવાનું ચોક્કસપણે માની શકાય. તેથી પણ વધુ પ્રાચીન સમય નક્કી કરવા માટે વધુ સંશોધનની જરૂર છે.
ખારવાડો મહાવીર સ્વામી ચોમુખજી (સં. ૧૬૫૮ આસપાસ)
ખારવાડામાં આવેલું મહાવીરસ્વામી (ચૌમુખજી)નું જિનાલય આરસપહાણનું બનેલું તથા ધાબાબંધી છે. મૂળનાયક ચૌમુખજી છે.
મૂળનાયક શ્રી મહાવીર સ્વામીની પ્રતિમા પર લેખ છે જેમાં “ઇલાહી ૪૬ સં. ૧૬૫૮ શ્રી વિજયદેવસૂરિ વાંચી શકાય છે. મૂળનાયકની ડાબી બાજુ તથા જમણી બાજુની બંને મહાવીર સ્વામીની પ્રતિમાજીઓ પરના લેખમાં “ઇલાહી ૪૮ સં ૧૬૫૯ વૈશાખ..... સોહાસિણિસુત તેજપાલ...... વિજયસેનસૂરિ વંચાય છે તથા મૂળનાયકની પાછળની મહાવીર સ્વામીની પ્રતિમાજી પરના લેખમાં “સં. ૧૬૫૮ ઈલાહી સં ૪૬ માઘ તેજપાલ ભાર્યા તેજલ દે.... વિજયદેવસૂરિ..' વાંચી શકાય છે.
સં. ૧૬૭૩ માં કવિ શ્રી ઋષભદાસ રચિત સંબાવતી તીર્થમાલામાં ખારવાડાના આ જિનાલયની નોંધ નીચે મુજબની પંક્તિઓમાં આવે છે :
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org