________________
૪૧
ખંભાતનાં જિનાલયો જિનાલયનો ઉલ્લેખ વિમલનાથજી જિનાલય તરીકે થયેલો છે. તે સમયે ચૌમુખજી હોય તો પણ ચૌમુખજી છે તેવી- વિશેષ નોંધ આપી નથી. સં૧૯૬૩માં આ જિનાલયમાં પાષાણની છવ્વીસ પ્રતિમાજીઓ બિરાજમાન હતી. સં. ૧૯૮૪માં પાષાણની દસ પ્રતિમાજીઓનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. એટલે કે આ સમય દરમ્યાન આ જિનાલયનો જીર્ણોદ્ધાર થયો હોવાનો સંભવ છે અને અગાઉ જણાવ્યું તેમ સં. ૧૯૮૪માં પહેલાં પાણી છલ્લો પાયો પૂરી પુનઃ નવીન દેવાલય તૈયાર કરાવ્યું તે વેળાએ ચોમુખજીમાં પણ ફેરફાર થયો છે. સં૧૯૯૬ માં ખંભાતનો પ્રાચીન જૈન ઈતિહાસમાં પૃ. ૨૧ ઉપર નીચે મુજબની નોંધ આ જિનાલય માટે પ્રાપ્ત થાય છે:
“આ દેહરું લાંબી ઓટીથી સહેજ આગળ જતાં રસ્તા ઉપર આવેલું છે. તે શિખરબંધી છે. પહેલાં તેમાં ચોમુખજી હતા પણ હાલ તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અહીં કેટલીક પ્રતિમાઓ ઘણી જ પ્રાચીન છે.”
સં. ૧૯૮૪માં તથા સં. ૧૯૯૬માં આ જિનાલય શિખરબંધી હોવાનો નિર્દેશ મળે છે. જ્યારે સં. ૨૦૧૦માં આ જિનાલય સામરણયુક્ત હોવાનો નિર્દેશ મળે છે. સં. ૧૯૬૩થી સં. ૧૯૮૪ દરમ્યાન આ જિનાલયનો જીર્ણોદ્ધાર થયેલો જ છે અને જિનાલય ધાબાબંધી હતું તે શિખરબંધી થયેલું છે. એટલે કે તે સમયે જ આ જિનાલય સામરણયુક્ત હશે પરંતુ સંજોગોવશાતુ તેને શિખરબંધી દર્શાવવામાં આવ્યું હોવાનો સંભવ છે. જો કે આ અંગે વધુ સંશોધન કરવાની જરૂર છે.'
ટૂંકમાં આ જિનાલય સં. ૧૬૫૬ આસપાસના સમયનું છે.
ચોકસીની પોળ - મહાલક્ષ્મીમાતાની પોળ
• મહાવીર સ્વામી (સં. ૧૯૦૦ પહેલાં) ચોકસીની પોળમાં મહાલક્ષ્મી માતાના મંદિરની બાજુમાં શ્રી મહાવીર સ્વામી- ગૌતમ સ્વામીનું આરસનું ઘુમ્મટબંધી જિનાલય આવેલું છે.
સં. ૧૯૦૦માં “ખંભાતનાં જિનાલયોની સૂચિમાં આ જિનાલયનો સૌ પ્રથમ વાર ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. તે સમયે મહાવીર સ્વામીનું જિનાલય મહાલક્ષ્મીની પોળમાં દર્શાવવામાં આવ્યું છે જેનો ઉલ્લેખ નીચે મુજબના ક્રમાંકમાં થયેલો છે :
અથ માહાલક્ષ્મીની પોલ દેહરાં ૩ વિગત ૨૦. શ્રી સુખસાગર પાર્શ્વનાથનું દેહશું. ૨૧. શ્રી મહાવીર સ્વામી-ગૌતમ સ્વામીનું દેરું. ૨૨. શ્રી જગવલ્લભ પાર્શ્વનાથનું દેહશું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org