________________
૩૮
ખંભાતનાં જિનાલયો
સં. ૧૯૬૩માં આ વિસ્તારમાં પાર્શ્વનાથ ભગવાનના એક જ જિનાલયનો ઉલ્લેખ મળે છે. એટલે કે સં૧૯૪૭ થી સં. ૧૯૬૩ના સમય ગાળા દરમ્યાન પાર્શ્વનાથના બે જિનાલયો પૈકીમાંનાં એક જિનાલયના મૂળનાયક આ જ વિસ્તારમાં આવેલા મહાવીર સ્વામીના જિનાલયમાં પધરાવવામાં આવ્યા છે. આ બાબતનો ઉલ્લેખ સં. ૧૯૮૪માં “ખંભાતનો ઇતિહાસ અને ચૈત્ય પરિપાટી’માં મહાવીર સ્વામીના જિનાલયની નોંધમાં નીચે મુજબ મળે છે :
કાર્તિકી પૂર્ણિમાએ બંધાતો શ્રી શત્રુંજયનો પટ અહીં જ રહે છે. તેમજ નવિન વર્ષમાં પ્રથમ પૂજા આ દેહરે થતી હોવાથી આ સ્થાનનું મહત્ત્વ અનેરું છે. પ્રસ્તુત દેવાલયમાં બુલાખીદાસની ખડકીમાંથી શ્રી મહાવીરસ્વામીનું અને ચોકસીની પોળમાંની “વાવ” માંથી મનમોહન પાર્શ્વનાથ તેમજ શીતલનાથના દહેરા ઉપાડી એ ત્રણેનો અહીં સમાવેશ કરવામાં આવ્યો છે.”
આજે વિદ્યમાન મનમોહન પાર્શ્વનાથના પ્રતિમાલેખ પર સં. ૧૬પદનો ઉલ્લેખ આવે છે. જયારે મહાવીર સ્વામીના જિનાલયમાં પધરાવેલ પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા પર લેખ પ્રાપ્ત થતો નથી એટલે કે આ જિનાલયનો સમય નક્કી કરવા માટે બે શક્યતાઓ વિચારી શકાય
૧. સં. ૧૯૭૩થી ઉલ્લેખ મળતાં મોહોર પાર્શ્વનાથનું જિનાલય એ જ આ મનમોહન પાર્શ્વનાથનું જિનાલય હોઈ શકે.
અથવા
૨. સં. ૧૯૭૩થી સં. ૧૯૪૭ સુધી જે મોહોર પાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ મળે છે તે પધરાવી દેવામાં આવ્યું હોય અને સં૧૯૪૭માં સૌ પ્રથમવાર મનમોહન પાર્શ્વનાથનો ઉલ્લેખ જે જિનાલય માટે મળે છે તે જ આ જિનાલય હોવાનો સંભવ છે.
તે સંજોગોમાં એવો તર્ક થઈ શકે કે સં. ૧૯૪૭માં સૌ પ્રથમ વાર ઉલ્લેખ થયેલ મનમોહન પાર્શ્વનાથના જિનાલયમાં પાર્શ્વનાથ ભગવાનની પ્રાચીન પ્રતિમા પધરાવવામાં આવી હોય કે જેના પર સં૧૬૫૬નો ઉલ્લેખ છે.
ટૂંકમાં આ જિનાલય કાં તો સં. ૧૯૭૩ પહેલાનું છે અથવા સં. ૧૯૪૭ પહેલાનું છે. આ અંગે ચોક્કસ નિર્ણય કરવા માટે વધુ સંશોધનની જરૂર છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org