________________
૩૬
ખંભાતનાં જિંનાલયો
સ્વસ્તિ શ્રી અલાઈ ૪૫ સં. ૧૬૫૬ વર્ષે વૈ સુ ૭ બુધ વ્ય, પ્રાગ્વાટ જ્ઞાતીય વુ પહિરાજ સુત વુ, રતનપાલ ભાર્યા રતનાદિ સુત વ શ્રીપાલન ભાર્યા લાલીસુત દાસ શ્રી રદાસ પ્રમુખ કુંટુંબયતન સ્વશ્રેય શ્રી પાર્શ્વ બિંબ કારિત પ્રતિષ્ઠિત વ તપાગચ્છીય શ્રી હીરવિજય(4) પટ્ટાલંકાર ભટ્ટારક શ્રી વિજયસેનસૂરીશ્વરજી”
સં. ૧૭૦૧માં મતિસાગર રચિત ખંભાાંતિ તીર્થમાલામાં ચોકસીની પોળનો વિસ્તાર લાંબીઓટિ-સુખસાગર પોલિ તરીકે પ્રચલિત હતો. તે સમયે મુહુરપાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં થયેલો છે :
લાંબી ઓટિ સુગસાગર પોલિ શાંતિ પ્રાસાદિ ત્રીજી
શીતલનાથિ એકોત્સરિ કહીઈ સાત્રીસ શ્રીમુહુરપાસજી
સં. ૧૯૦૦માં ચોકસીની પોળમાં છ જિનાલયોનો ઉલ્લેખ થયેલો છે તે પૈકી ક્રમાંક ૧૭માં શ્રી મોહરીપાર્શ્વનાથનું દેહ મુજબનો ઉલ્લેખ થયેલો છે :
૧૩. શ્રી શાંતિનાથ મેડી ઉપર
૧૭ ....
...
શ્રી મોહરી પાર્શ્વનાથનું દેરું
સં. ૧૯૪૭માં પ્રગટ થયેલ જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં ચોકસીની પોળ વિસ્તારમાં ક્રમાંક પ૬માં મનમોહન પારસનાથજીનું તથા ક્રમાંક ૬૦માં મોહોર પારસનાથજીનુંએમ બે જિનાલયોનો ઉલ્લેખ મળે છે :
ચોકસીની પોળમાં : ૫૧.જગવલ્લભ પારસનાથજીનું
, , , , , ,
, , , , , , , , , , ,
પ૬.મનમોહન પારસનાથજીનું
૬૦.મોહર પારસનાથજીનું
૬૧. શાંતિનાથજીનું
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં ચોકસીની પોળમાં પાર્શ્વનાથજીના જિનાલયનો ઉલ્લેખ ધાબાબંધી જિનાલય તરીકે થયેલો છે. તે સમયે પાષાણની સાત પ્રતિમાજીઓ વિદ્યમાન હતી અને જિનાલયના મકાનની સ્થિતિ સાધારણ હતી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org