________________
૩૪
ખંભાતનાં જિનાલયો
પથ્થરના બનેલા આ જિનાલયમાં કોતરણી જોવાલાયક છે. અહીં રંગકામ થયેલ છે.
પ્રવેશદ્વારે કમાનોવાળી ચોકી છે. દ્વારપાળ સાથેની કમાન પર સુંદર શિલ્પવાળા બે હાથીની વચ્ચે લક્ષ્મીદેવીની પથ્થરની ભવ્ય શિલ્પાકૃતિ છે. અંદરના પ્રવેશદ્વારે બારશાખ પર સરસ્વતી દેવીનું શિલ્પ છે. ધાબાની બહારની દીવાલે પ્રવેશદ્વારની ઉપર બે બાજુ લક્ષ્મીદેવી અને સરસ્વતી દેવીનાં શિલ્પો છે.
રંગમંડપમાં સુંદર કમાનો છે. તેની દીવાલો પર સુંદર ચિત્રકામ છે. તેમાં તળાજા, ભદ્રેશ્વર, કદંબગિરિ જેવાં તીર્થોનાં ચિત્રો તથા તીર્થકરોના જીવનપ્રસંગો (મહાવીર સ્વામીના કાનમાંથી ખીલા કાઢવાનો પ્રસંગ, બાહુબલી અને બ્રાહ્મી સુંદરીનો પ્રસંગ, પ્રભુના પગ પાસે રંધાતી ખીરનો પ્રસંગ, મહાવીર સ્વામી તથા ચંડકૌશીય નાગનો પ્રસંગ, ગોવાળનો ઉપસર્ગ, પાર્શ્વનાથને થયેલો હાથીનો ઉપસર્ગ, મેઘમાળીનો ઉપસર્ગ, પાર્શ્વનાથજી એ નાગને બળતો બચાવ્યો તે પ્રસંગ) વગેરેના સુંદર ચિત્રકામથી દીવાલો શોભે છે. રંગમંડપના ઘુમ્મટમાં ગરબા રમતી સ્ત્રીઓનું ચિત્રકામ છે.
ગભારામાં મૂળનાયકશ્રીની જમણે ગભારે પાર્શ્વનાથજી તથા ડાબા ગભારે મહાવીર સ્વામીની પ્રતિમાજીઓ શોભે છે. અહીં પાષાણની અગિયાર પ્રતિમાજીઓ બિરાજમાન છે. અહીં ગભારામાં મૂળનાયકની સામેની દીવાલે એક લેખ છે. આ લેખ પરથી માલૂમ પડે છે કે જિનાલયનો જીણોદ્ધાર સં. ૧૮૭૨માં થયેલો હતો. આ લેખ નીચે પ્રમાણે છે :
અહં સં. ૧૮૭૨ વર્ષ મહામાસ શુક્લ પક્ષે એકાદશી તીર્થ શ્રીમાલ્ય આવર અલીખાનવી રાજયે શ્રી સ્તંભતીર્થે શ્રીમાલ્ય શ્રેષ્ઠીવર્ય અનુપચંદ્ર તપુત્ર ખુબચંદ તપુત્ર જેષ્ઠ ભ્રાતા તપુત્ર સકલચંદ્રણ શ્રેષ્ઠીના શ્રી તપોગચ્છ સંઘ સાહÈન શ્રી ચિંતામણિ પાર્શ્વનાથસ્ય જીર્ણ ચૈિત્યસ્યો ઉદ્ધારક કારીગર પ્રતિ પ્રતિષ્ઠિત તપાગચ્છ ગગનદીનમણી સુવિહિત ચૂડામણિ પ્રભુ શ્રી ચિત્યાનંદસૂરીશ્વર શિષ્ય મહાપાધ્યાય શ્રી વિરવિજયેન આ ચંદ્રા દેવાત શુભ ભવતુંયા |/૧/l..........”
જિનાલયમાં ભોમતી છે પણ ભોમતીમાં પ્રતિમાજી નથી. ભોમતીમાં ડાબી બાજુ ઊંડું ભોંયરું છે. નીચે ઊતરી શકાય તેવા ટેકા પણ છે. આ જિનાલયની રૂબરૂ મુલાકાત લેતી વખતે અમે આ ભોંયરું ઉપરથી જોયું હતું. ગભારાની અંદર પણ ડાબી બાજુ સિંહાસનની નીચેના ભાગમાં એક આરસની લાદી ખસી શકે તેવી છે. કોઈ એક જમાનામાં તેનો ઉપયોગ “સંચ (તિજોરી) તરીકે થતો હોવાનો સંભવ છે.
ગભારામાં મુનિ મહારાજની આરસની ખૂબ જ નમણી અને સુંદર મૂર્તિ છે અને વળી
૧. આ જિનાલયની રૂબરૂમાં મુલાકાત વખતે અંચલગચ્છના શ્રી સર્વોદય સાગરજી સાથે મૂર્તિ વિષે વિચાર-વિમેશ થયો અને માર્ગદર્શન પણ મેળવ્યું. મહાવીર સ્વામી ભગવાનના સમય પહેલાંનાં મુનિભગવંત વિશે એક પ્રસંગ નોંધાયેલો છે. એ મુનિ ભગવંતને વાનું દર્દ હતું જેને કારણે ચૈત્યવંદનમાં બેસી શકવાનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org