________________
ખંભાતનાં જિનાલયો
ચોકસીની પોળ
શાંતિનાથ (સં. ૧૭૦૧ પહેલાં ટેકરી પાસેના રસ્તેથી ચોકસીની પોળમાં પ્રવેશતાં પ્રથમ શ્રી શાંતિનાથજીનું ઘુમ્મટબંધી જિનાલય આવેલું છે. આ જિનાલયની અડોઅડ શ્રી શ્રેયાંસનાથનું જિનાલય આવેલું છે.
સં. ૧૭૦૧માં મતિસાગર રચિત ખંભાતિ તીર્થમાલામાં શાંતિનાથનાં બે જિનાલયો આ વિસ્તારમાં વિદ્યમાન હોવાનો ઉલ્લેખ મળે છે, જે નીચે મુજબની પંક્તિઓમાં થયેલો છે :
લાંબી ઓટિ સુગસાગર પોલિ શાંતિ પ્રાસાદિ ત્રીજી........
શાંતિનાથ તિહાં એકત્રીસ લહઈ સોમચિંતામણિ પંચાસજી ૧૦.
આજે વિદ્યમાન શાંતિનાથજીનું જિનાલય એ બે જિનાલયો પૈકીમાંનું એક હોવાનું સ્પષ્ટપણે માની શકાય તેમ છે.
ત્યારબાદ શ્રી શાંતિનાથજીના આ જિનાલયનો ઉલ્લેખ સં. ૧૯૦૦માં પ્રાપ્ત થાય છે.તે સમયે ચોકસીની પોળમાં વિદ્યમાન છ જિનાલયો પૈકી ક્રમાંક ૧૩મા “શ્રી શાંતિનાથ મેડી ઉપર' એ મુજબ આ જિનાલયનો ઉલ્લેખ થયેલો છે. આ જિનાલય મેડી ઉપર ઉપર હોવા છતાંય આ જિનાલયનો ઉલ્લેખ સં૧૯૦૦માં દર્શાવવામાં આવેલા ઘરદેરાસરોની યાદીમાં થયો નથી.
સં. ૧૯૪૭માં પ્રગટ થયેલ જયતિ હુઅણસ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં ચોકસીની પોળ વિસ્તારમાં શાંતિનાથનું એક જ જિનાલય વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે જે ક્રમાંક ૬૩ માં થયેલો છે.
ચોકસીની પોળમાં ૫૧. જગવલ્લભ પારસનાથનું
૬૩. શાંતિનાથજીનું.
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં ચોકસીની પોળમાં આવેલાં આ જિનાલયને ધાબાબંધી જિનાલય તરીકે દર્શાવવામાં આવ્યું છે. તે સમયે આ જિનાલયમાં પાષાણની નવ પ્રતિમાજીઓ વિદ્યમાન હતી અને જિનાલયના મકાનની સ્થિતિ જીર્ણ દર્શાવવામાં આવી હતી.
સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં આ જિનાલયમાં પાષાણની ચાર પ્રતિમાજીઓ વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે. ઉપરાંત તે સમયે આ જિનાલય પથ્થરનું અને નાનકડું હતું અને જીર્ણોદ્ધાર સં૧૯૮૧ની સાલમાં થયો હોવાનો પણ ઉલ્લેખ છે. ત્યારે આ જિનાલયનો વહીવટ શા પોચાભાઈ છગનલાલ હસ્તક હતો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org