________________
૨૮
ખંભાતનાં જિનાલયો
છે કે સં. ૧૯૪૭માં સુવિધિનાથ-શ્રેયાંસનાથ-ચંદ્રપ્રભુસ્વામી એ ત્રણેયના નામ સાથે ઓળખાતું સંયુક્ત જિનાલય સં૧૯૬૩માં માત્ર ચંદ્રપ્રભુના નામથી પ્રચલિત હોય અને ત્યારબાદ સં ૧૯૮૪માં તે જ જિનાલય શ્રેયાંસનાથના નામથી પ્રચલિત બન્યું હોય. જયારે સં૧૬૭૩માં અને સં. ૧૭૦૧માં ઉલ્લેખ પામેલું ચંદ્રપ્રભુસ્વામીનું જિનાલય જીર્ણ થઈ જવાથી અથવા અન્ય કોઈ કારણસર જીરાળાપાડામાં આવેલા ચિંતામણિ પાર્શ્વનાથ ૧૯ જિનાલયમાં સમાવિષ્ટ કરી દેવામાં આવ્યું હોય !
બાકીનાં પાંચેય જિનાલયો સં. ૧૯૬૩માં અને સં૧૯૮૪માં વિદ્યમાન હતાં.
ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં (સં. ૧૯૮૪) પૃ. ૩૬ પર ચોકસીની પોળ વિશે નીચે મુજબ નોંધ આવે છે :
આખી પોળમાં શ્રાવકોની જ વસ્તી છે. પૂર્વે આ પોળનું મહત્ત્વ વિશેષ હતું. સોનારૂપાના વેપારીઓ અને ચોકસીઓ મોટે ભાગે વસતા હોવાથી ચોકસીની પોળ તરીકેનું ગુણનિષ્પન્ન નામ પડ્યું હતું. ભાયજીશા, પાંચાશા, ખુબચંદ અનુપચંદ જેવા આગેવાનો આ લત્તામાં જ થયેલાં.”
વળી સં. ૧૯૮૪માં મહાલક્ષ્મીની પોળનો ઉલ્લેખ ચોકસીની પોળ અંતર્ગત જ દર્શાવવામાં આવેલો છે અને તે સમયે મહાવીરસ્વામીના જિનાલયનો ઉલ્લેખ મહાલક્ષ્મી માતાની પોળમાં દર્શાવવામાં આવ્યો છે, જે પૃ. ૩૬ ઉપર નીચે મુજબ થયેલો છે :
પોળ બહાર નીકળી જમણા હાથે વીજળીના થાંભલા સામે આવેલી મહાલક્ષ્મી માતાની પોળમાં જવું. સામે જ શ્રી મહાવીર સ્વામી પ્રભુનું દહેરું છે નજરે પડે છે.”
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં ચોકસીની પોળના વિસ્તારનો ઉલ્લેખ થયેલો છે. પરંતુ મહાલક્ષ્મીની પોળનો અલગ વિસ્તાર તરીકે ઉલ્લેખ થયેલો નથી. તે સમયે મહાવીર સ્વામીના જિનાલયનો ઉલ્લેખ ચોકસીની પોળની અંતર્ગત જ થયેલો છે. ત્યારે ચોકસીની પોળમાં (૧). શાંતિનાથ (૨) ચિંતામણિ પાર્શ્વનાથ (૩) મનમોહન પાર્શ્વનાથ (૪) શ્રેયાંસનાથ (૨) મહાવીર સ્વામી (૬) વિમલનાથ - એમ કુલ છ જિનાલયો વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે.
એટલે કે સં. ૧૯૮૪માં ચોકસીની પોળમાં જે જિનાલયો વિદ્યમાન હતાં તે જ જિનાલયો સં. ૨૦૧૦માં વિદ્યમાન હતાં. જિનાલયોની સંખ્યામાં કોઈ ફેર થયો નથી.
ચોકસીની પોળમાં, સં. ૨૦૧૦માં વિદ્યમાન જિનાલયોની સંખ્યા તથા નામ આજે સં. ૨૦૫૫માં પણ યથાવત રહ્યાં છે. આજે મહાવીર સ્વામીના જિનાલયનો ઉલ્લેખ મહાલક્ષ્મીની પોળ - ચોકસીની પોળ એમ સંયુક્ત નામે થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org