SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૨ ખંભાતનાં જિનાલયો ૧૭૩૨ - શ્રી યશોવિજયે મૌન એકાદશીના ૧૫૦ કલ્યાણકનું સ્તવન અથવા ગળણું રહ્યું. ૧૭૩૭ - ૧. શ્રી જ્ઞાનકીર્તિએ ગુરુરાસ રચ્યો. ૨. ભાણવિજયે મૌન એકાદશી સ્તવનની રચના કરી. ૧૭૩૮ - શ્રી યશોવિજયે બ્રહ્મગીતા લખી. ૧૭૩૯ - યશોવિજય ઉપાધ્યાયે જંબુસ્વામી રાસની રચના ખંભાતમાં કરી. ૧૭૪૯ - ભાણવિજયે શાશ્વતા અશાશ્વત જિન તીર્થમાળાની રચના કરી. ૧૭૬૩ - ૧. ઉદયરત્ન શિયળની નવવાડ રચી. ૨. ઉદયરત્ન બ્રહ્મચર્યની નવવાડ સજઝાય રચી. ૧૭૬૪ - પ્રાગ્વાટ જ્ઞાતિના વ્યમેઘરાજના પુત્ર ભુલાએ એક જ તિથિએ (જ. સુ૫) પાર્શ્વનાથ પંચતીર્થી, શાંતિનાથ પંચતીર્થી, આદિનાથ પંચતીર્થી અને અજિતનાથ પંચતીર્થી કરાવી. એ ચારેની પ્ર. જ્ઞાનવિમલસૂરિએ કરાવી. એ ચારે પ્રતિમા આળીપાડાના શાંતિનાથ જિનાલયમાં છે. ૧૭૬૫ - શા. ચિંદકરણના પુત્ર જયકરણે ભાવી જિન શ્રી પેઢાલનાથ બિંબ કરાવ્યું. પ્ર. શ્રી જ્ઞાનવિમલે કરાવી. ૧૭૬૭ - ઉદયરત્ન ધર્મબુદ્ધિ મંત્રી અને પાપબુદ્ધિ મંત્રી રાસ તથા લીલાવતી રાસ રચ્યો. ૧૭૬૯ - ઉદયરત્ન શત્રુંજય તીર્થ ઉદ્ધાર રાસ રચ્યો. ૧૭૭૯ - શ્રી દેવચંદ્ર ખંભાતમાં ચોમાસું કર્યું. ૧૭૮૧ - અચલગચ્છના આઇ શ્રી વિદ્યાસાગરસૂરિ ખંભાતમાં પધાર્યા. એ વર્ષના માઘ સુદિ ૧૦ને શુકે શા. ગુલાબચંદના પુત્ર દીપચંદે આ. વિદ્યાસાગરસૂરિના ઉપદેશથી શ્રી ગોડીજીપાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરાવી. ૧૭૯૦ - મહો. ઉદયરત્નમણિએ ખંભાત, જંબૂસરનાં જૈન સંઘની સાથે યાત્રા કરી. ગંધારખંડન મહાવીર સ્તવન અને જગવલ્લભ સ્તવન રચ્યાં. ૧૮૦૧ - તત્ત્વહંસે બલિનરેન્દ્ર આખ્યાન અથવા ભુવનભાનુ કેવલી ચરિત્ર બાલાવબોધની રચના કરી. ૧૮૧૭ - ૧. પં. પદ્મવિજયગણિએ ખંભાતમાં ચોમાસું કર્યું. ૨. પં. પદ્મવિજયગણિએ ખંભાત ચૈત્યપરિપાટીની રચના કરી. ૧૮૩૯ - ૧. લાવણ્ય સૌભાગ્યે ખંભાતમાં ચોમાસું કર્યું. ૨. તેમણે અષ્ટમી સ્તવનની રચના કરી. ૧૮૫૯ - ૧. દીપવિજયજી કવિરાજે ખંભાતમાં ચોમાસુ કર્યું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005593
Book TitleKhambhatna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy