________________
ખંભાતનાં જિનાલયો
૩૭૯
ગયો. શ્રી વિજયસેનસૂરિવરે સં. ૧૬૭૨ના જે વ૮ ૧૧ના રોજ ખંભાતના
અકબરપરામાં સ્વર્ગગમન કર્યું. ૧૬૭૩ - ૧. ભ. વિજયદેવસૂરિએ ખંભાતમાં ચોમાસું કર્યું.
૨. શ્રી વિજયતિલકસૂરિને ગચ્છનાયક પદ મળ્યું.
૩. કવિ શ્રી ઋષભદાસે ‘ગંબાવતી તીર્થમાળ'ની રચના કરી. ૧૬૭૬ - ૧. કવિ ઋષભદાસે ‘જીવવિચાર રાસ” તથા “નવતત્ત્વ રાસ' રચ્યો.
૨. શા. તેજપાલે ખંભાતમાં ચોમાસું કર્યું. ૩. શા. તેજપાલે ‘ભ, મહાવીરસ્વામીનાં પાંચ સ્તવન’ અને ‘ભગવતી સાધુ વંદના
રાસની રચના કરી. ૧૬૭૭ - આ વર્ષમાં ૧૨ પ્રતિષ્ઠાઓ થઈ છે, તેમાં કેટલાક જાણીતા ગૃહસ્થોએ પાષાણ
પ્રતિમાઓ કરાવી છે. ૧. શ્રી મલ્લશાહે શ્રી અનંતનાથની પ્રતિમા કરાવી. ૨. ભટ્ટાશ્રી વિજયદેવસૂરિ અને આ વિજયસિંહસૂરિએ (ઉપા, કનકવિજયગણિએ) મહા સુદ પને રવિવારે ખંભાતમાં ભ, પાર્શ્વનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. ૩. ધનબાઈએ શ્રી પાર્શ્વનાથની પાષાણની પ્રતિમા કરાવી. ૪. કવિ ઋષભદાસે “અજાપુત્રરાસ' રચ્યો. ૫. શ્રી ગુણનિધાનસૂરિએ ગુરુ દેવસાગર તથા જયસાગર, લક્ષ્મીચંદ્ર સાથે ચોમાસું
કર્યું.
૧૬૭૮ - કવિ ઋષભદાસે “શ્રી રીષભદેવનો રાસ તથા ‘સમકતસાર' રચ્યો. ૧૬૭૯ - ૧. શા. કરમચંદ્ર શ્રી કીર્તિરત્નસૂરિની પાદુકા પધરાવી.
૨. ભટ્ટાશ્રી વિજયદેવસૂરિએ ખંભાતમાં ચોમાસું કર્યું. ૩. શ્રી વિજયદેવસૂરિએ ખંભાતથી શાંતિદાસ ઝવેરી ઉપર વાસક્ષેપ મોકલી
અમદાવાદમાં પં. મુક્તિસાગર ગણિને ઉપાધ્યાય બનાવ્યાં. ૧૬૮૦ - શા. તેજપાલે ચોમાસામાં ખંભાતમાં ભ૦ શાંતિનાથની નવી સ્નાત્રવિધિ બનાવી. ૧૬૮૧ - ૧. કડુઆગચ્છના સો. રતને શ્રી પાર્શ્વનાથ બિંબ કરાવ્યું અને પ્રતિષ્ઠા સુશ્રાવક
તેજપાલે કરી. ૨. દીપબંદરના રહેનાર શાહ શ્રી સહજપાલના કુલદીપક શાહ તેજપાલે શ્રી જિનપ્રતિમા કરાવી. ૩. સં. ૧૬૮૧ના ફાસુ. ૧૧ના રોજ ખંભાતમાં સોની સહજપાલની પુત્રી બાઈ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org