________________
ખંભાતનાં જિનાલયો
૩૩૯
વષમાદેવી તપગચ્છ શ્રી પાસચંદ્રસૂરિ તટપટ્ટે શ્રી રામચંદ્ર તટપટ્ટે શ્રી રાજચંદ્રસૂરિ તટપટ્ટે શ્રી વમલચંદ્રસૂરિના પાદુકા સ્તૂપ કારિતમ્ બાઈ.....”
તથા શ્રી પાર્શ્વચંદ્રસૂરીજીની પાદુકા છે. તેના પર નીચે મુજબ લખાણ વાંચી શકાય છે. “સંવત ૧૮૪૦ વર્ષે શ્રી પાર્થચંદ્રસૂરીશ્વરજી પાદુકા સ્થાપના કૃતા શ્રી સ્તંભતીર્થે”
આ ત્રણેય પાદુકોની જમણી બાજુ ઘુમ્મટ્યુક્ત આરસનો ગોખ છે. જેમાં પાષણની કુલ ૩ ગુરુમૂર્તિઓ બિરાજે છે. જે પૈકી મધ્ય યુગપ્રધાન ૧૦૦૮ શ્રી પાર્શ્વચંદ્રસૂરીશ્વરજીની મૂર્તિ, તેઓની જમણી બાજુ શ્રી ભાતૃચંદ્રસૂરીશ્વરજીની મૂર્તિ અને ડાબી બાજુ શ્રી સાગરચંદ્રસૂરીશ્વરજીની મૂર્તિ બિરાજે છે. આ ત્રણેય ગુરુમૂર્તિઓ પર લેખ છે. જેના પરથી આ ત્રણેય ગુરુમૂર્તિઓની પ્રતિષ્ઠા સં. ૨૦૧૦માં વૈશાખ સુદ ૧૦ને બુધવારે મુનિ શ્રી ભક્તિચંદ્રજી, મુનિ શ્રી વૃદ્ધિચંદ્રજી, મુનિ શ્રી રુપચંદ્રજીના હસ્તે થઈ હોવાનું જણાય છે. શ્રી પાર્શ્વચંદ્રજીની મૂર્તિ સ્વ. શા. મોતીલાલ દલસુખભાઈએ તેમના માતૃશ્રી ચંદનબાઈના સ્મરણાર્થે પધરાવી હતી. શ્રી ભ્રાતૃચંદ્રજીની મૂર્તિ શા. કેશવલાલભાઈ તથા રતીલાલ મુલચંદભાઈએ તેમના સ્વ. માતૃશ્રી બાઈ રુક્ષ્મણીના સ્મરણાર્થે પધરાવી હતી. શ્રી સાગરચંદ્રજીની મૂર્તિ સ્વ. શાહ મોતીલાલ દલસુખભાઈના સ્મરણાર્થે તેમના ધર્મપત્ની બાઈ તારાબેન તથા તેમના સુપુત્રી બેન મૃદુલાએ પધરાવી હતી.
ડાબી બાજુ નાના ગોખમાં ભોમિયાજી તથા ક્ષેત્રપાલની મૂર્તિ છે. અન્ય એક ગોખમાં વીરભદ્રજીની મૂર્તિ છે. તેની બાજુમાં અખંડ દીવો પ્રજવલિત છે. તેની બાજુમાં આરસના ઘુમ્મટયુક્ત ગોખમાં શ્રીભ્રાતૃચંદ્રજીની આરસની પાદુકા છે જેના પર સં૧૯૮૮નો લેખ છે.
આ ઉપરાંત ગુરુમંદિરમાં પ્રવેશતાં સામે એક દેવકુલિકા જેવી રચનામાં આરસના પગલાંની કુલ ૨ જોડ છે. તે પૈકી મોટાં પગલાં પર- સં૧૮૮૬ -૫, કીર્તિવિજયગણિ પાદુકાનો ઉલ્લેખ છે અને નાના પગલાં પર – સં. ૧૯૧૨ શ્રી. સુ. ૧૦ બુધવાર વાંચી શકાય છે.
ખંભાતમાં વિદ્યમાન વીર સ્થાનકોની યાદી
વિસ્તાર શ્રી વિશા ઓશવાળ જૈન ઉપાશ્રય- માણેકચોક જીરાળાપાડો દંતારવાડો માણેકચોકની ખડકીમાં સંઘવીની પોળ
નામ શ્રી વીર માણીભદ્ર શ્રી વીર માણીભદ્ર શ્રી વીર માણીભદ્ર શ્રી પદ્માવતી દેવી શ્રી પદ્માવતી દેવી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org