________________
૩૩૮
ખંભાતનાં જિનાલયો
શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મ.ની આ મૂર્તિ તેઓશ્રીના પરમ ઉપકારોની પુણ્યસ્મૃતિ નિમિત્તે શ્રેષ્ઠી શ્રી રમણલાલ વજેચંદ અને તેમના કુટુંબીજનોએ તથા શ્રેષ્ઠી શ્રી જીવતલાલ પ્રતાપશીભાઈ અને તેમના કુટુંબીજનોએ પોતાના આત્મકલ્યાણ અર્થે વિસં. ૨૦૨૫ વીર સં. ૨૪૦૫ મહા સુદિ પંચમીને બુધવારને દિને પ્રતિષ્ઠિત કરી છે.” પ. પપૂ આ શ્રીમદ્ વિજયરામચંદ્ર સૂરીશ્વરજી મહારાજનું ગુરુમંદિર
શ્રી ચૌમુખજીના જિનાલયની પાસે જમણી બાજુ સામરણ તથા ધજાયુક્ત આરસની દેવકુલિકા આવેલી છે. ગુરુમંદિરનું પ્રવેશદ્વાર લાકડાની કોતરણીવાળું અને ઉપરથી કાચનું બનેલું છે. આ ગુરુમંદિરની સ્થાપના સં. ૨૦૫૧માં થયેલી છે.
અહીં મધ્યે આરસના થાંભલાયુક્ત ગોખ જેવી રચનામાં શ્રીમદ્ વિજયરામચંદ્ર સૂરીશ્વરજી મહારાજની પાષાણની ગુરુમૂર્તિ બિરાજે છે. તેના પર લેખ છે જે નીચે મુજબ છે :
સ્વસ્તિ શ્રીમદ્વિજયાનન્દ કાલ વરદાનસૂરિ પટ્ટ સિદ્ધાન્ત મહોદયાચાર્ય દેવ શ્રીમદ્વિજયપ્રસૂરીશ્વરણાં પટ્ટ પ્રભાવક દીક્ષા યુગ પ્રવર્તક વ્યાવાપૂ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરણામિય મૂર્તિ : કારિતા શ્રી તપાગચ્છ અમર જૈન શાલા સર્ધ પ્રાપ્તી દેશેન; તેષામેવ.. પક્ષીય શ્રીમતી લલિતાબેન ફૂલચંદ લાલચંદ (દહેવાણ-ખંભાતવાળ) પુત્ર બંસીલાલવિનોદ પુત્રવધૂ જ્યોતિ-વર્ષા પૌત્રી પાયલેત્યાદિ પરિવારેજ શ્રી સ્થંભનપુરે શ્રી ચિંતામણી પાર્શ્વનાથ મંદિર પરિસરે સ્વદ્રવ્યણ કારિતે નયનાભિરામ મંદિરે સ્થાપયિતુમ્ પ્રતિષ્ઠિતા ચ વર્ધમાન તપોનિધિ પૂ આ શ્રીમદ્ વિજયરાજતિલકસૂરિ ગચ્છાધિપતિ આ. શ્રીમદ્ વિજયમહોદયસૂરિભિ, વિજયોમભૂષણસૂરિ, પં. નરવાહનવિજયગણી ત્યાદિ શ્રમણી વૃન્દાદિ ચતુર્વિધ સંઘોપસ્થિતી વી. સં. ૨૫૨૧ વિ. સં. ૨૦૫૧ વૈ૦ શુક્લ સપ્તમ્યાં રવૌ શુભ લગ્ન II શુભ ભવતુ શ્રી સદ્દસ્ય ગુરુપરિવારસ્ય ચ II”
શ્રી પાર્શ્વચંદ્રસૂરીશ્વરજી ગુરુમંદિર
બોરપીપળો બોરપીપળો વિસ્તારમાં શ્રી નવપલ્લવ પાર્શ્વનાથના જિનાલયમાં જવાના રસ્તે શ્રીપાર્ધચંદ્રસૂરીશ્વરજી ગુરુમંદિર આવેલું છે.
અહીં મધ્યે શિખરબંધી જાળીવાળા ગોખ જેવી રચના છે, જે આરસ અને પથ્થરનો બનેલો છે. તેમાં આરસનાં પગલાંની કુલ ૩ જોડ છે. તે પૈકી મધ્યે પ્રતિષ્ઠિત થયેલ પાદુકા પર નીચે મુજબનો લેખ વાંચી શકાય છે :
“ૐ નમ સ્વસ્તિ શ્રી ૧૯૭૫ વર્ષે માઘ સુદિ ૬ રેવતી નક્ષત્રે પાદશાહ સાહા શ્રી શ્રી જહાંગીર વિજયરાજયે શ્રીરાજનગરે .. સંઘવી શ્રી રાજપાલ શ્રી શ્રીમાળ જ્ઞાતિ તસ ભાર્યા બાઈ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org