________________
૩૪૦
મોટો ચોળાવાડો
માંડવીની પોળ
૧.
ખંભાતની ધર્મશાળાઓ
આજે ખંભાતમાં મુખ્યત્વે બે ધર્મશાળાઓ અદ્યતન સુવિધાઓ સાથે ચાલી રહી છે. બંને ધર્મશાળાઓમાં ભોજનશાળા પણ નિયમિત રીતે ચાલે છે.
૨.
શેઠ શ્રી મોહનલાલ વખતચંદ જૈન ધર્મશાળા તથા શેઠ શ્રી ચીમનલાલ વાડીલાલ જૈન ભોજનશાળા
ખંભાતમાં ત્રણ દરવાજા પાસે શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ - ચિતારી બજારના જિનાલયથી પાંચ મિનિટના અંતરે, પાર્કિંગ વ્યવસ્થા સહિત એક વિશાળ પ્લોટની સુવિધાવાળી આ ધર્મશાળા દંતારવાડામાં— સ્કૂલ તરફ જવાના રસ્તે આવેલી છે.
ખંભાતનાં જિનાલયો
આ ધર્મશાળામાં આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે.
શ્રી બંસીલાલ અંબાલાલ જૈન યાત્રિક ભુવન
શ્રી પદ્માવતી દેવી
શ્રી ક્ષેત્રપાલ દાદા
આ ધર્મશાળા માણેકચોક પાસે આવેલી છે. એક જ કુટુંબની સખાવતથી આ ધર્મશાળાનો વહીવટ થઈ રહ્યો છે.
Jain Education International
અદ્યતન રૂમો અને ભોજનશાળા સહિતની આ ધર્મશાળા યાત્રાળુઓ માટે વિસામા સમાન બની છે.
ખંભાતની આયંબિલ શાળા
ખંભાતમાં બારેમાસ ચાલતી આયંબિલશાળા ૬૦ વર્ષથી ચાલી રહી છે. નાના ચોળાવાડામાં શ્રી વર્ધમાન તપ આયંબિલ ખાતું સંસ્થા રજિસ્ટર્ડ ટ્રસ્ટ દ્વારા ચાલી રહી છે.
વર્ષ દરમ્યાન આશરે ૧૪,૦૦૦ (ચૌદ હજા૨) આયંબિલ થાય છે. આશરે ૧૦૦ તપસ્વીઓ આયંબિલની ઓળી કરે છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org