________________
૧૪.
ખંભાતનાં જિનાલયો
જિનદત્તસૂરિના કહેવાથી અને કર્મચંદ્રસૂરિની વિનંતિથી ખંભાતના સમુદ્રમાં એક વર્ષ સુધી જીવહિંસા ન થાય તેવું ફરમાન કાઢ્યું હતું. સં૧૯૭૦માં બાદશાહ જહાંગીરે પણ ખંભાતના સમુદ્રમાં માછલી ન પકડવાનું ફરમાન કર્યું હતું.
શીલવિજયજીએ સં. ૧૭૨૧થી ૧૭૩૮માં રચેલી તીર્થમાલામાં ખંભાતના શ્રેષ્ઠીઓની ખૂબ જ પ્રશસ્તિ કરી છે :
ખંભનયરના શ્રાવક શિરે, હૃદે રૂડા ગુણ આદરે; તુંગિયા નગરી ઉપમા લહી ગુણરાગી સેવે ગહગહી. રાજસ ગુણ રાજે ઓસવંશ, સોની તેજપાળ અવતં; એક લાખ ધન ખરચ્યું જિણે, શેત્રુજ શિખર કરાવ્યું તિણે. સંઘવી ઉદયકરણ ને સોમકરણ, વિજયકરણ ને જરાકરણ; દેવગુરુની પાળે આણ, લક્ષ્મી લાહો લીયે શુભ થાણ. પારેખ વજીયા ને રાજીયા, શ્રી વંશે બહુ ગાજીયા; પાંચ પ્રાસાદ કરાવ્યા ચંગ, સંઘ પ્રતિષ્ઠા મનને રંગ. જેહની ગાદિ ગોઆ બંદરે, સોવન છત્ર સોહે ઉપરે; કોઈ ન લોપે તેમની લાજ, નામે શીશ ફિરંગી રાજ. પ્રાગવંશ કુંવરજી વડુઆ, કાવિ દેઉલ તેણે કિયા; પુત્ર પિતાએ હોડી હોડ, કીધી કરણી જોડા જોડ. મોઢ જ્ઞાતિ ઠક્કર જયરાજ, વંશ વિભૂષણ સોહે આજ; લાલજી સુત માલજી રામજી, બંધ બેસે શુભમતિ ભજી સત્તર બાવીસે યાત્રા કરી, શેત્રુજે સંઘવી પદવી ધરી; પોતે પોંક્યા પાત્ર વિશેષ, ધન ખર્ચ્યુ ધર્મે ધરી રેખ. સંઘવત્સલ જિન મંદિર તણી, પૂજા પ્રભાવના કીધી ઘણી; સમકત ગુણ શોભા ઉજળી, આશ્રિત વત્સલ કરીયે વળી. કેવા જ્ઞાતા દાતા જાણ, કેવા શ્રોતા ભોક્તા આણ; કવિતા આગળ ભેદી કહી, ગુરુ વચને કરી નિશ્ચલ રહી. બુદ્ધિસાગર રૂડા બુદ્ધિવંત , દાન દયા સોહે સતવંત; ચતુર ચોકસી આનંદ તણો, વેલજી વિવેક ઉપગારી ઘણો. આજ અપૂર્વ સવે શણગાર, સુગુણ મણિ સરિખો પરિવાર; જિન ધર્મી ગુરુભક્તો જેહ, યશ સૌભાગ્ય લખે વળી નેહ. આદિ નગર એ ઉત્તમ ઠામ, દિન દિન દીપે શોભા ધામ;
ઈમ અનેક ગુણમણિની ખાણ, કેન કરીએ અવર વખાણ. શ્રેષ્ઠીઓની આ પ્રશસ્તિ અકારણ નથી. શ્રાવક કે શ્રેષ્ઠી પોતાની દિનચર્યા અને જીવનચર્યામાં ધર્મને જૈનત્વના સંસ્કારોને વણી લે છે તેનો બહુ સરસ ઉલ્લેખ આપણને શ્રી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org