________________
ખંભાતનાં જિનાલયો
૧૩
ધર્મ જયારે જીવનમાં ઊતરે ત્યારે જ તે સાચો ધર્મ કહેવાય. જૈન ધર્મ અહિંસાને પરમ ધર્મ માને, એટલે એમનાં કાર્યોમાં પણ એ જોવા મળે. ખંભાતના શ્રાવકો, શ્રેષ્ઠીઓ દ્વારા આચાર્ય ભગવંતોના ઉપદેશથી પ્રેરાઈને જીવહિંસા નિવારવાના અનેક ઉપાયો સમયાંતરે પ્રયોજાયા છે.
૧૩મા સૈકામાં ખંભાતમાં તેજપાલે બે ઉપાશ્રયો તથા ગવાક્ષો સહિત પાણીની પરબ બંધાવ્યાના ઉલ્લેખ મળે છે. છાશ તથા દહીંના વિક્રયસ્થળે તેમાં જીવજંતુ પડતાં બચે તે સારુ ઊંચી દીવાલની વાડો બાંધી આપી.
ખંભાતમાં આજે પણ જીવાતખાનું વિદ્યમાન છે. ખૂબ જ નાનાં જીવજંતુઓના રક્ષણ અને ભરણપોષણ માટે જીવાતખાનાની રચના એ જૈન પરંપરાની આગવી લાક્ષણિકતા છે. નાનાં-નાનાં જીવજંતુઓને અર્પવામાં આવતું. આ અભયદાન જૈન પરંપરાની કેન્દ્રમાં રહેલી અહિંસાની મુખ્ય ભાવનાને પ્રકટ કરે છે.
અણહિલપુર પાટણથી થોડે દૂર સલખણપુરમાં રહેતા કોચર નામના વણિકની વાત ઉલ્લેખનીય છે. સલખણપુરથી થોડે દૂર બહુચરાજી આગળ અજ્ઞાની લોકો જીવહિંસા કરતા હતા. તેથી કોચરશાનું હૃદય બહુ કંપી ઊઠ્યું હતું. એક વખતે તેને વ્યાપાર અર્થે ખંભાત આવવું પડ્યું. તપગચ્છનાયક શ્રી સુમતિસાધુસૂરિ વ્યાખ્યાન કરતા હતા અને ખંભાતનો જૈન સંઘ પણ તે શ્રવણ કરતો હતો. સંઘપતિ સાજણસી શાહ પણ વ્યાખ્યાન શ્રવણ કરતા હતા.
ખંભાતના સંઘે કોચરશાનો સત્કાર કર્યો અને તેને આગળ બેસાડ્યો. ગુરુએ વ્યાખ્યાન આગળ ચલાવ્યું. તેમાં પ્રસંગોપાત્ત જીવદયા પર વિવેચન ચાલ્યું. વ્યાખ્યાન સમાપ્ત થયા પછી કોચરશાહે બહુચરાજી આગળ થતો જીવવધ બંધ થાય તે માટે કોઈ પ્રબંધ કરવા ગુરુને વિનંતિ કરી. સાજણસીના પ્રભાવથી કોચરને સારો સરપાવ મળ્યો અને સલખણપુર વગેરે બાર ગામનો અધિકાર આપવામાં આવ્યો. પોતાને મળેલા અધિકારથી તેણે બારે ગામમાં પડો વગડાવ્યો કે કોઈએ કોઈ જીવને હણવો નહીં. બહુચરમાં કોઈ જીવ મારતો તો તેને કોચરશા વારતા હતા. સલખણપુરમાં એક તળાવ હતું તેમાં જાળ નાખવી અટકાવવી તથા સરોવર ઉપર રક્ષકો મૂક્યા હતા કે જેથી માછલાંનો નાશ થઈ શકે નહિ. દાણાના કુંડ મુકાવ્યા હતા. પરબડીમાં પાણી ગાળીને ભરાવાતું હતું. સ્ત્રીઓ પાણી ભરવા આવે તો તેમની પાસે ગળણાં ન હોય તો તેને આપતા હતા. આમ અનેક રીતે જીવદયાનું પાલન કરવા માંડ્યું.
ઉપાશ્રયમાં ગુરુના વ્યાખ્યાનને કારણે પણ ઘણાં મોટાં પુણ્યનાં કાર્યો પરિણમે છે તેનું આ જવલંત ઉદાહરણ છે. આ ઘટના ખંભાતના ઉપાશ્રયમાં બની તે ખંભાતના જૈન પરંપરાના ઇતિહાસને વધુ ગૌરવવંત બનાવે છે.
દીવ પાસેના ઘોઘલા ગામમાં કોઈ માણસ જીવહિંસા કરે નહિ એવો હુકમ ખંભાતના રાજીઆ-વાજીઆએ મેળવ્યો હતો.
| મુગલો મૂર્તિપૂજામાં માનતા નહીં, એટલું જ નહીં પણ તેઓ મૂર્તિભંજકો હતા. પણ આ મુગલ બાદશાહો પર આચાર્યોનો પ્રભાવ ખૂબ રહેતો. સં. ૧૬૪૯માં સમ્રાટ અકબરે શ્રી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org