________________
૧ ૨
ખંભાતનાં જિંનાલયો
ચૈત્યપરિપાટી, તીર્થમાળા, ફાગુ, પ્રશસ્તિ સ્તોત્ર જેવી અનેક સાહિત્યકૃતિઓ રચાઈ હતી અને આજે એ સાહિત્ય જ એ જમાનાના ઇતિહાસને જાણવાનો આધાર બન્યું છે. જેમ કે કવિ ઋષભદાસની કુમારપાલરાસ તથા શ્રી હીરવિજયસૂરિરાસમાં ઇતિહાસની અનેક ઘટનાઓનું નિરૂપણ થવા પામ્યું છે. આશરે સં૧૪૬રના સમયગાળા દરમ્યાન આચાર્યશ્રી જયશેખરસૂરિ મ. સાને ખંભાતની રાજસભામાં કવિ ચક્રવર્તીનું બિરુદ પ્રાપ્ત થયું હતું. એની માહિતી એમણે રચેલા ગ્રંથોની પ્રશસ્તિઓ દ્વારા જાણી શકાય છે. તેઓએ જૈનકુમારસંભવ રચ્યું છે. તેની પ્રશસ્તિમાં તેઓએ આ ગ્રંથની રચના કેવી રીતે થઈ તે વિશે માહિતી આપતાં કહ્યું છે કે પોતે ખંભાતમાં સ્થંભન પાર્શ્વનાથ પ્રભુની પાસે ધ્યાનમાં બેઠા હતા ત્યારે માતા સરસ્વતીદેવીની કૃપાથી બે શ્લોકોની ફુરણા થઈ અને જૈનકુમારસંભવ કાવ્ય રચવાનો સંકેત પ્રાપ્ત થયો. તેથી જ તેઓ પોતાને “વાણીદત્તવર' કહેતા.
કેટલાક આચાર્યો પાસે સિદ્ધિઓ હતી. આચાર્ય મેરૂતુંગસૂરિ આવા આચાર્યો પૈકીમાંના એક હતા. એમ કહેવાય છે કે તેમની પાસે દેવીઓ આવતી હતી. શત્રુંજયમાં દીવાથી ચંદરવો બળી રહ્યો હતો ત્યારે તેમણે ખંભાતમાં બેઠા હાથમાંની મુહપત્તિને ચોળી નાખીને તે ચંદરવાની આગ બુઝાવી હતી.
મુનિ લાખા ગુરુપટ્ટાવલીમાં મેરૂતુંગસૂરિની નિર્ભયતા વિશે જણાવે છે કે આચાર્ય જ્યારે ખંભાતમાં બિરાજમાન હતા તે અરસામાં ગુજરાત પર મુગલોનો ભય ખૂબ જ હતો. એક પ્રસંગે તો આખું ખંભાત શહેર નાગરિકોની નાસભાગને લીધે સૂનું થઈ ગયું હતું. પરંતુ મેરૂતુંગસૂરિ તો નિર્ભીક થઈ ખંભાતમાં જ સ્થિર થઈને રહ્યા હતા. આ અંગેનો ઉલ્લેખ નીચેની પંક્તિઓમાં જોઈ શકાશેઃ
મૂગલ ભઊ ક્ષણિ કુણહિ ઉપષ્ણુ, ગૂજર દેસહ હુઉ સહુ સુન્ની. - તિણિ દિણિ ખંભનયર થિર થોભી, સુગુરુ રહ્યા જય હથિ જગિ ઊભી, કે તે દિન તે ભયને નામિ, નીઠિઉ આવ્યું સહુઈ ઠામિ.
ગૂજર દેસિ હઊ ઘણ વાસ, તેહ તઊ અધિકઉ ગુરુનઊ વાસ, ગુરુકૃપાના આવા પરચાઓ જૈન શાસનના મહિનામાં વધારો કરે જ. ક્યારેક તો પરદેશીઓને આવા પરચા થતા અને તેઓને જિનપૂજામાં આસ્થા બેસતી. આ સંદર્ભે સં. ૧૨૮૦માં થયેલા ચંદ્રગચ્છના આ જયસિંહસૂરિ અને ખંભાતમાં રહેતા ધનાઢ્ય આરબ વેપારી સીદિક શેઠનો પ્રસંગ ઉલ્લેખનીય છે. સીરિક શેઠ દૂર દૂરના દેશોમાં વહાણવટું કરતા. તેમના પોતાનાં પાંચ વહાણો હતાં. મોતી જેવી કિંમતી વસ્તુઓનો પોતે વેપાર કરતા. સીદિકને એકે સંતાન નહિ. સંતાનપ્રાપ્તિના અનેક ઉપાયો નિષ્ફળ ગયા. સીદિકનો એક મિત્ર જયવંત પ્રાગ્વાટ જ્ઞાતિનો હતો. આ જયસિંહસૂરિનો તે ભક્ત. તેના કહેવાથી સીદિક આચાર્યના સંપર્કમાં આવે છે. આચાર્યના આશીર્વચનથી તેને સંતાનપ્રાપ્તિ થાય છે. એ પછી તે જયસિંહસૂરિનો પરમ ભક્ત બની જાય છે. જિનપૂજામાં પણ એને આસ્થા બેઠી. આચાર્યને માટે તેણે એક લાખનાં મૂલ્યનો સુખપાલ (પાલખી) અર્પણ કર્યો હતો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org