________________
ખંભાતનાં જિનાલયો
૨૩૯
રાળજ ગોડી પાર્શ્વનાથ (સં. ૧૯૦૧ આસપાસ)
ખંભાતથી ૬ કિલોમીટરના અંતરે આવેલા રાળજ ગામમાં શ્રી ગોડી પાર્શ્વનાથનું શિખરબંધી જિનાલય આવેલું છે.
મૂળનાયક શ્રી ગોડી પાર્શ્વનાથજીની પ્રતિમા પર “સંવત ૧૬૮૨ જયેષ્ઠ વદિ ૬ ગુરૌ ... જાતિય ગોત્રીય ... સા. પદમશી.....શ્રી પાર્શ્વનાથ બિંબ કારિત પ્ર. શ્રી અંચલગચ્છેશ કલ્યાણ સાગરસૂરિનામુપદેશ” મુજબનું લખાણ વંચાય છે.
આ જિનાલય વિશે સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં કેટલીક રસપ્રદ માહિતી પ્રાપ્ત થાય છે. તે સમયે રાળજ ગામ રામજ નામથી ઓળખાતું હતું અને તે સમયના ખંભાત સ્ટેટના બોરસદ તાલુકામાં આવેલું હતું.
ખંભાત સ્ટેટથી રામજ ગામ ત્રણ ગાઉ દૂર દર્શાવવામાં આવ્યું હતું. શ્રી ગોડી પાર્શ્વનાથનું જિનાલય ચૌટા વચ્ચે શિખરબંધી દર્શાવવામાં આવ્યું હતું. આ જિનાલય બંધાવનાર તરીકે શા. ફૂલચંદ મૂલચંદ ખંભાતવાલાના નામનો નિર્દેશ કરવામાં આવ્યો છે અને સં૧૯૦૧માં જિનાલય બંધાવ્યાનો ઉલ્લેખ છે. ત્યારે પાષાણની એક અને ધાતુની બે પ્રતિમાજીઓ બિરાજમાન હતી. જિનાલયના મકાનની સ્થિતિ સાધારણ હતી.
સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં રાળજમાં આવેલા આ જિનાલય વિશે નીચે મુજબની નોંધ મળે છે :
વડવાથી નાનો માર્ગ વટાવી મુખ્ય રસ્તા પર આવતાં ડાબા હાથે આગળ જતાં ત્રણ ગાઉ પર રાળજ ગામ આવે છે. અહીં શ્રી ગોડી પાર્શ્વનાથનું જૂનું દેવાલય છે. પાસે ઊતરવાની સોઈ છે. કારતક વદ ૭ નો મહિમા મનાય છે. એ દિને ખંભાતથી સંઘ અહીં આવી રથયાત્રા કાઢી પૂજા ભણાવે છે. ને ધ્વજા ચઢાવે છે. ચાલતા જઈ શકાય છે તેમ વાહન પણ મળી શકે છે. દેખરેખ જૈનશાળા કમિટીની છે.”
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં રાળજ ગામ ખંભાતથી આશરે ૬ માઈલ દૂર દર્શાવ્યું છે. ગોડી પાર્શ્વનાથજીનું જિનાલય શિખરબંધી દર્શાવવામાં આવ્યું છે. તે સમયે પાષાણની ત્રણ પ્રતિમાજીઓ બિરાજમાન હતી અને જિનાલયના મકાનની સ્થિતિ સારી દર્શાવવામાં આવી હતી. ત્યારે જિનાલયનો વહીવટ રમણલાલ દલસુખભાઈ હસ્તક હતો. આજે વહીવટ શ્રી તપગચ્છ અમર જૈનશાળા સંઘ હસ્તક છે.
જિનાલયનો પ્રવેશદ્વાર સુંદર કમાનવાળો છે. ઉપર તીર્થંકરની પ્રતિમાનું શિલ્પ છે. જિનાલયની અંદરની તથા બહારની દીવાલો પર સુંદર કપચીકામ થયેલું છે. બહારના ભાગમાં કપચીકામમાં હાથીની સુંદર આકૃતિ છે જયારે અંદરની દીવાલો પર એક મોટા કુંભની રચના છે. કોટનો વિસ્તાર મધ્યમકદનો છે. અહીં બાજુમાં જૈન ધર્મશાળા છે જેનો લગભગ બે વર્ષ પહેલાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org