________________
૨૪૦
ખંભાતનાં જિનાલયો
જીર્ણોદ્ધાર થયેલો છે. જિનાલયને ફરતે પ્રદક્ષિણા થઈ શકે તેવી રચના છે. જિનાલયની પાછળની દીવાલની પાળી પર દ્વિમુખીવાઘનું શિલ્પ મૂકવામાં આવ્યું છે.
અહીં તદન નાનો ગૂઢમંડપ તથા મધ્યમ કક્ષાનો રંગમંડપ છે. રંગમંડપમાં પ્રવેશવાનો મુખ્ય એક દ્વાર છે. દ્વાર પર દ્વારપાલનાં શિલ્પો છે.
રંગમંડપમાં પ્રવેશતાં જ સન્મુખ શ્રી ગોડી પાર્શ્વનાથની મનોહર મૂર્તિ જોતાં મન પુલકિત થઈ ઊઠે છે. રંગમંડપમાં ઘુમ્મટ તથા થાંભલાઓ પર જુદી-જુદી મુદ્રામાં નર્તકીઓનાં શિલ્પોની રચના છે. આ પૂતળીઓની મુખાકૃતિ, કેશભૂષા, વેશભૂષા, આભૂષણો વગેરે આજના જમાનાના લાગે છે.
ગભારો નાનો છે. પાષાણની કુલ પાંચ પ્રતિમાજીઓ બિરાજમાન છે જે પૈકી સામસામેના ગોખમાં પાષાણની બે પ્રતિમાજીઓની પ્રતિષ્ઠા સં. ૧૯૯૭માં થયાનો ઉલ્લેખ છે. પ્રતિમાની પ્રતિષ્ઠાનો લાભ લેનાર શ્રી રમેશભાઈ અંબાલાલના નામનો ઉલ્લેખ પણ જોવા મળે છે. મૂળનાયકની પાછળની દીવાલ પર અશોકવૃક્ષનું ચિત્રાંકન થયેલું છે.
| જિનાલયના કોટના ભાગમાં ધર્મશાળાનું બારણું પડે છે. જીર્ણોદ્ધાર સમયે આ જિનાલયનો બહાર નો ભાગ એટલે કે કોટનો ભાગ શ્રી રમેશભાઈ અંબાલાલ હેમચંદે સ્વદ્રવ્યથી કરાવેલો છે.
રાળજના આ જિનાલયને ખંભાતનાં જિનાલયોની સાથે ગણના કરવાની પરંપરા સં ૧૯૮૪થી શરૂ થયેલી છે. કદાચ ખંભાતના જ શ્રેષ્ઠીએ આ જિનાલય બંધાવ્યું હોવાથી આ પરંપરા શરૂ થઈ હોય એમ લાગે છે.
ટૂંકમાં આ જિનાલય સં૧૯૦૧ આસપાસના સમયનું છે. મૂળનાયક શ્રી ગોડીજી પાર્શ્વનાથની પ્રતિમા પર સં. ૧૬૮૨નો લેખ છે. તે સંદર્ભમાં જિનાલયની વધુ પ્રાચીનતા નક્કી કરવા માટે વિશેષ સંશોધનની જરૂર છે અને વધુ પુરાવાઓની જરૂર છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org