________________
ખંભાતનાં જિનાલયો
૨૩૫
(૪) સં૧૮૪૫... વિજય સૌભાગ્યસૂરિ (૫) ગણધર શ્રી ગૌતમસ્વામીની પાદુકા (૬) સં. ૧૮૪૮ ... મહિમા વિમલસૂરિ પાદુકા (૭) સં. ૧૯૧૨ ... વિજયાણંદસૂરિ પાદુકા
મૂળનાયક શ્રી સીમંધરસ્વામીની પ્રતિમા પર નીચે મુજબનો લેખ છે :
‘સંવત ઈલાહી ૪૮ સં૧૬૫૯ વર્ષે વૈશાખ શુદિ ૧૩ બુધે ઉકેશવંશે વૃદ્ધ શાખીય આતુરા ગોત્ર સ્તંભતીર્થ વાસ્તવ સો. પછીઆ ભાર્યા સુહામણિ સુત સો. તેજપાલ ભાર્યા તેજલ દે પ્રમુખ પરિવારયુતન સ્વશ્રેયસે...... બિંબ કારાપિત પ્રતિષ્ઠિત તપાગચ્છ શ્રી હીરવિજયસૂરિ તત્પટ્ટ... ભટ્ટારક શ્રી વિજયસેનસૂરિભિઃ
મૂળનાયક શ્રી સીમંધરસ્વામીના પરિકરમાંના બંને કાઉસ્સગ્ગીયા નીચેના લખાણમાં “સં. ૧૬૭૩... વિજયસેનસૂરિ - મુજબનો ઉલ્લેખ થયેલો છે :
મૂળનાયક શ્રી સીમંધરસ્વામીના ડાબા તથા જમણા ગર્ભદ્વાર સામે નમિનાથની પ્રતિમાજીઓ બિરાજમાન છે. આ બંને પ્રતિમાજીઓ પર પણ સં૧૬૫૯ ની મૂર્તિલેખ છે જે નીચે મુજબ છે :
સં. ઈલાહી ૪૮ સં. ૧૬૫૯ વર્ષે વૈશાક શુદિ ૧૩ બુધે ઉકેશવંશે વૃદ્ધ શાખીય આતુરા ગોત્રે સ્તંભતીર્થ વાસ્તવ્ય સો. પછીઆ ભાર્યા સુહામણિ સુત સો. તેજપાલ ભાર્યા તેજલ દે પ્રમુખ પરિવારયુતન સ્વશ્રેયસે શ્રી નમિનાથ બિંબ કારાપિતમ્ પ્રતિષ્ઠિત તપાગચ્છ શ્રી હીરવિજયસૂરિ તત્પટ્ટ.... ભટ્ટારક શ્રી વિજયસેનસૂરિભિ”
મૂળનાયક શ્રી સીમંધરસ્વામીની ડાબી બાજુ આવેલી અજીતનાથની પ્રતિમા પર ઈલાહી ૪૬ સં. ૧૯૫૮'નો મૂર્તિલેખ છે. તથા જમણી બાજુ આવેલી શાંતિનાથની પ્રતિમા પર સંત ૧૬૫૯નો મૂર્તિલેખ છે .
ગૌતમસ્વામી ગુરુમંદિર સીમંધરસ્વામીના જિનાલયના મુખ્ય પ્રવેશદ્વારની સામસામ ભોંયરાયુક્ત ઊંચા ઓટલાવાળું ગુરુમંદિર આવેલું છે. - પ્રથમ માળ ઉપર પ્રવેશચોકી તથા ગભારાની રચના છે. તે ગભારામાં બે પાળીઓની રચનામાં હારબંધ પ્રતિમાજીઓ પ્રતિષ્ઠિત કરેલી છે.
ઉપરની પાળી ઉપર મધ્યે મહાવીરસ્વામી સમલંકૃત શ્રી ગૌતમસ્વામીની સુંદર મૂર્તિ છે. તેમની પાછળ અશોકવૃક્ષ ચિત્રિત કરેલું છે. શ્રી ગૌતમસ્વામીની પ્રતિમા પર કોઈ મૂર્તિલેખ નથી. આ મૂર્તિની જમણી બાજુ શ્રી સુધર્માસ્વામીની પ્રતિમા પાષાણની મૂર્તિ, તેની બાજુમાં શ્રી સુસ્થિતાચાર્ય તથા તેની બાજુમાં સમન્તભદ્રસૂરિની પાષાણ મૂર્તિ આવેલી છે, તે પૈકી સુધર્મા સ્વામીની મૂર્તિ પર સં. ૧૯૮૪ તથા સુસ્થિતાચાર્ય અને સમન્તભદ્રસૂરિની મૂર્તિ પર સં. ૧૯૮૫નો લેખ છે. મધ્યે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org