________________
ખંભાતનાં જિનાલયો
પ્રસિદ્ધ પૂર્વાચાર્યોની તેવી જ મૂર્તિઓ છે. અને તેવી બીજી મૂર્તિઓ બિરાજમાન થવાની છે. શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના દહેરામાં એક ગુપ્ત ભોંયરું છે. દાખલ થતાં ડાબા હાથે દીવાલ પરના એક તાકામાંથી અંદર ઉતરાય છે તેના ત્રણ વાંક છે. છેલ્લી જગ્યામાં પવાસનની ગોઠવણ છે. રચના જોતાં સહેજે કારીગરની બુદ્ધિ માટે માન ઊપજે છે. અને અગમબુદ્ધિ વાપરનાર વણિકોના બુદ્ધિચાતુર્યની પ્રતીતિ થાય છે. દેહરા સામે જ ઉપાશ્રય તેમજ અકેક બબ્બે ઓરડીવાળી બે સરાઓ છે. બહારના ભાગમાં ચોતરફ ગ્રામ્યવાસી જનોની વસ્તી વિસ્તરેલી છે છતાં વિશાળ કંપાઉંડમાં એકંદરે શાંતિ ઠીક છે. કારતક સુદ બીજ(ભાઈબીજ)નો મહિમા હોવાથી તે દિને નગરના લોકો ખાસ દર્શનાર્થે આવે છે. પૂજાનું કાર્ય ગોઠી દ્વારા લેવાય છે. વ્યવસ્થા જૈનશાળા કમિટી હસ્તક છે.”
સં ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં શકરપુરમાં ચિંતામણિ પાર્શ્વનાથ અને સીમંધરસ્વામીના જિનાલયને અલગ-અલગ ધાબાબંધી જિનાલય તરીકે દર્શાવવામાં આવ્યાં છે. ચિંતામણિ પાર્શ્વનાથના ગભારામાં પાષાણની ઓગણીશ પ્રતિમાજીઓ તથા સીમંધરસ્વામીના જિનાલયમાં પાષાણની નવ પ્રતિમાજીઓ બિરાજમાન હતી. ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં આરસની એક ચોવીશીનો પણ ઉલ્લેખ થયેલો છે. સીમંધરસ્વામીના જિનાલયમાં ધાતુની એક પણ પ્રતિમા તે સમયે વિદ્યમાન ન હતી. સીમંધરસ્વામીની પ્રતિમાના લેખનો સંવત તે સમયે સં ૧૬૫૯ દર્શાવવામાં આવ્યો હતો. બંને જિનાલયનો વહીવટ શેઠ રમણલાલ દલસુખભાઈ હસ્તક હતો. ઉપરાંત કારતક સુદ પૂનમના રોજ દ૨ વર્ષે મેળો ભરાય છે તેવો ઉલ્લેખ થયેલો છે. આજે આ જિનાલયનો વહીવટ શ્રી તપગચ્છ અમર જૈન શાળા સંઘ હસ્તક છે.
૨૩૩
મુખ્ય પ્રવેશદ્વારથી પ્રવેશતાં વચ્ચે મોટો ચોક આવે છે. અહીં સન્મુખ શ્રી શત્રુંજય મહાતીર્થના આરસના પટના દર્શન થાય છે. તેના પર સં. ૨૦૫૩નો ઉલ્લેખ થયેલો છે. ચોકમાં જમણી બાજુ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ તથા શ્રી સીમંધરસ્વામીના ઘુમ્મટબંધી જિનાલય પાસ-પાસે આવેલા છે. આ જિનાલયોની સામે એક ધર્મશાળા તથા ઉપાશ્રય આવેલો છે.
ચિંતામણિ પાર્શ્વનાથ
ચિંતામણિ પાર્શ્વનાથના ઘુમ્મટબંધી જિનાલયમાં રંગમંડપ મોટો છે. છતમાં પીઢિયા છે. રંગમંડપ સાદો છે. રંગમંડપમાં પ્રવેશતાં આપણી ડાબી બાજુ, પ્રવેશદ્વાર પાસે જ, એક બારી છે જેની નીચે એક કબાટ જેવી રચના છે. જો કે તે કબાટ નહીં પણ ભોંયરું છે. ભોંયરામાં ઊતરવા માટેની પાંચ પગથિયાંની સાંકડી સીડી છે. નાના ચોક જેવું ઓળંગી ખૂણામાં જતાં બીજા ત્રણ પગથિયાં ઊતરતાં ભમતી જેવી રચના પસાર કર્યા બાદ ત્રણ વળાંક પછી ભગવાનનાં પબાસણની સુંદર રચના નજરે ચડે છે. આ સમગ્ર રચના કલ્પનાતીત અને સુંદર છે. વિદેશી હુમલા વખતે પ્રતિમાજીના રક્ષણ અર્થે કરેલી આ વ્યવસ્થા સાચે જ અનન્ય અને અદ્ભુત છે.
રંગમંડપમાં મૂળનાયકની સામે જ દીવાલ પર પ્રવેશદ્વારની જમણી બાજુની ભીંત પર એક શિલાલેખ છે. તેમાં જિનાલયના જીર્ણોદ્ધાર અંગેની વિગતો લખેલી છે જેમાં નીચે મુજબનું લખાણ ઘણી મુશ્કેલી પછી વાંચી શકાય છે :
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org